મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિને કરાવશે બનારસની મુલાકાત, બોટમાં થશે ચર્ચા

અસ્સી ઘાટથી મણિકર્ણિકા સુધી પાંચ કિલોમીટર બૂલેટપ્રૂફ બોટમાં બેસીને જશે

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 04:52 PM
મૈક્રોં 9 માર્ચે ભારત પહોંચશે. તેઓ 4 દિવસના ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર ભારત આવી રહ્યા છે. (ફાઇલ)
મૈક્રોં 9 માર્ચે ભારત પહોંચશે. તેઓ 4 દિવસના ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર ભારત આવી રહ્યા છે. (ફાઇલ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોંને બનારસમાં ફેરવશે. તેઓ અસ્સી ઘાટથી મણિકર્ણિકા સુધી પાંચ કિલોમીટર બૂલેટપ્રૂફ બોટમાં બેસીને જશે. આ દરમિયાન તેમની વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. સાંજે તેઓ ગંગા આરતીમાં સામેલ થશે. બંને નેતાઓ શહેરમાં આશરે 6 કલાક વીતાવશે.

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોંને બનારસમાં ફેરવશે. તેઓ અસ્સી ઘાટથી મણિકર્ણિકા સુધી પાંચ કિલોમીટર બૂલેટપ્રૂફ બોટમાં બેસીને જશે. આ દરમિયાન તેમની વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. સાંજે તેઓ ગંગા આરતીમાં સામેલ થશે. બંને નેતાઓ શહેરમાં આશરે 6 કલાક વીતાવશે.

ફ્રાન્સમાં મોદીએ કરી હતી 'નાવ પર ચર્ચા'

- મોદી એપ્રિલ 2015માં ફ્રાન્સ ગયા હતા. ત્યારે તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલેન્ડ સાથે સીન નદી પર બોટ રાઇડની લિજ્જત માણી હતી. તેને જ 'નાવ પર ચર્ચા' નામ આપવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે પરમાણુ ઊર્જા સહિત ઘણા ક્ષેત્રોમાં 20 કરાર થયા હતા.

ગંગા આરતીને ભવ્ય બનાવવાની તૈયારી

- મોદીના આવવાની તારીખ નક્કી થતાની સાથે જ એડમિનિસ્ટ્રેશન સતર્ક થઇ ગયું છે.

- આ વખતે ગંગા આરતીને ભવ્ય બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
- એડમિનિસ્ટ્રેશન ગંગા આરતીને દશાશ્વમેધ અને અસ્સી ઘાટમાંથી કોઇ એક જગ્યાએ કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.

દરેક ઘાટ પર દેખાશે કાશીનો વારસો

- આ વખતે ઘાટો પર બનારસની સંસ્કૃતિને બતાવવામાં આવશે. આ માટે દશાશ્વમેધથી લઇને અસ્સી ઘાટ સુધી પ્રદર્શન લગાવવામાં આવશે.

- તેમાં વેદોનું ઉચ્ચારણ કરતા બટુક અને તબલા, સિતાર, સારંગી વગાડતા કલાકારો હશે. સાથે જ સાધુ-સંતો પ્રાર્થના કરતા જોવા મળશે.

મિર્જાપુરમાં કરશે સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન

- મોદી અને મૈક્રોં બનારસ જતા પહેલા મિર્ઝાપુર જશે. અહીંયા દાદરકલા ગામમાં 650 કરોડના ખર્ચે બની રહેલા 75 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

- ફ્રાન્સની કંપની એનવોયર સોલાર પ્રાઇવેટ લિમિટેડ અને નેડાની મદદથી આ સોલાર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઉદ્ઘાટન દરમિયાન લગભગ 45 મિનિટ બંને લીડર મિર્ઝાપુરમાં રહેશે.

મોદી અને મૈક્રોં કૈલાસ નામની બોટથી મુસાફરી કરી શકે છે. (ફાઇલ)
મોદી અને મૈક્રોં કૈલાસ નામની બોટથી મુસાફરી કરી શકે છે. (ફાઇલ)
X
મૈક્રોં 9 માર્ચે ભારત પહોંચશે. તેઓ 4 દિવસના ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર ભારત આવી રહ્યા છે. (ફાઇલ)મૈક્રોં 9 માર્ચે ભારત પહોંચશે. તેઓ 4 દિવસના ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર ભારત આવી રહ્યા છે. (ફાઇલ)
મોદી અને મૈક્રોં કૈલાસ નામની બોટથી મુસાફરી કરી શકે છે. (ફાઇલ)મોદી અને મૈક્રોં કૈલાસ નામની બોટથી મુસાફરી કરી શકે છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App