વિવાદ / મોદી સરકારે ફક્ત ગુજરાત માટે જ સહાય જાહેર કરતા MPના CMએ વાંધો ઉઠાવ્યો, બાદમાં અન્ય રાજ્યો માટે પણ મદદ જાહેર

Divyabhaskar | Updated - Apr 17, 2019, 12:54 PM
Pm Narendra Modi tweet on Gujarat Thunderstrom, Kamalnath opposed
X
Pm Narendra Modi tweet on Gujarat Thunderstrom, Kamalnath opposed

  • મંગળવારે ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હોનારત સર્જાઈ હતી 
  • પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને બે લાખની સહાય કરવાની જાહેરાત કરી 
  • મોદીએ ફક્ત ગુજરાત માટે જ સહાય જાહેર કરતા કમલનાથે કહ્યું - તમે ફક્ત ગુજરાતના નહીં આખા દેશના પીએમ છો

નવી દિલ્હીઃ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા-તોફાને કેર વર્તાવ્યો છે. આ હોનારતમાં અત્યાર સુધી 35 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે મોટા ભાગના લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે કુદરતી હોનારતોને કારણે રાજકારણમાં પણ હવામાન બદલાયું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને હોનારતમાં ઘવાયેલા લોકો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી અને સહાયની પણ જાહેરાત કરી હતી. પરંતુ તેમને પહેલા ગુજરાત માટે જ સહાયની જાહેરાત કરી હતી. આ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે, તમે ગુજરાત નહીં આખા દેશના વડાપ્રધાન છો. ત્યારબાદ વડાપ્રધાને દેશના તમામ અસરગ્રસ્ત વિસ્તારો માટે સહાયની જાહેરાત કરી હતી.

શું હતું વડાપ્રધાનનું ટ્વીટ?
1.બુધવારે સવારે કુદરતી હોનારતના સમાચાર મળતાની સાથે જ દેશના તમામ લોકો ચિંતાતુર બન્યા હતા. આ અંગે પીએમ મોદીએ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને હોનારતમાં થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમએ લખ્યું કે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા- વરસાદને કારણે થયેલા નુકસાનથી હું ઘણો દુઃખી છું. તમામ પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. 
 
પીએમ કાર્યાલયના ટ્વીટર હેન્ડલે પણ સહાયની જાહેરાત કરી
2.

વડાપ્રધાનના ટ્વીટ ઉપરાંત પીએમ કાર્યાલયના ટ્વીટર હેન્ડલ @pmoindiaએ પણ સહાયની જાહેરાત કરી હતી. જેમાં કહેવાયું હતું કે, ગુજરાતમાં જે લોકોના તોફાનને કારણે મોત થયા છે, તેમના પરિવારોને બે લાખની સહાય અને જે ઘાયલ થયા છે તે તમામને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. 
 

મોદીની ટ્વીટ બાદ કમલનાથે વાંધો ઉઠાવ્યો
3.મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, એમપીમાં બિનમૌસમી વરસાદ અને વીજળી પડવાથી 10થી વધારે લોકોના મોત થયા હતા. પરંતુ તમારી સંવેદનાએ ફક્ત ગુજરાત સુધી જ સિમિત છે?  ભલે અહીં તમારી પાર્ટીની સરકાર નથી પણ અહીં લોકો રહે છે. 
 
વિવાદ બાદ દેશના અસરગ્રસ્ત રાજ્યોને પણ સહાયની જાહેરાત
4.જો કે આ અંગે વિવાદ થયા બાદ વડાપ્રધાન કાર્યલાય તરફથી અન્ય રાજ્યો માટે પણ સહાયની જાહેરાત કરાઈ છે. સવારે આશરે 11 કલાકે PMOએ ટ્વીટ કરી હતી કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા-તોફાનને કારણે થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કરુ છું. અહીં પણ તેઓ મૃતકોના પરિવારોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદ કરવામાં આવશે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App