ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Mauritius government promised to take action against Nirav Modi, Mehul Choksi

  PNB ફ્રોડ: મોદી અને મેહુલને સંપત્તિ નહીં વેચવાનો લો ટ્રિબ્યુનલનો આદેશ

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 11:44 AM IST

  કંપની મામલે મંત્રાલયની મુંબઈ બ્રાન્ચમાં પીટિશન પછી ટ્રિબ્યુનલે આપ્યો આદેશ
  • હીરા વેપારી નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેમની સાથે જોડાયેલા લોકો અને કંપનીઓ તેમની સંપત્તિ વેચી શકશે નહીં
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હીરા વેપારી નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેમની સાથે જોડાયેલા લોકો અને કંપનીઓ તેમની સંપત્તિ વેચી શકશે નહીં

   નવી દિલ્હી: હીરા વેપારી નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેમની સાથે જોડાયેલા લોકો અને કંપનીઓ તેમની સંપત્તિ વેચી શકશે નહીં. 12,672 કરોડ રૂપિયાના પીએનબી ફ્રોડ કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલે 64 લોકો અને કંપનીઓ પર સંપત્તિ વેચવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં નીરવની કંપની ફાયરસ્ટાર ડાયમંડ, મેહુલની ગીતાંજલિ જેમ્સ, ગિલી ઈન્ડિયા, નક્ષત્ર અને પીએનબીના અમુક અન્ય કર્મચારીઓ પણ સામેલ છે.

   તાત્કાલિક સુનાવણીની કરી હતી માગ

   - એનસીએલટીએ આદેશ કંપની કેસમાં મંત્રાલયની અરજી પર આપ્યો છે. મંત્રાલયે ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચમાં તાત્કાલિક સુનાવણી માટે 23 ફેબ્રુઆરીએ અરજી દાખલ કરી હતી.
   - ટ્રિબ્યૂનલે 26 માર્ચે આગામી સુનાવણી દરમિયાન પ્રતિબંધ લગાવેલા દરેક 64 લોકોને હાજર રહેવા કહ્યું હતું.
   - સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેટીવ ઓમ ઓફિસ નીરવ મોદી અને મેહુલ સાથે જોડાયેલી 110 કંપનીઓના 10 એલએલપી ફર્મની તપાસ કરી રહ્યા છે.

   નીરવ- મેહુલ વિશે મોરેશિયસ સરકારે માગી છે માહિતી

   - મોરિશિયસ સરકારે આ કૌભાંડમાં જોડાયેલા દરેક લોકો અને કંપનીઓ વિશે કાર્યવાહી કરવાનો વાયદો કર્યો છે.
   - ત્યાંના રેગ્યુલેટર ફાઈનાન્શિયલ સર્વિસ કમિશને એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેમણે નીરવ અને મેહુલ વિશે મીડિયામાં આવેલા સમાચારોને નોંધમાં લીધા છે. તેઓ ભારતની તપાસ એજન્સીઓ પાસેથી પણ આ વિશે માહિતી મેળવશે.

   એલઓયુ પર 0.5% વ્યાજ લઈ રહ્યા છે બેન્ક

   - પીએનબી ફ્રોડના કારણે ટ્રેડ ફાઈનાન્સના બિઝનેસ ઉપર અસર થઈ છે.
   - બેન્ક હાલ કોઈ પણ વેપારીને એલઓયુ આપવા માટે તૈયાર નથી. નીરવ મોદી અને મેહુલ ચોકસીના નકલી એલઓયુ દ્વારા જ પીએનબીમાં રૂ. 12,672 કરોડનું કૌભાંડ થયું છે.
   - જો કોઈ બેન્ક ઈમ્પોર્ટ-એક્સપોર્ટ એલઓયુ આધારિત ધિરાણ આપે છે તો તેઓ રિસ્ક પ્રીમિયમ તરીકે 0.50 ટકા સુધી વ્યાજ લે છે.
   - એલઓયુ આપનાર, બેન્કને ફોન કરીને તેની વેલીડિટીની પણ તપાસ કરે છે.
   - યુનિયન બેન્કના એમડી અને સીઈઓ રાજકિરણ રાયે કહ્યું છે કે, બેન્ક ગેરંટી હોવાના કારણે એલઓયુમાં ક્યારેય ડિફોલ્ટ નથી થતું. પહેલીવાર આવી સમસ્યા સામે આવી છે. અત્યારે હાલ પણ એલઓયુમાં બેન્ક ગેરંટી તો હોય જ છે તેમ છતા અમે થોડી વધારે ચોકસાઈ રાખી રહ્યા છીએ.

  • PNBમાં કુલ 12,672 કરોડનું ફ્રોડ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   PNBમાં કુલ 12,672 કરોડનું ફ્રોડ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mauritius government promised to take action against Nirav Modi, Mehul Choksi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `