Home » National News » Latest News » National » PM મોદી આજથી 5 દિવસના વિદેશ પ્રવાસે, પહેલાં જશે સ્વિડન| PM will be on a 5 day visit to foreign

PM મોદી 5 દિવસના યુરોપ પ્રવાસે જવા રવાના, પહેલાં જશે સ્વિડન

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 03:31 AM

પીએમ બ્રિટનમાં કોમનવેલ્થ દેશોના શાસક વડાઓના સંમેલનમાં ભાગ લેશે

 • PM મોદી આજથી 5 દિવસના વિદેશ પ્રવાસે, પહેલાં જશે સ્વિડન| PM will be on a 5 day visit to foreign
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન મોદી આજથી 5 દિવસની વિદેશ યાત્રાએ

  સ્ટોકહોમ: પીએમ મોદી 5 દિવસના યુરોપ પ્રવાસ પર સોમવારે મોડી રાતે સ્વિડનની રાજધાની સ્ટોકહોમ પહોંચ્યા. મોદીનો આ પ્રવાસ 16થી 20મી સુધી ચાલશે. તે બ્રિટન અને જર્મની પણ જશે. મોદી 30 વર્ષ બાદ સ્વિડન જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. અગાઉ રાજીવ ગાંધી ગયા હતા. પીએમ બ્રિટનમાં કોમનવેલ્થ દેશોના શાસક વડાઓના સંમેલન (ચોગમ)માં ભાગ લેશે. આ સંમેલનમાં માત્ર મોદીને લિમોઝીન કારથી પ્રવાસની મંજૂરી અપાઈ છે.

  અન્ય દેશોના નેતા એક સ્પેશિયલ બસથી પ્રવાસ કરશે. મોદી 20મીએ જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલની મુલાકાત લેશે.યુરોપ રવાના થતા પહેલાં મોદીએ ટિ્વટ કરી કે તે વેપાર, રોકાણ અને સ્વચ્છ ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સ્વિડનની સાથે દ્વિપક્ષીય ભાગીદારી ગાઢ બનાવવા અંગે આશાસ્પદ છે. ફેસબુક પર લખ્યું કે ભારત-સ્વિડન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. અમારી ભાગીદારી લોકતાંત્રિક મૂલ્યો તથા ખુલ્લા, સમાવેશક અને નિયમોના પાયા પર ટકેલી વૈશ્વિક વ્યવસ્થા પ્રત્યે કટિબદ્ધતા પર આધારિત છે.

  સ્વિડન પ્રવાસ: ભારત-નોર્ડિક સંમેલન, 5 દેશો સાથે દ્વિપક્ષીય મંત્રણા


  પીએમ મોદી 16 અને 17 એપ્રિલે બે દિવસ સ્વિડનમાં રહેશે. અહીં તે સ્વિડનના પીએમ સ્ટીફન લોફવેન સાથે ચર્ચા કરશે. ત્યાર બાદ પહેલા ભારત-નોર્ડિક સંમેલનમાં ભાગ લેશે. તેમાં બધા નોર્ડિક દેશ ભાગ લઈ રહ્યા છે. સંમેલનમાં ડેન્માર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વિડનના વડાપ્રધાન ભાગ લેશે. સ્કેન્ડિનેવિયા દ્વીપકલ્પમાં ઉત્તરીય યુરોપમાં આવતા દેશ નોર્ડિક દેશ કહેવાય છે. મોદી 17 એપ્રિલે ડેન્માર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનો સાથે અલગથી દ્વિપક્ષીય બેઠક કરશે.


  ભારત-સ્વિડન વચ્ચે 12 હજાર કરોડ રૂ. નો વેપાર


  ભારત અને સ્વિડન વચ્ચે 2016-17માં 12 હજાર કરોડ રૂ.નો વેપાર થયો હતો. તે પહેલાં 14.3 હજાર કરોડ રૂ.નો હતો. બંને દેશોએ આગામી સમયમાં 33 હજાર કરોડ રૂનું વેપાર લક્ષ્ય રાખ્યું છે. સ્વિડનની ભારતમાં 170 કંપનીઓ કામ કરી રહી છે.

  મોદી બીજી વખત બ્રિટન, ચોથી વખત જર્મની જશે


  સ્વિડન- પીએમ મોદીનો આ વર્ષે છઠ્ઠો વિદેશ પ્રવાસ છે. આ પહેલાં તે 5 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. મોદી બ્રિટન અને જર્મની પણ જશે. મોદીનો આ બીજો બ્રિટન પ્રવાસ છે. તે 2015માં ત્યાં ગયા હતા.

  એલિઝાબેથ પદ છોડી શકે છે, ભારત કોમનવેલ્થનું લીડર બની શકે


  કોમનવેલ્થ રાષ્ટ્રના વડાઓની બેઠક પહેલાં ચર્ચા છે કે મહારાણી એલિઝાબેથ તેના અધ્યક્ષપદેથી હટવા માગે છે. તેનું કારણ એલિઝાબેથ (92)ની ઘટતી સક્રિયતા ગણાવાઈ રહ્યું છે. કોમનવેલ્થના પ્રમુખનું પદ આનુવંશિક છે.

  બ્રિટન પ્રવાસ: કોમનવેલ્થ સંમેલન, 53 દેશ ભાગ લેશે

  9 વર્ષ બાદ કોમનવેલ્થ સંમેલનમાં જનારા મોદી પહેલા વડાપ્રધાન હશે

  18 એપ્રિલે મોદી બ્રિટન પહોંચશે. પ્રિન્સ ચાર્લ્સ અને મોદી આયુર્વેદ પ્રદર્શનમાં ભાગ લેશે. ત્યાર બાદ બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મોદી અહીં કોમનવેલ્થ દેશોના રાષ્ટ્રના વડાઓના શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. 2009 બાદથી આ સંમેલનમાં જનારા મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે. તેમાં કોમનવેલ્થના 53 સભ્ય દેશ તકો, પડકારો, લોકતંત્ર અને શાંતિ-સમૃદ્ધિ અંગે પોતાનું વલણ રજૂ કરશે.

  મોદી એ વેસ્ટમિન્સ્ટર હોલમાં બોલશે, જ્યાં 87 વર્ષ પહેલા ગાંધીજી ગયા હતા

  મોદી લંડનના ઐતિહાસિક વેસ્ટમિન્સ્ટર સેન્ટ્રલ હોલમાં જશે. ‘ભારત કી બાત, સબ કે સાથ’ કાર્યક્રમમાં ભાગ લેશે. સોશિયલ મીડિયા મારફત આખી દુનિયામાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપશે. યુરોપ ઈન્ડિયા ફોરમે તેનું આયોજન કર્યુ છે. વેસ્ટમિન્સ્ટર હોલ 1931માં મહાત્મા ગાંધીજીનો યજમાન બન્યો હતો. આ હોલમાં ભાષણ આપનારા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, દલાઈ લામા અને રાજકુમારી ડાયનાનો પણ સમાવેશ થાય છે.

 • PM મોદી આજથી 5 દિવસના વિદેશ પ્રવાસે, પહેલાં જશે સ્વિડન| PM will be on a 5 day visit to foreign
  મોદીની બ્રિટન સાથેની આ મુલાકાત ખુબ ખાસ માનવામાં આવે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ