લોકસભા ચૂંટણી 2019 / ઉત્તરાખંડની મુલાકાતે નીકળેલા વડાપ્રધાન મોદી ખરાબ વાતાવરણના કારણે દેહરાદૂનમાં ફસાયા

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

  • વડાપ્રધાન મોદી રુદ્રપુરમાં જનસભા સંબોધવાની સાથે સાથે કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત ઘણી વિકાસની પરિયોજના પણ લોન્ચ કરવાના છે
  • વડાપ્રધાન મોદી આજે સવારે 7 વાગ્યાથી એરપોર્ટ પર છે, વાતાવરણ સુધરવાની રાહ જોવે છે

divyabhaskar.com

Feb 14, 2019, 01:38 PM IST

દેહરાદૂન: ઉત્તરાખંડની મુલાકાતે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેહરાદૂન પહોંચી ગયા છે. પરંતુ અહીં ખરાબ વાતાવરણના કારણે તેઓ એરપોર્ટ પર જ ફસાઈ ગયા છે. અહીંથી વડાપ્રધાનને રુદ્રપુર જવાનું છે અને અહીં તેમણે એક જનસભા સંબોધવાની છે.

વડાપ્રધાન આજે સવારે 7 વાગ્યે જ એરપોર્ટ પહોંચી ગયા છે. પરંતુ ત્યારથી અહીં વાતાવરણ ખરાબ હોવાથી ફસાઈ ગયા છે. એડિશનલ ડેપ્યૂટી જનરલ પોલીસ અશોક કુમારે જણાવ્યું કે, તેઓ અહીં વાતાવરણ સુધરવાની રાહ જોઈ રહ્યા છે. મોદીને એક ચોપરની મદદથી દેહરાદૂનથી રુદ્રપુર જવાનું છે પરંતુ અહીં વાતાવરણ ખૂબ ખરાબ છે. દેહરાદૂનમાં આજે વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી રુદ્રપુરમાં જનસભા સંબોધવાની સાથે સાથે કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત ઘણી વિકાસની પરિયોજના પણ લોન્ચ કરવાના છે.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી