Home » National News » Latest News » National » PM Modi will interact via NAMO app to the beneficiaries of Mudra Yojna

મુદ્રા યોજના હેઠળ 12 Cr લોકોને લોન આપી, જેમાં 75% મહિલાઓ: મોદી

Divyabhaskar.com | Updated - May 29, 2018, 10:24 AM

વડાપ્રધાને ગઇકાલે જ ઉજ્જલવા યોજનાનો લાભ મેળવનારી દેશભરની મહિલાઓ સાથે વાત કરી હતી

 • PM Modi will interact via NAMO app to the beneficiaries of Mudra Yojna
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે.

  નવી દિલ્હી: નરેન્દ્ર મોદી મંગળવારે નમો એપ દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદીએ કહ્યું- 'અમે આઝાદી પછીથી જ લાયસન્સ રાજ જોયું. લોન તેને જ મળતી હતી જેમનું મોટું નામ હોય, જેની ભલામણ થયેલી હોય. ગરીબોને સિસ્ટમની બહાર રાખી દીધા હતા. તેઓ પોતાના કામનો વિસ્તાર જ નહોતા કરી શકતા. મુદ્રા યોજનાએ વ્યાજખોર લોકોની ચુંગાલમાંથી દેશના યુવાધનને બચાવ્યું છે. મુદ્રા યોજનાથી સામાન્ય માણસની પ્રતિભાને ઓળખ મળી છે.' ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને ગઇકાલે જ ઉજ્જલવા યોજનાનો લાભ મેળવનારી દેશભરની મહિલાઓ સાથે વાત કરી હતી.

  'અમે 12 કરોડ લોકોને લોન આપી જેમાં 75% મહિલાઓ છે'

  - નરેન્દ્ર મોદીએ કહ્યું, "મુદ્રા એક એવી યોજના છે જેમાં લક્ષ્યથી વધુ લોન આપવામાં આવી છે. સૌથી ખુશીની વાત એ છે કે જે 12 કરોડ લોકોને લોન આપી છે તેમાં 74 ટકા એટલે કે 75 ટકા આસપાસ આપણી માતાઓ એટલે કે મહિલાઓ છે. 55 ટકા પછાત વર્ગ એટલે કે એસસી-એશટી અને ઓબીસી સમાજની મહિલાઓને મળી છે. દેશને આપણે ગરીબીના નામ પર કેવી જુદી-જુદી રીતે ગેરમાર્ગે દોરાતો જોયો છે. કેવા-કેવા નારાઓ આપણે સાંભળ્યા છે. ત્રીસ-ચાલીસ વર્ષોથી આ સાંભળતા-સાંભળતા ગરીબનો તો વિશ્વાસ જ ઊઠી ગયો છે. જે કાફલો બેંકો સાથે શરૂ થયો હતો, આજે તેમાં અનેક સંસ્થાઓ પણ જોડાતી ગઇ. તેમાં 110 બેંકો જ નહીં માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ પણ મુદ્રા લોન આપી રહી છે. બેંકોએ આ લોનને આપવાની પ્રક્રિયા સરળ બનાવવાનું કામ કર્યું છે."

  'ગત દિવસોમાં મુદ્રા યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો'

  - મોદીએ કહ્યું, "ઉદ્યમશીલ યુવાઓ અને બહેનો સાથે વાતચીત કરવાનો મને આ અવસર મળ્યો છે. હવે એ લોકો છે જે બાંધેલા રસ્તે ચાલવાને બદલે પોતાના રસ્તા પોતે નક્કી કરે છે. દેશની સમૃદ્ધિ અને સાહસમાં તમારી આ પહેલનું મહત્વનું સ્થાન છે. આજે મારી સાથે આખો દેશ તમારી આ યાત્રાના સંસ્મરણોને સાંભળવા માટે આ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયો છે. ગત દિવસોમાં મને મુદ્રા યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. તેમની કહાનીઓ સંતોષ આપે છે અને ગૌરવાન્વિત કરે છે. ત્યારે જ મેં નક્કી કર્યું કે દેશભરના મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીશ."

  પીએમએ વર્ણવ્યા કેટલાક લાભાર્થીઓના કિસ્સાઓ

  - પીએમ મોદી બોલ્યા- "બેંક ગેરંટી વગર, ઓછા વ્યાજગરો પર લોન મળવાથી યુવાનો પોતાના શહેર અથવા ગામડામાં રહીને જ પોતાના દમ પર કોઇને કોઇ રોજગાર શરૂ કરી શકે છે. આજે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ મુદ્રા લોન મળી રહી છે. સામાન્ય વ્યક્તિ પણ મુદ્રા લોનની મદદથી ઉદ્યોગપતિ બની શકે છે."

  - "મુદ્રા યોજનાના લાભાર્થી નાસિકના હરિ ગણૌર ઠાકુરે જણાવ્યું કે આ યોજનાએ તેમની જિંદગી બદલી નાખી."
  - "મુદ્રા યોજનાના લાભાર્થી કર્ણાટકના મંજુનાથે જણાવ્યું કે તેમણે સરકારી નોકરીની જગ્યાએ મુદ્રા યોજનાથી લોન લઇને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. હવે તેઓ સમયસર લોન પણ ચૂકવી રહ્યા છે અને 4 લોકોને રોજગાર પણ આપી રહ્યા છે."
  - "મુદ્રા યોજનાના લાભાર્થી આસામના હૃદય ડેકાએ જણાવ્યું કે મુદ્રા લોન લઇને તેમણે પોતાના ચાના બિઝનેસને આગળ વધાર્યો. મેં કહ્યું અચ્છા, તમે પણ મારા જેવા જ છો."
  - "મોટા લોકો લોન લઇને ભાગે છે, ગરીબ લોકો લોન ચૂકવીને સન્માનની જિંદગી જીવવાનું જાણે છે."

  'અમે અમારા નવયુવાનો પર ભરોસો કર્યો'

  - નરેન્દ્ર મોદીએ કહ્યું, "દેશના ભવિષ્યમાં તમારા જેવા ઉદ્યમીઓનું મોટું યોગદાન છે. આજથી 25-30 વર્ષ પહેલા લોન મળતી હતી પરંતુ રાજકીય સિદ્ધાંતો રાખતા ચેલાઓ બેંકોમાંથી રૂપિયા મારી લેતા હતા. 25-30 વર્ષ પહેલા રાજકીય ફાયદાઓ માટે લોનમેળા થતા હતા. અમે મુદ્રા યોજનાની એવી પ્રોડક્ટ તૈયાર કરી જે દેશવાસીઓ માટે મોટો અવસર બની ગઇ. અમે અમારા નવયુવાનો પર ભરોસો કર્યો. તેમને મુદ્રા યોજના હેઠળ લોન આપી, જેથી તેઓ પોતાનો વેપાર ખોલી શકે. પોતાની પ્રોડક્ટ બજારમાં લાવવાની રીતો શોધી શકે. તેનાથી ન ફક્ત સ્વરોજગારની તકો ઊભી થઇ, પરંતુ લોકોને રોજગારનો મોકો મળ્યો."

 • PM Modi will interact via NAMO app to the beneficiaries of Mudra Yojna
  મુદ્રા યોજનામાં લોન આપવાની 3 કેટેગરી છે- શિશુલોન, કિશોર માટે લોન, તરૂણો માટે લોન. (પ્રતીકાત્મક)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ