ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi will go to Britain for Commonwealth head of govt summit Guest list under check

  સમિટમાં ભાગ લેવા બ્રિટન જશે મોદી, ઇવેન્ટથી માલ્યાને દૂર રાખવાનો પ્રયાસ

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 10:38 AM IST

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનમાં થઇ રહેલા 'કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટ'ના શિખર સંમેલનમાં સામેલ થશે
  • નવેમ્બર 2017માં પત્ની ડચેસ ઑફ કોર્નવાલ, કેમિલા પાર્કર બાઉલ્સની સાથે ભારત યાત્રા પર આવેલા પ્રિન્સ ચાર્લ્સે પીએમ મોદીને શિખર સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવેમ્બર 2017માં પત્ની ડચેસ ઑફ કોર્નવાલ, કેમિલા પાર્કર બાઉલ્સની સાથે ભારત યાત્રા પર આવેલા પ્રિન્સ ચાર્લ્સે પીએમ મોદીને શિખર સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. (ફાઇલ)

   નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનમાં થઇ રહેલા 'કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટ'ના શિખર સંમેલનમાં સામેલ થશે. આ સંમેલન 18-19 એપ્રિલના રોજ થશે. મોદી 17 એપ્રિલના રોજ લંડન પહોંચશે અને અહીંયા ઘણા દ્વિપક્ષીય કાર્યક્રમોમાં હિસ્સો લેશે. આ દરમિયાન તેમના બે મુખ્ય પબ્લિક કાર્યક્રમ પણ છે. એક સાયન્સ મ્યુઝિયમમાં અને બીજો ક્રિસ ઇન્સ્ટિટ્યૂટમાં. આ બંને જગ્યાઓની ગેસ્ટ લિસ્ટ પર ભારતીય વિદેશ મંત્રાલયની તીવ્ર નજર છે. મંત્રાલય આ વાત પર વિશેષ ધ્યાન રાખી રહ્યું છે કે વડાપ્રધાન આ કાર્યક્રમમાં ક્યાંક 9 હજાર કરોડની લોન ન ચૂકવનાર આરોપી વિજય માલ્યા સામેલ ન થઇ જાય.

   કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સ પણ હાજર રહેશે

   - સાયન્સ મ્યુઝિયમના કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સ પણ હાજર રહેશે. લંડનમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ અને બ્રિટનની કોલેજ ઑફ મેડિસિનની વચ્ચે એક કરાર હેઠળ આયુષ સેન્ટર ઑફ એક્સેલન્સ ખુલવા જઇ રહ્યું છે. પ્રિન્સ ચાર્લ્સ અને મોદી આ સેન્ટરના ઉદ્ઘાટનના સાક્ષી બનશે.

   નીરવ મોદીની સાથે વડાપ્રધાનનો ફોટો થયો હતો વાયરલ

   - આ જ વર્ષે જાન્યુઆરીમાં દાવોસમાં થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક ગ્રુપ ફોટામાં મોદીની સાથે દેશના ઘણા બિઝનેસમેન જોવા મળ્યા હતા. તેમાં 12 હજાર કરોડના પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી પણ હતો.

   - આ ફોટો વાયરલ થયા બાદ વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ બીજેપીને આ બાબતે સ્પષ્ટતા કરવા પડી હતી.

  • ભાગેડુ જાહેર થયેલા વિજય માલ્યાપર ભારતીય બેંકોનું લગભગ 9 હજાર કરોડનું દેવું છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાગેડુ જાહેર થયેલા વિજય માલ્યાપર ભારતીય બેંકોનું લગભગ 9 હજાર કરોડનું દેવું છે. (ફાઇલ)

   નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનમાં થઇ રહેલા 'કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટ'ના શિખર સંમેલનમાં સામેલ થશે. આ સંમેલન 18-19 એપ્રિલના રોજ થશે. મોદી 17 એપ્રિલના રોજ લંડન પહોંચશે અને અહીંયા ઘણા દ્વિપક્ષીય કાર્યક્રમોમાં હિસ્સો લેશે. આ દરમિયાન તેમના બે મુખ્ય પબ્લિક કાર્યક્રમ પણ છે. એક સાયન્સ મ્યુઝિયમમાં અને બીજો ક્રિસ ઇન્સ્ટિટ્યૂટમાં. આ બંને જગ્યાઓની ગેસ્ટ લિસ્ટ પર ભારતીય વિદેશ મંત્રાલયની તીવ્ર નજર છે. મંત્રાલય આ વાત પર વિશેષ ધ્યાન રાખી રહ્યું છે કે વડાપ્રધાન આ કાર્યક્રમમાં ક્યાંક 9 હજાર કરોડની લોન ન ચૂકવનાર આરોપી વિજય માલ્યા સામેલ ન થઇ જાય.

   કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સ પણ હાજર રહેશે

   - સાયન્સ મ્યુઝિયમના કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સ પણ હાજર રહેશે. લંડનમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ અને બ્રિટનની કોલેજ ઑફ મેડિસિનની વચ્ચે એક કરાર હેઠળ આયુષ સેન્ટર ઑફ એક્સેલન્સ ખુલવા જઇ રહ્યું છે. પ્રિન્સ ચાર્લ્સ અને મોદી આ સેન્ટરના ઉદ્ઘાટનના સાક્ષી બનશે.

   નીરવ મોદીની સાથે વડાપ્રધાનનો ફોટો થયો હતો વાયરલ

   - આ જ વર્ષે જાન્યુઆરીમાં દાવોસમાં થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક ગ્રુપ ફોટામાં મોદીની સાથે દેશના ઘણા બિઝનેસમેન જોવા મળ્યા હતા. તેમાં 12 હજાર કરોડના પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી પણ હતો.

   - આ ફોટો વાયરલ થયા બાદ વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ બીજેપીને આ બાબતે સ્પષ્ટતા કરવા પડી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi will go to Britain for Commonwealth head of govt summit Guest list under check
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top