મહારાષ્ટ્ર / અનામતને ખતમ કરવાના નામે જુઠ્ઠાણું ફેલાવાયુ છે,અમે સૌની સાથે ન્યાય કર્યો- મોદી

PM Narendra Modi to launch slew of developmental projects in Maharashtra's Solapur
PM Narendra Modi to launch slew of developmental projects in Maharashtra's Solapur
X
PM Narendra Modi to launch slew of developmental projects in Maharashtra's Solapur
PM Narendra Modi to launch slew of developmental projects in Maharashtra's Solapur

  • વડાપ્રધાને રેલીમાં મધ્યમવર્ગનાં ગરીબોને 10% અનામત આપવાની વાત કરી
  • અનામત બિલ પાસ થવાથી સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર વધુ મજબૂત બનશે- મોદી 

Divyabhaskar

Jan 09, 2019, 02:01 PM IST

સોલાપુરઃ વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રનાં સોલાપુર ખાતેની રેલીમાં મધ્યમ વર્ગ અને આર્થિક પછાત લોકોને શિક્ષણ અને સરકારી નોકરીમાં 10% અનામત આપવાની વાતનો ઉલ્લેખ કર્યો. વધુમાં કહ્યું કે, મંગળવારે લોકસભામાં ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશમાં અનામતનાં નામે ઘણા લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હતા કે દલિતો, પછાતો અને આદિવાસીઓને  મળેલી અનામતમાં ઘટાડો કરવામાં આવશે. પરંતુ અમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર 10% અનામત આપી દરેકની સાથે ન્યાય કર્યો છે. 
 

વડાપ્રધાને કહ્યું કે, મધ્યમ વર્ગને 10 ટકા અનામત પર મહોર લગાવીને સૌનો સાથ સૌનો વિકાસનાં મંત્રને વધુ મજબૂત કરવાનું કામ કર્યું છે. દરેક વર્ગને આગળ વધવાનો અવસર મળે આ સંકલ્પ સાથે અમે જનતાનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે સમર્પિત છીએ. 
2. નોર્થ ઈસ્ટનાં લોકો પર આંચ નહિ આવે- મોદી
  • બંધારણીય બિલ મંગળવારે લોકસભામાં પાસ થઈ ગયું છે. હું ખાસ કરીને આસામનાં ભાઈ-બહેનોને વિશ્વાસ અપાવું છું કે આ નિર્ણય થી અહીનાં લોકો પણ સહેજ પણ આંચ આવવા દઈશ નહિ. 
  • બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાથી ભારત આવનારા લોકો કે જે ભારત માની જય જયકાર બોલાવે છે. આ દેશમાં માટીને પ્રેમ કરનારા લોકોને સંરક્ષણ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ સરકારે કર્યું છે. 
3. વચેટીયાઓ મલાઈ ખાતા હતા પરંતુ તે હવે બંધ થઈ ગયુ છેઃ મોદી
  • વડાપ્રધાન આવાસ યોજનાઃ જ્યારે દિલ્હીમાં રિમોર્ટ કંટ્રોલવાળી સરકાર ચાલતી હતી. ત્યારે 2004 થી 2014માં શહેરી ગરીબો માટે 13 લાખ ઘર બનાવવા અંગેનો નિર્ણય કાગળો પર થયો હતો. જેમાં ફક્ત 8 લાખ ઘર જ બન્યા હતા. અમારા 4.5 વર્ષમાં 70 લાખ ઘરોને અનુમતી અપાઈ છે અને અત્યાર સુધી 14 લાખ ઘર બનીને તૈયાર છે. 

  • હેલિકોપ્ટરમાં ગોટાળોઃ મેં છાપામાં જોયું કે હેલિકોપ્ટર કૌભાંડમાં સામેલ વચેટીયો ફક્ત હેલિકેપ્ટર કૌભાંડમાં જ સામેલ ન હતો, પરંતુ પહેલાની સરકારનાં સમયે ફ્રાંસથી જે લડાકુ વિમાનોનો સોદો કરાયો હતો તેમાં પણ તેની ભૂમિકા હતી. પહેલા વચેટીયાઓ મલાઈ ખાતા હતા પરંતુ તે હવે બંધ થઈ ગયુ છે. ચોરી કરનારાઓની દુકાન બંધ થઈ ગઈ છે, અને ગરીબોનો પૈસો હવે સીધો તેમની પાસે જ જાય છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી