2019 માટે ભાજપનો પ્લાન તૈયાર, ફેબ્રુઆરી સુધીમાં PM સંબોધશે 50 રેલીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે ચાર વર્ષ કામ અને પાંચમા વર્ષે રાજનીતિ. PM મોદીએ આ નિવેદનના આધારે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં જોડાય ગયાં છે. ભાજપે વિધાનસભા અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાબડતોડ રેલીઓ આયોજિત કરી છે. ભાજપનો પ્લાન છે કે વર્ષ 2014ની જેમ જ ટીવી સ્ક્રીન પર માત્ર મોદી જ નજરે પડે. કાર્યક્રમ મુજબ આગામી ફેબ્રુઆરી સુધી પીએમ મોદી 50થી વધુ રેલીઓ કરશે. આ રેલીઓમાં તેઓ 150 સંસદીય ક્ષેત્રોને કવર કરશે. જેનો પ્રારંભ તેઓએ પંજાબના મુક્તસરમાં ખેડૂત રેલી સંબોધિત કરીને કર્યો છે. 

 

PM મોદી ફેબ્રુઆરી સુધીમાં 50 રેલીઓ સંબોધશે


- 2019 લોકસભા ચૂંટણી અને મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનામાં રાખીને ભાજપે અત્યારથી જ કમર કસી છે.
- કેન્દ્ર અને અન્ય રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવવા વડાપ્રધાન મોદી ફેબ્રુઆરી સુધીમાં 50 જેટલી રેલીઓ સંબોધિત કરશે. 
- જે અંતર્ગત તેઓ 21 જુલાઈએ યુપીના શાહજહાંપુર જશે. જે બાદ બંગાળના મિદનાપુર, કર્ણાટક અને ઓરીસ્સામાં ખેડૂત રેલીઓને સંબોધિત કરશે.

 

વાંચોઃ વિશ્વની ચોથી મોટી સૈન્ય તાકાત ભારત પાસે, પાકિસ્તાન 17મા સ્થાને

 

લોકસભા ચૂંટણી પહેલાં 400 લોકસભા ક્ષેત્રને ટાર્ગેટ કરવાનો પ્લાન


- પીએમ મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ દેશભરમાં 50-50 રેલીઓ કરશે. 
- આ રેલીઓની મદદથી ભાજપે બેથી ત્રણ સંસદીય ક્ષેત્રોને કવર કરવાની યોજના બનાવી છે. 
- આ રેલીઓની મદદથી પાર્ટીના નેતા સરકારના કામકાજની ચર્ચાં કરશે અને ચૂંટણી માટે કાર્યકર્તાઓને પણ તૈયાર કરશે. 
- પાર્ટીના એક નેતાના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલાં ભાજપ 200 રેલીઓની મદદથી ઓછા ઓછા 400 લોકસભા ક્ષેત્રોને કવર કરી ચુક્યું હશે. 
- પાર્ટી નેતાઓએ જણાવ્યું કે આ 50 રેલીઓ ઉપરાંત મોદી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ રેલીઓ સંબોધીત કરશે કે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવવાની છે. 

 

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો