તમિલનાડુ / મોદીએ રાજ્યમાં ગઠબંધનના સંકેત આપ્યાં, કહ્યું - અન્ય દળો માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા

divyabhaskar.com

Jan 10, 2019, 05:44 PM IST
મોદી ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગથી તમિળનાડુના પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા હતા
મોદી ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગથી તમિળનાડુના પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા હતા
X
મોદી ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગથી તમિળનાડુના પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા હતામોદી ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગથી તમિળનાડુના પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા હતા

  • વડાપ્રધાને કહ્યું - ગઠબંધનના રાજકારણનો રસ્તો અટલજીએએ દેખાડ્યો હતો 
  • મોદીએ કહ્યું - 10 વર્ષ સુધી રાફેલની ખરીદી પ્રક્રિયામાં મોડું થવા પાછળ વચેટિયા મિશેલની શું ભૂમિકા હતી? 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે, ભાજપ પોતાના બળે બહુમતિ મેળવ્યા બાદ પણ અન્ય દળોને સરકારમાં સામેલ કરતું રહ્યું છે. અમે અમારાં જૂના મિત્રોનું સન્માન કરીએ છીએ અને અમારાં દરવાજા હંમેશા અન્ય દળો માટે ખુલ્લા રાખીએ છીએ. અમારાં માટે કોઇ દળની સાથે ગઠબંધનનો અર્થ જનતાની સાથે જોડાણ છે. 

 

રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકવામાં વચેટિયાઓની ભૂમિકા

કોંગ્રેસે સૈન્યને આઘાત પહોંચાડ્યોઃ મોદી
1.લોકો માને છે કે, કોંગ્રેસ અર્થવ્યવસ્થામાં ગેરવહીવટની સાથે ભ્રષ્ટાચારના કારણે ફૅલ થઇ, પરંતુ કોંગ્રેસે સૈન્યને પણ ઠેસ પહોંચાડી છે. પાર્ટીએ ડિફેન્સ સિસ્ટમને વચેટિયાઓના હવાલે કરી દીધી. 
2.કોંગ્રેસના આ પગલાંના કારણે સૈન્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં જ જે વચેટિયાઓને પકડવામાં આવ્યા છે, તેઓ કોંગ્રેસના પહેલા પરિવાર સાથે નજીકના સંબંધો રહ્યા છે. 
3.દેશની જનતા એ જાણવાની હકદાર છે કે, કેવી રીતે એક વચેટિયા મિશેલને સુરક્ષા સંબંધી કેબિનેટની બેઠકનો સમય, સરકાર ફાઇલના સ્ટેટ્સ અંગે જાણકારી હતી. 10 વર્ષ સુધી રાફેલની ખરીદીમાં સમય લાગવા પાછળ તેની ભૂમિકા શું હતી? તેની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકવામાં શું ભૂમિકા રહી?
રજનીકાંતે 2021 ચૂંટણી લડવાની ઘોષણા કરી
4.સુપરસ્ટાર રજનીકાંતે 31 ડિસેમ્બર 2018ના રોજ જાહેરાત કરી હતી કે, 2021માં યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તેઓની પાર્ટી તમામ 234 સીટો પર ચૂંટણી લડશે. 
5.જો કે, આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ઉભા રહેવા અંગે તેઓએ કહ્યું કે, આના પર નિર્ણય યોગ્ય સમયે જ લેવામાં આવશે. લોકલ બોડીઝની ચૂંટણી લડવાનો તેઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
કમલે પાર્ટી બનાવી, આપ સાથે નિકટતા
6.તમિળ સિનેમાના બીજા સુપરસ્ટાર કમલ હાસન પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી ચૂક્યા છે. મક્કલ નિધિ માયમ એટલે કે, પીપલ્સ જસ્ટિસ સેન્ટર નામથી બનાવવામાં આવેલી તેઓની પાર્ટી તમિલનાડુમાં છેલ્લાં કેટલાંક સમયથી સમાચારમાં રહી. 
7.આમ આદમી પાર્ટીના કન્વેનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે થોડાં દિવસોથી તેઓ મદુરાઇમાં એક મંચ પર જોવા મળ્યા હતા.  
લોકસભા ચૂંટણી 2014માં તમિલનાડુની સ્થિતિ
8.
પાર્ટી  સીટ      મત
અણ્ણાદ્રમુક 37  44.9%
ભાજપ 1 5.5%
પીએમકે 1 4.5%
દ્રમુક  0 23.9%
કુલ  39  

 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી