ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» પોખરણ પરમાણુ પરીક્ષણને 20 વર્ષ પૂરાં | Pokhran nuclear test completed 20 years

    પોખરણ પરીક્ષણના 20 વર્ષ, USને થાપ આપવા ક્રિકેટ રમતા સેનાના જવાન

    Divyabhaskar.com | Last Modified - May 13, 2018, 09:59 AM IST

    વર્ષ 1998, 11 અને 13 મે. આ બે તારીખે રાજસ્થાનના પોખરણ પરમાણુ સ્થળે પર પાંચ પરમાણુ પરીક્ષણ થયા હતા.
    • પરમાણુ પરીક્ષણની તૈયારીઓને દર વખતે અમેરિકી ગુપ્તચર સેટેલાઈટ પકડી લેતું હતું અને મિશન ફ્લોપ થઈ જતું હતું (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પરમાણુ પરીક્ષણની તૈયારીઓને દર વખતે અમેરિકી ગુપ્તચર સેટેલાઈટ પકડી લેતું હતું અને મિશન ફ્લોપ થઈ જતું હતું (ફાઈલ)

      જોધપુરઃ વર્ષ 1998, 11 અને 13 મે. આ બે તારીખે રાજસ્થાનના પોખરણ પરમાણુ સ્થળે પર પાંચ પરમાણુ પરીક્ષણ થયા હતા. આ સાથે આપણે પણ પરમાણુ સંપન્ન દેશ બની ગયા હતા. સફળતાનું એક મોટું કારણ મિશનની ગોપનીયતા હતી. અમેરિકી ગુપ્તચર સંસ્થા CIAની આંખોમાં ધૂળ નાંખવાની જવાબદારી સેનાની 58 એન્જિનિયર્સ રેજીમેન્ટની હતી. આ રેજીમેન્ટના તત્કાલીને સીઓ કર્નલ ગોપાલ ટી કૌશિકે જણાવ્યું કે કઈ રીતે તે સમયે આ મિશનને ગોપનીય રાખવામાં આવ્યું હતું.

      પહેલાંની ભૂલથી શીખ્યા પાઠ

      - જાન્યુઆરી, 1997એ મારી રેજીમેન્ટની પોખરણ ફાયરિંગ રેન્જમાં તૈનાતી થઈ. આ પહેલાં પાંચ યુનિટ પરમાણુ પરીક્ષણની તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ દરેક વખતે અમેરિકાની ગુપ્ત સેટેલાઈટ આ તૈયારીઓને પકડી લેતી હતી અને મિશન ફ્લોપ થઈ જતું. 1982થી 1995 સુધી અનેકવખત પ્રયાસો થયા હતા. 1995માં તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે પરીક્ષણની તૈયારીઓ શરૂ કરાવી, ત્યારે સેટેલાઈટ પકડી લીધુ અને તુરંત જ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને વડાપ્રધાન રાવને ફોન કરી પરીક્ષણ રોકાવી દીધું હતું.
      - વર્ષ 1996માં જ્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકાર બની હતી, ત્યારે તેઓએ પરીક્ષણની તૈયારીને મંજૂરી આપી હતી. જે બાદ અમારી યુનિય ત્યાં પહોંચી. પહેલાંની ભૂલથી પાઠ લેતાં છ પરીક્ષણ માટેના કુવા અને સાઈટ તૈયાર કરવાની હતી.

      ક્રિકેટની પિચ તૈયાર કરી

      - સૌથી મોટો પડકરા અમેરિકી સેટેલાઈટ 'આઈ ઈન ધ સ્કાઈ'થી બચીને ઓપરેશન પૂરું કરવાનું હતું. સેટેલાઈટ પણ એવાં હતા જે જમીન પર ઊભેલી વ્યક્તિને પુસ્તક વાંચતા કે તેના હાથમાં પહરેલી ઘડિયાળને કેચ કરી લેતા હતા. ત્યાં સુધી કે વાદળાઓ વચ્ચે પણ બધું જ જોઈ શકાતું હતું. એક સેટેલાઈટ 1 અબજ ડોલરનો હતો. CIAના ચારથી વધુ સેટેલાઈટ ખાસ કરીને પોખરણ ફાયરિંગ રેન્જની ઉપર જ નજર રાખતા હતા. આ બધાંથી બચવા મેં યુનિટની સાથે તૈયારીઓ શરૂ કરી. અમે એવો નિર્ણય કર્યો કે પોખરણ રેન્જમાં એક સાથે અનેક એક્ટિવિટી દેખાડીશું, જેથી એવું લાગે કે સેના અહીં યુદ્ધાભ્યાસ કરી રહી છે. સાથે જ પૂરું સીક્રેટ મિશન તૈયાર કર્યિું. સૌથી પહેલાં અમે ક્રિકેટ પિચ તૈયાર કરી અને મેદાન જેવું સ્વરૂપ આપ્યું. પૂરાં ક્ષેત્રમાં રંગબેરંગી ઝંડાઓ લગાવ્યાં. લાઈવ કોમેન્ટ્રીની વ્યવસ્થા કરવામાં આવી. મંચ બનાવ્યો અને દર્શકોને બેસવાની વ્યવસ્થા પણ કરી.

      25-25 ઓવરના મેચ રમતા હતા

      - જે બાદ દરેક રવિવારે પૂરો દિવસ ક્રિકેટ મેચનું આયોજન થતું. તે સમયે 25-25 ઓવરની મેચનું આયોજન થતું હતું. મેચ પણ યુનિટની દરેક કંપનીઓ વચ્ચે થતો હતો. મેચ દરમિયાન જ્યારે પૂરી યુનિટ રમી રહી હોય ત્યારે બેથી ચાર જવાન સાઈટ પર જઈને ઓપરેશનની તૈયારીઓને અંજામ આપી પરત ફરતા હતા. જેનાથી સેટેલાઈટમાં ક્રિકેટ મેચનો જ નજારો કેદ થતો અને ઓપરેશનની સાઈટ પર કેમોફ્લાઈઝ એટલે કે છહ્મ આવરણી જાળી હોવાને કારણે કંઈ દેખાતું ન હતું. તે દરમિયાન વાજપેયી સરકાર પડી ભાંગી તો પરીક્ષણનું કામ પણ રોકવામાં આવ્યું, જે બાદ તેઓ ફરી સત્તા પર આવતાં કામ શરૂ કરવામાં આવ્યું.

      ટ્રકોમાં રેતી ભરીને લાવ્યાં અને કુવાઓ ભરી દીધા

      - પરીક્ષણના પહેલા એસેમ્બલ કરાયેલાં પરમાણ બોમ્બ કુવાની પાસે રાખવા માટે માટી નાંખીને પ્લેટફોર્મ બનાવતા હતા, આ કામ માટે છ દિવસ લાગતાં અને સેટેલાઈટમાં પકડાય જતા. એવામાં લોખંડના પાઈપથી ઢાંચો બનાવીને માત્ર દોઢ કલાકમાં જ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું. સૌથી મોટો પડકાર પરીક્ષણ માટે ઘટનાસ્થળે ખોદાયેલાં ત્રણ કુવાઓમાં બોમ્બ રાખ્યાં પછી રેડિયો વિકિરણથી બચવા રેતી ભરવાનું હતું. પહેલાં રેતીની ઢગલા વિપરિત દિશામાં એકત્રિત કરવાથી પકડાય ગયા હતા. એવામાં 10 મેની રાત્રે ટ્રકોમાં ભરીને રેત લાવ્યાં અને કુવાઓમાં ભરી દીધી. ખેતોલાઈના પરીક્ષણ સ્થળથી 10 કિમી દૂર નૌતલા ગામમાં જૂનાં બે કુવા મળ્યા હતા, જેને પાંચસો ફુટ ઊંડો ખોદવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાઈટની પાસે વધુ એક જૂનો કુવો ખોદીને તૈયાર કરાયો હતો.
      - પહેલાં પરીક્ષણ પછી 12 મેની રાત્રે નૌતાલા ગામના બે કુવામાં બોમ્બ સ્થાપિત કર્યા બાદ રેતી ભરવામાં આવી. જ્યારે કે છઠ્ઠા કુવાને તૈયાર કરાયો હતો પરંતુ પહેલાં ત્રણ મોટાં પરીક્ષણ સફળ રહેવાને કારણે તત્કાલીન વડાપ્રધાન વાજપેયીએ છઠ્ઠું પરીક્ષણ કરવાથી ઈન્કાર કરી દીધો.
      - 13 મેનાં રોજ વધુ બે કુવામાં પરીક્ષણ કરાયું. એટલે કે કુલ પાંચ સફળ પરમાણુ પરીક્ષણ કરાયાં. આ તૈયારીઓ દરમિયાન પરીક્ષણના જનક ડો.એપીજે અબ્દુલ કલામ અને ડો. રાજ ગોપાલ ચિદમ્બરમ તથા અનિલ કાકોડકર આવતાં જતા હતા. તમામ પરીક્ષણ સફળ થયાં બાદ મારી પૂરી યુનિટે ઈતિહાસ રચી દીધો.

      ગુપ્તતાના આધારે સફળ થયું ઓપરેશન

      - સમગ્ર ઓપરેશન દરમિયાન મોટો પડકાર હતો ગુપ્તતા. આ માટે મેં યુનિટના 30 લોકોને જ આ અંગે જાણ કરી હતી. જ્યારે અન્ય 700 લોકોને બાદમાં આ અંગે જાણકારી મળી. જવાનોની રજાઓ પર રોક લગાવવાને બદલે તેઓને રૂટીન રજા આપવામાં આવતી, પરંતુ તેમની પાસેથી એક શપથ લેવડાવ્યાં કે દેશ હિતમાં જે કામ કરી રહ્યાં છો તે અંગે પોતાની પત્ની સાથે પણ કંઈજ શેર ન કરતાં. ત્યાં સુધી કે પોખરણમાં પીસીઓ પર વાતચીત દરમિયાન એક જેસીઓની હાજરીમાં જવાનોને પોતાના ઘરમાં વાત કરવા દેવાતી હતી, કે જેથી તેઓ કોઈ અન્ય વાત ન કરી શકે. બીજી બાજુ હું પણ એક-બે અધિકારી સહિત સીધો જ PMOને જ રિપોર્ટ કરતો હતો.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • પોખરણ ટેસ્ટિંગ રેન્જની સાઈટ (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોખરણ ટેસ્ટિંગ રેન્જની સાઈટ (ફાઈલ)

    • કર્નલ ગોપાલ ટી કૌશિક
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કર્નલ ગોપાલ ટી કૌશિક

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પોખરણ પરમાણુ પરીક્ષણને 20 વર્ષ પૂરાં | Pokhran nuclear test completed 20 years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top