Home » National News » Latest News » National » PM Narendra Modi arrives in Mumbai to attend IIT-Bombay convocation ceremony

IIT હવે ઈન્ડિયાઝ ઇન્સટ્રુમેન્ટ ફોર ટ્રાંસફોર્મેશન બને, લક્ષ્ય નક્કી કરવું સૌથી જરૂરી- મોદી

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 12:32 PM

1958માં સ્થાપિત IIT બોમ્બે આ વર્ષે ડાયમંડ જ્યુબિલી મનાવી રહ્યું છે.

  • PM Narendra Modi arrives in Mumbai to attend IIT-Bombay convocation ceremony
    મેં વર્લ્ડ ફ્યૂલ ડે પર કહ્યું હતું કે ક્લીન એનર્જી પર દેશના IIT ઇન્સ્ટીટયૂટમાં ભણાવવામાં આવે- મોદી

    મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક દિવસ માટે મુંબઈ પહોંચ્યા છે. તેઓએ બોમ્બે IITના 56માં દીક્ષાંત સમારંભમાં 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 43 છાત્રોને સિલ્વર મેડલ આપ્યાં. મોદીએ કહ્યું, "આજે 11 ઓગસ્ટ છે. આજના દિવસે જ 110 વર્ષ પહેલાં દેશની આઝાદી માટે ખુદીરામ બોસે પોતાનું સર્વસ્વ પ્રદાન કર્યું હતું. આઝાદી માટે તેઓએ પ્રાણ આપ્યાં, પોતાનું બધું જ સમર્પિત કરી તેઓ અમર થઈ ગયા. પરંતુ આપણાં લોકોને આઝાદી માટે મરવાનું સૌભાગ્ય ન મળ્યું. જો કે આપણે આઝાદ ભારત માટે જીવી શકીએ છીએ."

    આજે એનર્જી અને એન્વાયરમેન્ટ મોટો પડકાર


    - વડાપ્રધાને કહ્યું કે, "IIT તે સંસ્થાનોમાં છે જે ન્યૂ ઈન્ડિયાની ન્યૂ ટેકનોલોજી માટે કામ કરે છે. આવનારા સમયમાં વિશ્વનો વિકાસ કેવો હશે, તે નવી ટેકનોલોજી નક્કી કરશે. એવામાં તમારો રોલ ઘણો જ મહત્વનો હશે. આજે એનર્જી અને એન્વાયરમેન્ટ સૌથી મોટો પડકાર છે. મને વિશ્વાસ છે કે આ બંને ક્ષેત્રે રિસર્ચ માટે એક યોગ્ય વાતાવરણ સ્થાપિત થશે. સોલર એનર્જી ક્લીન એનર્જીનો એક મોટો સોર્સ સાબિત થવાનો છે. મેં વર્લ્ડ ફ્યૂલ ડે પર કહ્યું હતું કે ક્લીન એનર્જી પર દેશના IIT ઇન્સ્ટીટયૂટમાં ભણાવવામાં આવે. આજે IITની પરિભાષા અમારા માટે થોડી બદલાઈ ગઈ છે. IIT ઈન્ડિયા ઇસ્ટ્રુમેન્ટ ફોર ટ્રાંસફોર્મેશન બની ગયા છે."

    જૂનાં રીતરિવાજોને છોડવા પડશે

    - મોદીએ કહ્યું કે, "અહીં જેટલાં લોકો પણ બેઠાં છે તેઓ કાં તો શિક્ષક છે કે પછી ભવિષ્યના લીડર. તમે આવનારાં ભવિષ્યમાં પોલિસી મેકિંગના કામમાં લાગી જશો. શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, તેમાં તમારૂ વિઝન પણ હશે. જૂનાં રીત રિવાજોને છોડવાનું કામ સહેલું નથી હોતું. સરકારી વ્યવસ્થાની સાથે પણ આવું થાય છે. તમને લોકોને આગ્રહ છે કે તમારી અસફળતાને મનની કાઢો. નવા સંસ્થાનનો પાયો નાંખવાનો છે. આવી અનેક સમસ્યાઓ છે જેનું સમાધાન તમે શોધી શકો છો. તમારા દરેક વિચાર સાથે આ સરકાર ઊભી છે. તમારી સાથે ચાલવા માટે તૈયાર છે. આ એક પડાવ છે. સાચો પડકાર તમારી બહારે રાહ જોઈ રહ્યો છે. તેનાથી તમારા પરિવાર અને સવા સો કરોડ દેશવાસીઓની આશા જોડાયેલી છે."

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending