Home » National News » Latest News » National » PM Modi visit to west Bangal and Jharkhand

રોહિંગ્યા શરણાર્થીઓની પાછા ફરવાની વાતચીતમાં મોદી સહયોગ કરે: હસીના

Divyabhaskar.com | Updated - May 25, 2018, 04:51 PM

વડાપ્રધાન પહેલા બંગાળના શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં સામેલ થશે

 • PM Modi visit to west Bangal and Jharkhand
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  બાંગ્લાદેશ પીએમ શેખ હસીના ભારતની બે દિવસની મુલાકાતે છે.

  કોલકાતા/રાંચી: રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે બાંગ્લાદેશે ભારત પાસે મદદની વિનંતી કરી છે. શુક્રવારે બે દિવસની ભારતની મુલાકાતે આવેલા વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે અમે માનવતાના આધારે રોહિંગ્યાઓને શરણું આપ્યું. હવે ઇચ્છીએ છીએ કે તેઓ જલ્દી પોતાને દેશ પાછા ફરે. વડાપ્રધાન મોદી આ માટે મ્યાનમાર સાથેની વાતચીતમાં અમારી મદદ કરે. આ પહેલા તેઓ નરેન્દ્ર મોદી સાથે પશ્ચિમ બંગાળના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં સામેલ થયા. કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે આ પહેલો પ્રસંગ છે જ્યારે બે વડાપ્રધાન એકસાથે આવા સમારોહમાં સામેલ થઇ રહ્યા છે. ત્યારબાદ બંને નેતાઓએ શાંતિ નિકેતનમાં બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન કર્યું.

  ગુરૂદેવના વિચારો આજે પણ પ્રાસંગિક- મોદી

  - નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારતમાં વૈદિક ઋષિઓની પરંપરા રહી છે. ગુરૂદેવના વિચાર જ વિશ્વભારતીની આધારશિલા છે. આખું વિશ્વ એક માળો છે. ગુરૂદેવ ઇચ્છતા હતા કે આ જગ્યા એક માળો બને, જેને દુનિયા પોતાનું ઘર બનાવે. આ જ ભારતભૂમિની વિશેષતા છે. આ માટે ગુરૂદેવે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. 21મી સદીના પડકારો માટે તેમના વિચારો પ્રાસંગિક છે."

  - "આપણી વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના હાજર છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે એક દીક્ષાંત સમારોહમાં બે દેશોના વડાપ્રધાન આવ્યા છે. બાંગ્લાદેશ આણ તો આપણો પાડોશી દેશ છે, પરંતુ તેમનો લગાવ ભારત સાથે વધુ છે. અહીંયા બનેલું બાંગ્લાદેશ ભવન બંને દેશોને જોડે છે. બાંગ્લાદેશમાં દરેક વ્યક્તિ પોતાને ટાગોર સાથે જોડવાનો પ્રયત્ન કરે છે."
  - "દુનિયા માટે ટાગોર અધ્યયનનો વિષય છે. તેમનો ગુજરાત સાથે પણ ખાસ સંબંધ છે. તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર સિવિલ સેવામાં સામેલ થનારા પહેલા ભારતીય હતા. ઘણા સમય સુધી તેઓ અમદાવાદમાં કમિશ્નર પણ રહ્યા. ગુરૂદેવ લંડન જતા પહેલા 6 મહિના સુધી ગુજરાતમાં રહ્યા. ઘણી કવિતાઓ તેમણે ત્યાં લખી."
  - "ગુરૂદેવ કહેતા હતા કે શિક્ષણ ફક્ત એ નથી જે સ્કૂલોમાં આપવામાં આવે. પરંતુ, તે તો સંપૂર્ણ વિકાસ છે, જે તેમને આપી શકાય છે. ગુરૂદેવ કહેતા હતા કે બીજા દેશોની પરંપરાઓને જાણવી જોઇએ, પરંતુ ભારતીયતાને ન ભૂલવી જોઇએ."

  ગુરૂદેવની ધરતી પર આવવાનું સૌભાગ્ય મળ્યું

  - મોદીએ દીક્ષાંત સમારોહમાં કહ્યું, "હું શાંતિનિકેતન આવી રહ્યો હતો તો બાળકો ઇશારાથી મને જણાવી રહ્યા હતા કે પીવાનું પાણી પણ નથી. આ માટે ક્ષમા માંગું છું કે વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના ચાન્સેલર હોવા છતાં અહીંયા આવવામાં વિલંબ કર્યો."

  - "મને આજે આ સૌભાગ્ય મળ્યું છે કે આટલા આચાર્યોની વચ્ચે સમય વીતાવવાનો મોકો મળ્યો. આ ભૂમિ પર ગુરૂ રવીન્દ્રનાથ ટાગોરના પગલાં પડ્યાં છે. આજે આપણે તેમની પરંપરા નિભાવવા માટે ભેગા થયા છીએ."

  37 દિવસ પછી ફરી મળશે મોદી-હસીના

  - નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે 37 દિવસોમાં આ બીજી મુલાકાત હશે. આ પહેલા બંને નેતાઓ વચ્ચે 18 એપ્રિલનૈા રોજ કોમનવેલ્થ સમિટ દરમિયાન લંડનમાં દ્વિપક્ષીય વાતચીત થઇ હતી.

  - વડાપ્રધાન શેખ હસીના શુક્રવાર અને શનિવાર માટે ભારતના પ્રવાસે આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દરમિયાન તેઓ રોહિંગ્યા મુદ્દે અને નદીજળ કરારને લઇને નેતાઓ સાથે વાત કરશે.


  આવો છે મોદીનો કાર્યક્રમ

  - વડાપ્રધાન સૌથી પહેલા દિલ્હીથી કોલકાતા પહોંચશે. શાંતિ નિકેતનમાં કાર્યક્રમ પછી હેલિકોપ્ટર મારફતે બપોરે 3.20 વાગે સિંદરીના બલિયાપુર એરપોર્ટ પહોંચશે અને 10 મિનિટ પછી સભાસ્થળ પરય ત્યારબાદ સાંજે 4.20 વાગે સભાને સંબોધિત કરશે.

  - 5 વાગે રાંચી એરપોર્ટ પહોંચશે. એરપોર્ટના જૂના ટર્મિનલ પર રાજ્યના 19 પછાત જિલ્લાઓના કલેક્ટરો સાથે આશરે 6.20 વાગે મીટિંગ કરશે. આ દરમિયાન પીએમ રાંચી ગેસ પાઇપલાઇન યોજનાનો પણ શિલાન્યાસ કરશે. આશરે 7.30 વાગે એરફોર્સના વિશેષ વિમાનથી દિલ્હી જવા રવાના થઇ જશે.

 • PM Modi visit to west Bangal and Jharkhand
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી આજે પશ્ચિમ બંગાળમાં
 • PM Modi visit to west Bangal and Jharkhand
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન મોદી અને શેખ હસીના વચ્ચે રોહિંગ્યા મુદ્દે થઇ શકે ચર્ચા.
 • PM Modi visit to west Bangal and Jharkhand
  પશ્ચિમ બંગાળના ગવર્નર કેશરીનાથ ત્રિપાઠી અને યુનિયન મિનિસ્ટર બાબુલ સુપ્રિયોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ