તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીએમ મોદીની આજે અજમેરમાં રેલી, બીજેપીનો દાવો- 3 લાખ લોકો ભેગા થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીએ અજમેરમાં વિશાળ રેલીને સંબોધી. - Divya Bhaskar
મોદીએ અજમેરમાં વિશાળ રેલીને સંબોધી.

અજમેરઃ રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અજમેર પહોંચ્યા. વસુંધરા રાજેએ 4 ઓગસ્ટે રાજસમંદથી આ યાત્રા શરૂ કરી હતી. જેનો સમાપન સમારોહમાં આજે પીએમ મોદી અજમેરના કાયડ પહોંચ્યા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં વસુંધરા રાજેને રાજસ્થાનમાં લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી ગણાવ્યા. મોદીએ ભાજપના કાર્યકર્તાઓને ઉદ્દેશીને કહ્યું કે, હું વડાપ્રધાન દેશ અને દુનિયા માટે છું પરંતુ ભાજપ માટે તો માત્ર કાર્યકર્તા જ છું. મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, તેઓ 60 વર્ષ સત્તામાં રહ્યા બાદ વિપક્ષમાં પણ નિષ્ફળ રહ્યા છે. 

 

મોદીએ વોટ બેન્કના રાજકારણ પર કર્યા પ્રહાર


મોદીએ પોતાના ભાષણમાં વોટ બેન્કના રાજકારણ પર પ્રહાર કરતા વિપક્ષી પાર્ટીઓને નિશાને લીધી. તેઓએ કહ્યું કે, એક તરફ વોટ બેન્કનું રાજકારણ રમે છે, જ્યારે બીજી તરફ સૌનો સાથ, સૌનો વિકાસ છે. આ રાજનીતિમાં જમીન-આસમાનનો ફરક હોય છે. જે વોટ બેન્કનું રાજકારણ કરે છે, તે ક્યારેક હિન્દુ-મુસ્લિમ કરે છે, ક્યારે જાતિભેદ ઊભો કરે છે, ક્યારેક અમીર-ગરીબ, ક્યારેક વૃદ્ધ-યુવા...એટલે જ્યાં તક મળે એક બીજાને સામે કરી દો અને એકને ભેટીને રાજકારણ કરી લેશે. તોડવું સરળ હોય છે અને જોડવા માટે જિંદગી ખપાવી પડે છે અને અમે જોડનારા છીએ.

 

'સંગઠન માટે સ્કૂટર પર ફરતો એ જ નરેન્દ્ર છું'

 

મોદીએ કહ્યું, લોકોએ આજે રાજસ્થાનના ભવિષ્યની હસ્તરેખા લખી દીધી. હું અહીંના ભાજપ પ્રદેશ અધ્યક્ષને વિશ્વાસ આપું છું કે હું તે જ નરેન્દ્ર મોદી છું જે એક સમયે સ્કૂટર પર બેસીને સંગઠનનું કામ કરતો હતો. દેશ-દુનિયા માટે હું ભલે વડાપ્રધાન છું પરંતુ ભાજપ માટે એક કાર્યકર્તા છું. તે મુજબ પાર્ટી જે પણ જવાબદારી આપશે તેને ખંતથી પૂરો કરવાનો પ્રયાસ કરીશ.  

 

'ભાજપ સરકારો હિસાબ આપવામાં મોઢું નથી સંતાડતી'

 

મોદીએ વસુંધરા રાજેની ગૌરવ યાત્રા પર કહ્યું, યાત્રા સરળ નથી હોતી. વિરોધી દળમાં રહીને માનસિક સંતુલન ન હોય, જે બોલવાનું હોય બોલી દીધું. ત્યારે પણ યાત્રા સરળ નથી હોતી. પરંતુ પાંચ વર્ષ સરકાર ચલાવ્યા બાદ એક-એક પૈસાનો હિસાબ આપવા માટે જનતાની વચ્ચે જવું સમર્પણ ભાવ વિના શક્ય નથી હોતું. ભાજપ જ્યાં હોય, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે છત્તીસગઢ હોય, અમે જનતાની વચ્ચે જઈને પોતાના કામનો હિસાબ આપવામાં મોઢું નથી સંતાડતા. અમે ખોટું નથી બોલતા. અમે સર્વજન હિતાય-સર્વજન સુખાય માટે કામ કરીએ છીએ.

 

અગાઉ ભાજપે દાવો કર્યો હતો કે, વડાપ્રધાનની રેલીમાં 3 લાખ લોકો ભેગા થશે, રેલીમાં સામેલ થવા માટે ખુદ વસુંધરા રાજે શુક્રવારે અજમેર પહોંચી ગયા છે. અહીં તેમણે સ્ટેજથી લઈને લોકોના બેસવા સુધીની વ્યવસ્થા તપાસી હતી. વસુંધરા રાજેએ કહ્યું હતું કે, સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરીને જનતાને રાહત આપી છે. પીએમ મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે અને તેમના આગમનથી રાજસ્થાનના બીજેપી કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો આવશે.

અન્ય સમાચારો પણ છે...