'મે કઈંજ ખોટુ નથી કર્યું, અંતે જીત સત્યની જ થશે': મેહુલ ચોકસી

રૂ. 11,356 કરોડમાં પીએનબી ફ્રોડ કેસમાં આરોપી છે મેહુલ ચોકસી અને નીરવ મોદી

divyabhaskar.com | Updated - Feb 24, 2018, 10:26 AM
Mehul Choksi said employees, I did not do anything wrong

બેન્કિંગ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા ફ્રોડમાં આરોપી મેહુલ ચોકસીએ તેમના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. તેમાં મેહુલે લખ્યું છે કે, મે કઈં જ ખોટુ નથી કર્યું અને અંતે જીત સત્યની જ થશે. શનિવારે મેહુલના વકીલ સંજય એબટે આ લેટર રિલીઝ કર્યો છે.

નવી દિલ્હી: બેન્કિંગ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા ફ્રોડમાં આરોપી મેહુલ ચોકસીએ તેમના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. તેમાં મેહુલે લખ્યું છે કે, મે કઈં જ ખોટુ નથી કર્યું અને અંતે જીત સત્યની જ થશે. શનિવારે મેહુલના વકીલ સંજય એબટે આ લેટર રિલીઝ કર્યો છે. નોંધનીય છે કે, હીરા વેપારી નીરવ મોદી અને ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોકસી રૂ. 11,356 કરોડના પીએનબી બેન્ક ફ્રોડમાં આરોપી છે. આ લોકો પર પીએનબીના ઓફિસરોએ ભેગા થઈને નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ (LoUs) દ્વારા વિદેશી એકાઉન્ટ્સમાં હજારો કરોડ ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મેહુલે લેટરમાં શું લખ્યું છે?


- મેહુલે લેટરમાં લખ્યું છે કે, હું મારા દરેક પરિણામ માટે તૈયાર છું. મને ખબર છે કે મે કઈ ખોટું નથી કર્યું અને અંતે જીત સત્યની જ થશે.
- જે રીતે દરેક તપાસી એઝન્સી અને સરકારી એજન્સીઓએ મારી કંપની બંધ કરાવવા માટે હોબાળો કર્યો છે તેના કારણે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

નીરવ મોદીએ પીએનબી મેનેજમેન્ટને લખ્યો હતો લેટર?


- મેહુલ ચોકસી પહેલાં હીરાના વેપારી નીરવ મોદીએ પીએનબી મેનેજમેન્ટને અને તેમના કર્મચારીઓના નામે એક લેટર લખ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, પીએનબીએ ઉતાવળમાં જે વાતને જાહેર કરી દીધી છે તેના કારણે મારો ધંધો અને બ્રાન્ડ ચોપટ થઈ ગયા છે. તેના કારણે હવે બેન્કની રિકવરીના બધા રસ્તા બંધ થઈ ગયા છે.

શું છે સમગ્ર ઘટના?


- પંજાબ નેશનલ બેન્કે થોડા દિવસ પહેલાં સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને રૂ. 11,356 કરોડનું કૌભાંડ થયું હોવાની માહિતી આપી હતી. આ કૌભાંડ પીએનબીના મુંબઈના બ્રેડી હાઉસ બ્રાન્ચમાં થયું હતું. કૌભાંડની શરૂઆત 2011માં થઈ હતી. 7 વર્ષમાં હજારો કરોડોની રકમ નકલી લેટર LoUs દ્વારા વિદેશી એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

Mehul Choksi said employees, I did not do anything wrong
Mehul Choksi said employees, I did not do anything wrong
X
Mehul Choksi said employees, I did not do anything wrong
Mehul Choksi said employees, I did not do anything wrong
Mehul Choksi said employees, I did not do anything wrong
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App