લોકસભાનું સમાપન સત્ર / ગળે મળવા અને ગળે પડવા વચ્ચેના અંતરનો ખ્યાલ મને સંસદમાં જ થયો- મોદી

Divyabhaskar.com | Updated - Feb 14, 2019, 07:45 AM

  • 16મી લોકસભાની બુધવારે અંતિમ બેઠક હતી
  • ગૃહ સ્થગિત થાય તે પહેલાં વડાપ્રધાન મોદીનું સંબોધન
  • મોદીએ કહ્યું- છેલ્લા પાંચ વર્ષમાં વિપક્ષે આ ગૃહની તાકાત વધારી 

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ બુધવારે 16મી લોકસભાના સમાપન સત્રમાં સંબોધન કર્યું. મોદીએ કહ્યું કે, ત્રણ દશકા પછી અમે પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી હતી. આઝાદી પછી પહેલી વખત કોંગ્રેસના ગોત્રવાળી સરકાર બની હતી. કોંગ્રેસનું ગોત્ર નથી એવી પહેલી ગઠબંધનવાળી સરકાર અટલજીની હતી અને પૂર્ણ બહુમતવાળી સરકાર 2014માં બની હતી. વડાપ્રધાને વિપક્ષની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું- જો 5 વર્ષના લેખાજોખા જોવામાં આવે તો વિપક્ષે તાકાત વધારવાનું કામ કર્યું. ગૃહમાં તમામ સાથીઓનું આમાં ગૌરવપૂર્ણ યોગદાન છે.

આ કાર્યકાળમાં મહિલા સાંસદોની ભાગીદારીમાં વધારો: મોદીએ કહ્યું 16મી લોકસભા પર આ વાત માટે ગર્વ કરીશું કે દેશમાં થયેલી તમામ ચૂંટણીઓમાં આ વખતની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધારે છે. 44 મહિલા સાંસદો પહેલી વખત આવી છે. તમામ મહિલાઓએ તેમની હાજરી નોંધાવી હતી. જેથી આપણે તેમનું અભિનંદન કરવુ જોઈએ. પહેલી વખત સ્પીકર મહિલા છે, રજિસ્ટ્રાર જનરલ અને સિક્યુરીટી જનરલ પણ મહિલા છે. આપણા રક્ષામંત્રી અને વિદેશ મંત્રી પણ એક મહિલા જ છે.

મોદીએ કહ્યું- આજે દેશનાં વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે: વડાપ્રધાને કહ્યું- આજે દેશ દુનિયાનું છઠ્ઠા નબંરની અર્થવ્યવસ્થા બન્યું છે. નીતિ-નિર્ધારણ અહીંથી જ થયું છે અને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની તરફ આપણે ઝડપથી વધી રહ્યા છીએ. આજે ભારતનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે, આગળ વધવા માટે સંકટોથી લડવા માટે આટલી તાકાત જરૂરી છે.

આજે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે: મોદીએ કહ્યું કે, અવકાશમાં આપણે પોતાનું અલગ સ્થાન બનાવ્યુ છે. વૈશ્વિક વાતાવરણમાં ભારતને ગંભીરતાથી સાંભળવામાં આવે છે. લોકોનો ભ્રમ હોય છે કે મોદી-સુષ્માનાં કાર્યકાળમાં દુનિયાભરમાં આપણી વાતને ગંભીરતાથી લેવામાં આવે છે. પરંતુ તેની પાછળનું કારણ બહુમતની સરકાર છે. દુનિયા તેને ઓળખે છે. 30 વર્ષ સુધી તેની ખામીને કારણે ઘણુ નુકસાન થયું છે. એ દેશનો નેતા જેની પાસે પૂર્ણ બહુમતી હોય છે, ત્યારે દુનિયા પણ ઓળખે છે કે તેની પોતાની એક શક્તિ છે. જેનો જશ ન તો મોદીને જાય છે ન તો સુષ્માને આ શ્રેય દેશની સવા સો કરોડ દેશવાસીઓનાં નિર્ણયને જાય છે.

વિશ્વભરમાં માનવતાના કામોમાં ભારતે મોટી ભૂમિકા ભજવી: PMએ કહ્યું- વિદેશોમાં અનેક સંસ્થાઓમાં ભારતને સ્થાન મળ્યું, તેને સાંભળવામાં આવ્યાં. બાંગ્લાદેશમાં જમીન વિવાદનું આ ગૃહમાં જ ઉકેલ કાઢવામાં આવ્યો. અમારી પોતાની એક વિશેષતા રહી છે કે અમે મળીને આ કામ કર્યું છે. અમારી વિદેશ નીતિનું એક નવો જ અધ્યાય સામે આવ્યો. વિશ્વમાં માનવાધિકાર, માનવ મૂલ્યો પર વિશ્વના કોઈ એક ખૂણાનો અધિકારી રહ્યો છે, એવું લાગે છે. અમે માનવાધિકાર વિરોધી જેવી છબી બની ગઈ હતી. ગત 5 વર્ષમાં નેપાળમાં ભૂકંપ, ફિજીમાં સાઈક્લોન, શ્રીલંકામાં પાણીનું સંકટ, મ્યાનમારની મુસીબત રહી હયો. યમનમાં ફસાયેલા લોકોને પરત લાવવાની વાત હોય. માનવતાના કામમાં ભારતે ઘણી જ મોટી ભૂમિકા ભજવી છે. યોગના સંબંધે યુએનમાં સૌથી તેજ રિઝોલ્યૂશન પાસ કરાયું, મહાત્મા ગાંધી, આંબેડકરની વિશ્વના અનેક દેશોમાં જન્મદિવસ ઉજવવામાં આવે છે. વિશ્વના 125 દેશોના પ્રસિદ્ધ ગાયકોએ વૈષ્ણવ જનને ગાઈને 150મી જયંતિની ઘણી મોટી ઓળખ આપી.

ભ્રષ્ટાચાર-કાળાનાણા સામેનો કાયદો બનાવીને ભાવિ પેઢીઓની સેવા કરી છે: તેમણે કહ્યું કે, આશરે 219 બિલ લાવવામાં આવ્યા અને 203 પસાર કરવામાં આવ્યા છે. જેમાંથી ગૃહમાં જે આજે સભ્યો છે , તેઓ જ્યારે પણ આ 16મી લોકસભા વિશે જણાવશે તો તેઓ ગર્વથી કહેશે કે અમે તે કાર્યાલયનાં સભ્ય હતા, જેમાં કાળાનાણા અને ભ્રષ્ટાચાર સામે કડક કાયદો બનાવામા આવ્યા છે. આ ગૃહે આવનારી સદીની સેવા કરી છે. આધારને પણ આ ગૃહમાં લાગુ કરાયુ છે, જેને વિશ્વનું ધ્યાન ખેચ્યુ છે. આ ગૃહે સામાજિક ન્યાય માટે ગરીબ સર્વણોને 10% અનમાત આપી છે.

આ પહેલો કાર્યકાળ હતો, બાકી મુલાયમજીએ જણાવી દીધું: મોદીએ કહ્યું- ઓબીસી માટે કમીશન બનાવવાનો વિષય હોયય કે એસસી-એસટી એક્ટની વાત હોય, અમે તેને એક કર્યું. મેટરનિટી બેનિફિટના મામલે વિશ્વના સમૃદ્ધ દેશ આશ્ચર્ય વચ્ચે તેને 12 અઠવાડીયાથી 26 અઠવાડીયા કરવામાં આવ્યાં. અમે 1400થી વધુ કાયદાઓને ખતમ કર્યા. કાયદાના જંગલમાં અમે રસ્તાઓ શોધવાની શુભ શરૂઆત કરી, થોડું બાકી છે. આ મારો પહેલો કાર્યકાળ છે અને ઘણું હજુ બાકી છે. તેને પણ કરીશું, બાકી તેના માટે મુલાયમજીએ આજે કહી જ દીધું છે.

ગૃહમાં જહાજો ઉડાડવામાં આવ્યા, મોટા મોટા લોકોએ ઉડાવ્યા: વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ, અમે ક્યારે-ક્યારે સાંભળતા હતા કે ભૂંકપ આવશે. 5 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, પરંતુ હજુ ભૂકંપ આવ્યો નથી. ક્યારેક જહાજ ઉડાડવામાં આવ્યા, મોટા મોટા લોકોએ જહાજ ઉડાવ્યા હતા. લોકતંત્રની મર્યાદા એવી છે કે ભૂકંપ પણ પચી ગયો અને કોઈ જહાજ એટલી ઊંચાઈએ જઈ શક્યુ નહીં. ક્યારેક એવા શબ્દોનો ઉપયોગ પણ થયો જે ન થવો જોઈએ. કોઈ પણ સભ્ય દ્વારા આવું થયું તો માફીની પ્રાર્થના કરુ છું.

નતમસ્તક થઈને તમામ સાંસદોનો આભાર: PMએ કહ્યું કે, "પહેલી વખત અહીં આવ્યો છું તો ઘણી વસ્તુ નવી જાણવા માટે મળી, જેનો મને અર્થ જ ખબર ન હતી. પહેલી વખત મને ખબર પડી કે ગળ મળવું અને ગળે પડવા વચ્ચેનું શું અંતર હોય છે. પહેલી વખત ગૃહમાં જોઈ રહ્યો છું કે આંખોથી ગુસ્તાખિયાં થાય છે. આ ખેલ પણ પહેલી વખત આ ગૃહમાં જોવા મળ્યો. આ દેશના મીડિયાએ પણ ઘણી મજા લીધી. સંસદની ગરિમા બનાવી રાખવી દરેક સભ્યનું દાયિત્વ છે અને અમે તેના ભરપૂર પ્રયાસો કર્યા છે. આ વખતે આપણી સાંસદ મહોદયાના ટેલેન્ટનો પણ અનુભવ મળ્યો એક દિવસ ભાષણ આપી રહ્યો હતો રાષ્ટ્રપતિજી ઉપર તો ગૃહમાં અટ્ટાહાસ્ય સાંભળવા મળતું હતું. એન્ટટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીવાળાઓને તેની જરૂર છે, તો તેને યૂ-ટ્યુબથી આટલા ભાગનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દેવી જોઈએ. કદાચ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીવાળા પણ આવું અટ્ટાહાસ્ય ન કરી શકે. આવી વેશભૂષા જોવા મળી. ટીડીપીના સાથી અમારા એન શિવપ્રસાદજી, શું અદ્ભૂત વેશભૂષા પહેરીના આવતા હતા. દરેક ટેન્શન તેમના અટેન્શમાં બદલાય જતું. હંસી-ખુશી વચ્ચે અમારું કાર્યકાળ પસાર થયું છે અને ઘણું શીખ્યો છું. પહેલી ઈનિંગમાં તમે જે મદદ કરી છે તેનો આભારી છું. દરેક સ્ટાફનો ધન્યવાદ. હું નત મસ્તક થઈને તમામ સાંસદોનો હ્રદયથી આભાર વ્યકત કરું છું, ધન્યવાદ."

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App