મોદીએ કર્યું પેમેન્ટ્સ બેંકનું ઉદ્ધાટન, કહ્યું- હવે પોસ્ટમેન બની ગયા છે હરતી-ફરતી બેંક

આઇપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઇન્ટ્સ હશે, જ્યાં સમાન રીતે એકસાથે શુભારંભ કાર્યક્રમો યોજાયા છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 04:36 PM
મોદીએ કર્યું પેમેન્ટ્સ બેંકનું ઉદ્ઘાટન
મોદીએ કર્યું પેમેન્ટ્સ બેંકનું ઉદ્ઘાટન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક' (આઇપીપીબી)નો શુભારંભ કરશે. આઇપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઇન્ટ્સ હશે, જ્યાં સમાન રીતે એકસાથે શુભારંભ કાર્યક્રમો યોજવામાં આવશે. આખા દેશમાં તમામ 1.55 લાખ પોસ્ટઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધી આઇપીપીબી સાથે જોડાઇ જશે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક' (આઇપીપીબી)નું ઉદ્ઘાટન કર્યું છે. આઇપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઇન્ટ્સ હશે, જ્યાં સમાન રીતે એકસાથે શુભારંભ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમ સાથે 20 લાખ લોકો જોડાયેલા છે. તેમની સાથે ઘણા મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિત અન્ય નેતાઓ હાજર છે. આખા દેશમાં તમામ 1.55 લાખ પોસ્ટઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધી આઇપીપીબી સાથે જોડાઇ જશે.

'પહાડોમાં વસતા આદિવાસીઓને પણ હવે મળશે બેંકિંગ સુવિધાઓ'

- પીએમ મોદીએ કહ્યું, "IPPBના લોન્ચ પછી હવે પોસ્ટમેેન ચાલતી-ફરતી બેંક બની ગયા છે. સરકાર પર લોકોને વિશ્વાસ ચોક્કસપણે ડગી ગયો છે, પરંતુ પોસ્ટમેન પ્રત્યે ક્યારેય નહીં ડગે. પહેલા તો પોસ્ટમેનને ચોર અને ડાકૂઓ પણ હેરાન નહોતા કરતા."

- "દૂર પહાડોમાં વસતા લોકો અને જંગલોમાં વસતા આદિવાસીઓ સહિત દરેક ભારતીય પાસે બેંકિંગ સુવિધા પહોંચાડવાનો રસ્તો આઇપીપીબીના લોન્ચ સાથે શરૂ થઇ ગયો છે."

- "પોસ્ટમેન અને પોસ્ટઓફિસ આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે. આજથી દેશમાં ડાકિયા ડાક લાયાની સાથે-સાથે ડાકિયા બેંક લાયા તરીકે પણ ઓળખાશે. "

પોસ્ટઓફિસની વિશાળ નેટવર્કને આઇપીપીબીનો મળશે લાભ

- આઇપીપીબીને સામાન્ય માણસ માટે એક સુગમ, પરવડે તેવી અને વિશ્વાસપાત્ર બેંકના રૂપમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારના નાણાકીય ઉદ્દેશોને ઝડપથી પૂરા કરવામાં મદદ મળે.

- દેશના દરેક ખૂણામાં ફેલાયેલા પોસ્ટલ વિભાગના 3,00,000થી વધુ પોસ્ટમેન અને ગ્રામીણ પોસ્ટઓફિસ કર્મચારીઓના વિશાળ નેટવર્કને આનાથી ઘણો લાભ મળશે. એટલે આઇપીપીબી ભારતમાં લોકો સુધી બેંકોની પહોંચ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકાન ભજવશે.

અનેક બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ થશે

- આઇપીપીબી બચત અને ચાલુ ખાતાઓ, મની ટ્રાન્સફર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, બિલ અને યુટિલિટી પેમેન્ટ્સ અને એન્ટરપ્રાઇઝ તેમજ કમર્શિયલ પેમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાઓ તેમજ તેની સાથે જોડાયેલી અન્ય સંબંધિત સેવાઓને બેંકના અત્યાધુનિત પ્રૌદ્યોગિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહુ-વિકલ્પ માધ્યમો (કાઉન્ટર સેવાઓ, માઇક્રો એટીએમ, મોબાઇલ બેંકિંગ એપ, એસએમએસ અને આઇવીઆર) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમે સેવિંગ્સ અકાઉન્ટની સાથે કરંટ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તમને બચતખાતા પર વધુ વ્યાજ તો આપશે જ સાથે તે તમને ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ આપશે. તેનો અર્થ એ છે કે હવે તમે તમારા ઘરે બેસીને જ બેંક અકાઉન્ટ ખોલાવી શકશો.

નરેન્દ્ર મોદી દિલ્હીમાં પેમેન્ટ્સ બેંકના ઉદ્ઘાટન પ્રસંગમાં.
નરેન્દ્ર મોદી દિલ્હીમાં પેમેન્ટ્સ બેંકના ઉદ્ઘાટન પ્રસંગમાં.
નરેન્દ્ર મોદી દિલ્હીમાં પેમેન્ટ્સ બેંકના ઉદ્ઘાટન પ્રસંગમાં.
નરેન્દ્ર મોદી દિલ્હીમાં પેમેન્ટ્સ બેંકના ઉદ્ઘાટન પ્રસંગમાં.
X
મોદીએ કર્યું પેમેન્ટ્સ બેંકનું ઉદ્ઘાટનમોદીએ કર્યું પેમેન્ટ્સ બેંકનું ઉદ્ઘાટન
નરેન્દ્ર મોદી દિલ્હીમાં પેમેન્ટ્સ બેંકના ઉદ્ઘાટન પ્રસંગમાં.નરેન્દ્ર મોદી દિલ્હીમાં પેમેન્ટ્સ બેંકના ઉદ્ઘાટન પ્રસંગમાં.
નરેન્દ્ર મોદી દિલ્હીમાં પેમેન્ટ્સ બેંકના ઉદ્ઘાટન પ્રસંગમાં.નરેન્દ્ર મોદી દિલ્હીમાં પેમેન્ટ્સ બેંકના ઉદ્ઘાટન પ્રસંગમાં.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App