રક્ષાબંધનની ખુશીમાં પીએમ મોદીએ સોનિયા મિર્ઝા, કોઈના મિત્ર સહિત 55 મહિલાનો કરી ફોલો, શુભેચ્છા પણ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર પર ફોલઅરર્સ અંદાજે 4 કરોડ 37 લાખ છે

divyabhaskar.com | Updated - Aug 27, 2018, 10:06 AM
On the Rakshabandan, Narendra Modi followed 55 women, including Sania Mirza, Koena Mitra

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રક્ષાબંધનના દિવસે ટ્વિટર પર 55 મહિલાને ફોલો કરી છે. તેમાં બેડમિંટન ખેલાડી અશ્વિની પોનપ્પા, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, ખેલાડી પીટી ઉષા, પૂર્વ મિસ ઈન્ડિયા અને બાળ અધિકારી કાર્યકર્તાના નામ પણ સામેલ છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રક્ષાબંધનના દિવસે ટ્વિટર પર 55 મહિલાને ફોલો કરી છે. તેમાં બેડમિંટન ખેલાડી અશ્વિની પોનપ્પા, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, ખેલાડી પીટી ઉષા, પૂર્વ મિસ ઈન્ડિયા અને બાળ અધિકારી કાર્યકર્તાના નામ પણ સામેલ છે. પત્રકારોમાં રોમાના ઈસાર ખાન અને શ્વેતા સિંહ, પદ્મા જોશી, શીલા ભટ્ટ અને શાલિની સિંહને પણ મોદીએ ફોલો કર્યા કર્યા છે.

વડાપ્રધાને બોલિવૂડમાં અભિનેત્રી કોઈના મિત્રા, વેટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી, ફોટ પત્રકાર રેણુકા પુરીને પણ ફોલો કર્યા છે. તે સિવાય ભાજપના અમુક કાર્યકર્તાઓ અને રાજ્ય સરકાર મંત્રીઓને પણ મોદીએ ફોલો કર્યા છે. ઘણી મહિલાઓએ મોદીનો આભાર માન્યો છે અને તેમને રક્ષાબંધનની શુભેચ્છા પણ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ રવિવારે ટ્વિટ કરીને દેશની જનતાને રક્ષાબંધનની શુભેચ્છા આપી હતી. તેમને તેમના ઘરે રક્ષાબંધનની ઉજવણી પણ કરી હતી. આ દરમિયાન ઘણાં સ્કૂલના બાળકો અને મહિલાઓ તેમને રાખડી બાંધવા તેમના ઘરે આવ્યા હતા.

મોદી દુનિયાના બીજા ક્રમના સૌથી વધારે ફોલો થતાં નેતા


મોદી તેમના ટ્વિટર હેન્ડલથી અંદાજે 2,000 લોકોને ફોલો કરે છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ પર તેમના 4 કરોડ 37 લાખ ફોલઅર્સ છે. આ પ્રમાણે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ પછી દુનિયામાં સૌથી વધારે ફોલો થતાં નેતા છે. તેમનું અન્ય એક ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પીએમઓ ઈન્ડિયાના અંદાજે 2 કરોડ 69 લાખ ફોલોઅર્સ છે. જ્યારે તેઓ આ એકાઉન્ટ પરથી 438 લોકોને ફોલો કરે છે.

X
On the Rakshabandan, Narendra Modi followed 55 women, including Sania Mirza, Koena Mitra
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App