Divya Bhaskar

Home » National News » Latest News » National » Know PM Modi speech during Karnataka Assembly Election

કર્ણાટકના 'રણ'માં PM મોદી, તે 10 નિવદેનો જે રહ્યાં ચર્ચામાં

Divyabhaskar.com | Updated - May 09, 2018, 06:01 PM

કર્ણાટકની જંગ નિર્ણાયક વળાંક પર છે. આ ચૂંટણીમાં પીએમ મોદીએ તાબડતોબ સભાઓ કરી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું.

 • Know PM Modi speech during Karnataka Assembly Election
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ણાટકમાં PM મોદીનો પ્રચાર (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ કર્ણાટકની જંગ નિર્ણાયક વળાંક પર છે. આ ચૂંટણીમાં પીએમ મોદીએ તાબડતોબ સભાઓ કરી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કોઈ સભામાં કોંગ્રેસને બીમારીથી પીડિત ગણાવ્યું તો ક્યાંક મુઘોલ શ્વાનથી શીખ લેવાનું કહ્યું. આવા અનેક નિવેદનો વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કર્યાં છે. ત્યારે જાણીએ PMના એવાં 10 ભાષણો જેની ભારે ચર્ચા પણ થઈ અને વિવાદ પણ ઊભો થયો.

  1) કોંગ્રેસ 6 બીમારીઓથી પીડિત, ફેલાવે છે વાયરસ


  - કર્ણાટકના બાંગરપેટમાં ચૂંટણી સભા દરમિયાન PMએ કહ્યું કે કોંગ્રેસ છ બીમારીઓથી પીડિત છે, તેઓ જ્યાં જાય છે ત્યાં બીમારીના વાયરસ ફેલાવી દે છે. અને તેઓ લોકતંત્ર અને બંધારણની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડી રહ્યાં છે. PMએ કલ્ચર, કોમ્યૂનિલિઝમ, કાસ્ટિઝમ, ક્રાઈમ, કરપ્શન, કોન્ટ્રેક્ટને 6 બીમારીઓ તરીકે ગણાવી હતી.

  2) તે નામદાર છે અને અમે કામદાર, અમારી શું હેસિયત


  - ચામરાજનગર જિલ્લાના સાંથમરહલ્લીમાં PMએ નવો ચૂંટણી નારો 'નામદાર વિરૂદ્ધ કામદાર' આપ્યો. આ નારાની મદદથી તેઓએ પોતાને કામદાર એટલે કે મહેનત કરનારા લોકો સાથે બતાવ્યાં. તો બીજી તરફ વિપક્ષી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતાં તેઓએ નામદારની સંજ્ઞા આપી. નામદાર એટલે મોટા નામ વાળા. PM મોદીએ કહ્યું હતું કે, "તેઓ નામદાર છે અને અમારી કામદારોની શું હેસિયત. અમે સારા કપડાં પણ ન પહેરી શકીએ તો તમારી સાથે ક્યાં બેસી શકીએ."

  3) જે સોનાની ચમચી લઈને જન્મ્યો, તે ગરીબોનું દર્દ શું જાણે


  - કર્ણાટકના કોપ્પલમાં PM મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. કહ્યું હતું કે મેં જ્યારે લાલકિલ્લામાં શૌચાલયની વાત કરી. તો લોકોએ મારો મજાક બનાવ્યો. પરંતુ સોનાના ચમચા સાથે જન્મેલા નામદારને ગરીબ માંની તકલીફની ક્યાંથી જાણ હોય. આપણે ગરીબ લોકો છીએ અને ગરીબો માટે જીવન ખપવનારા લોકો છીએ. મેં મારી માતાને નાનપણમાં લાકડાંના ચૂલા પર ખાવાનું પકવતા જોયા છે. આખું ઘર કાળું થઈ જતું હતું, અમે લોકો ખાંસવા લાગતા હતા. મારી માંની સ્થિતિ ખરાબ થઈ જતી હતી. તેમને ગરીબોના દર્દની શું ખબર હોય.

  4) સુલતાનોની જ્યંતિ મનાવી રહી છે કોંગ્રેસ, મહાપુરુષોને ભૂલી


  - કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક જનસભા સંબોધત કરતા PM મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એવી પાર્ટી છે જેને વોટ બેંક માટે ઈતિહાસ અને ભાવનાઓ તોડવા-મરોડવાની આદત પડી ગઈ છે. વીરા મડકરીને ભૂલીને સુલતાનોની જયંતિ મનાવવા લાગ્યાં છે. ચિત્રદુર્ગના લોકોનું અપમાન કર્યું છે. લોકોમાં ભાગલા પાડી રહ્યાં છે. આ જ પાર્ટીના પાયામાં છે.

  5) ચૂંટણી પરિણામો પછી થઈ જશે 'પીપીપી' કોંગ્રેસ


  - ગડગમાં આયોજિત રેલીમાં પણ પીએમ મોદીએ પોતાના ચિતપરિચિત અંદાજમાં કોંગ્રેસ માટે નવા શબ્દોની શોધ કરી. તેઓએ કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે ચૂંટણી પરિણામો પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જગ્યાએ પીપીપી કોંગ્રેસ એટલે કે 'પંજાબ, પુડ્ડુચેરી અને પરિવાર કોંગ્રેસ' રહી જશે. તેઓએ ભવિષ્યવાણી કરી કે રાજ્યના સત્તારૂઢ પાર્ટી આ ચૂંટણીમાં મટિયામેટ થઈ જશે.

  આગળની સ્લાઈડમાં વાંચો PM મોદીના ભાષણની અન્ય વાતો

 • Know PM Modi speech during Karnataka Assembly Election
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પીએમ મોદી કોંગ્રેસ અને રાહુલ ગાંધીને અનેક વખત આડે હાથ લીધા (ફાઈલ)

  6) 'ભારતના ટૂકડા થશે' જેવાં નારાઓ કરનારાને આપ્યું સમર્થન

   

  - કર્ણાટકના જમખંડીમાં સભા દરમિયાન વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ એટલું નીચા સ્તરે ઉતરી ગયું છે કે પક્ષનો એક નેતા 'ભારતના ટુકડા થશે' જેવાં નારા લગાવનારાઓની વચ્ચે ગયા અને તેને સમર્થન પણ આપ્યું. તેઓએ ઉત્તર કર્ણાટકના મુઘોલ કુતરાઓથી શીખ લેવી જોઈએ જેને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યાં છે. તેઓ પાસેથી વફાદારી પણ શીખવી જોઈએ.

   

  આગળ વાંચો ઈન્દિરાના નામે વડાપ્રદાને શું કહ્યું?

 • Know PM Modi speech during Karnataka Assembly Election
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કોઈ સભામાં કોંગ્રેસને બીમારીથી પીડિત ગણાવ્યું તો ક્યાંક મુઘોલ શ્વાનથી શીખ લેવાનું કહ્યું (ફાઈલ)

  7) ઈન્દિરાના સમયમાં ગરીબીના નામે મજાક

   

  - કર્ણાટકના ટુમકુરમાં PM મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે ઈન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસ ગરીબ-ગરીબની માળા જપે છે અને ચૂંટણી જીતવા માટે રમત રમે છે. તેને ન તો ખેડૂતોની ચિંતા હતી કે ન તો ગરીબોની. લોકો હવે કોંગ્રેસથી કંટાળી ગયા છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ ગરીબ... ગરીબ.. ગરીબ કહે છે અને આજદિવસ સુધી આ નારામાંથી કંઈજ નીકળ્યું નથી. તેઓ ભારતના ગરીબોમાં કોઈ સુધારો નથી લાવ શક્યા.

   

  આગળ વાંચો કેમ કહ્યું કેપિટલ ક્રાઈમ અંગે?

   

 • Know PM Modi speech during Karnataka Assembly Election
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કોંગ્રેસ 6 બીમારીઓથી પીડિત, ફેલાવે છે વાયરસ (ફાઈલ)

  8) બેંગલુરુને કોમ્પ્યુટરથી ક્રાઈમ કેપિટલ બનાવી દીધું

   

  - કર્ણાટકમાં ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાને રાજ્યની કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. કહ્યું કે આપણાં દેશના નવયુવાન અને કર્ણાટકના નવયુવાનોએ આપણાં બેંગલુરુને વિશ્વમાં કોમ્પ્યુટર કેપિટલ તરીકે ઓળખ અપાવી હતુ, પરંતુ વર્તમાન સરકારે તેને ક્રાઈમ કેપિટલમાં બદલી નાંખ્યુ. તેઓએ કહ્યું કે બેંગલુરુએ વર્ષોથી ગાર્ડન સિટી તરીકે ઓળખ બનાવી હતી, પરંતુ એવાં લોકો સરકારમાં બેઠા છે જેઓ બેંગલુરુને ગાર્ડન સિટીમાંથી ગાર્બેજ સિટી બનાવવામાં લાગી ગયા છે.

   

  આગળ વાંચો રાહુલ ગાંધીને ગણાવ્યાં અભિમાની

 • Know PM Modi speech during Karnataka Assembly Election
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  તે નામદાર છે અને અમે કામદાર, અમારી શું હેસિયત- મોદી (ફાઈલ)

  9) રાહુલ ગાંધી અભિમાની, મર્યાદાનો ખ્યાલ નથી

   

  - PM મોદીએ રાહુલ ગાંધી પર નિશા સાધતાં કહ્યું કે તેમનું અભિમાન સાતમા આકાશે છે. આ તો જીવનની શરૂઆત છે. જો તેઓ અત્યારથી આવું કરી રહ્યાં છે તો આવનારા દિવસો કેવા હશે તે તમને તેમની વર્તણૂંકથી ખબર પડી જશે. વડાપ્રધાને કહ્યું કે અભિમાની નેતાઓની સાથે કોંગ્રેસ પાર્ટી લોકતંત્ર માટે એક મોટો ખતરો છે. રાજનીતિમાં મતભેદ હોય શકે છે પરંતુ સાર્વજનિક જીવનમાં મર્યાદા હોય છે.

   

  આગળ વાંચો રાહુલ ગાંધીને શું આપ્યો નવો પડકાર?

 • Know PM Modi speech during Karnataka Assembly Election
  સુલતાનોની જ્યંતિ મનાવી રહી છે કોંગ્રેસ, મહાપુરુષોને ભૂલી- મોદી (ફાઈલ)

  10) રાહુલ 15 મિનિટ કાગળ વગર બોલી દેખાડે

   

  - PMએ સંસદમાં 15 મિનિટ બોલવાના રાહુલના પડકારનો જવાબ આપ્યો. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે મને પડકાર આપ્યો હતો કે જો હું સંસદમાં 15 મિનિટ બોલીશ તો મોદીજી બેસી નહીં શકે. તેઓએ કહ્યું કે તે 15 મિનિટ બોલશે તે પણ એક મોટી વાત છે. PMએ રાહુલે ગાંધીને ચેલેન્જ કરતા કહ્યું કે બીજી વખત જ્યારે 15 મિનિટ બોલે તો લગભગ 5 વખત શ્રીમાન વિશ્વસરૈયાનું નામ પણ લઈ લે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending