Home » National News » Latest News » National » Modi to Visit Chennai Today to Launch Amma Two-Wheeler Scheme

મોદી ચેન્નઈમાં આજે કરશે અમ્મા ટૂ વ્હીલર સ્કીમ લોન્ચ, પુડુચેરી પણ જશે

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 12:51 PM

મોદી ઓરોવિલે શહેરના ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન અવસરે એક જાહેર રેલીમાં પોસ્ટેજ સ્ટેમ્પ પણ જાહેર કરશે.

  • Modi to Visit Chennai Today to Launch Amma Two-Wheeler Scheme
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોદી ઓરોવિલે શહેરના ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન અવસરે એક જાહેર રેલીમાં પોસ્ટેજ સ્ટેમ્પ પણ બહાર પાડશે. (ફાઇલ)

    ચેન્નઈઃ નરેન્દ્ર મોદી શનિવાર દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જયંતી પર તમિલનાડુ સરકારની અમ્મા ટૂ વ્હીલર સ્કીમને લોન્ચ કરશે. આ સ્કીમ જયલલિતાની ડ્રીમ સ્કીમો પૈકીની એક છે. ચેન્નઈ બાદ મોદી પુડુચેરીના કાર્યક્રમમાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બર 2016ના રોજ કાર્ડિયક અરેસ્ટના કારણે જયલલિતાનું નિધન થયું હતું.

    વર્કિંગ વુમનને મળશે બાઇક સબસિડી


    - પૂર્વ સીએમ જયલલિતાની ભાવી યોજનાઓમાં સામેલ રહેલી ટૂ વ્હીલર સ્કીમ હેઠળ વર્કિંગ વુમનને બાઇક સબસિડી આપવામાં આવશે.
    - તમિલનાડુ સરકાર આ સ્કીમ હેઠળ ઘરની બહાર કામ કરનારી મહિલાઓને બાઇક ખરીદવા 50% સબસિડી આપશે.

    પુડુચેરીમાં અરવિંદો આશ્રમ જશે મોદી


    - પીએમ મોદી ચેન્નઈથી પુડુચેરી જશે. જ્યાં અરવિંદો આશ્રમમમાં આધ્યાત્મિક ગુરુ અરવિંદોને શ્રદ્ધાંજલિ આપશે. અરવિંદો એજ્યુકેશન સેન્ટરમાં સ્ટુડન્ટ્સ સાથે વાત કરશે.
    - મોદી ઓરિવિલ શહેરના ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન અવસરે એક રેલીમાં ટપાલ ટિકિટ પણ જાહેર કરશે.
    - મોદી શનિવારે સાંજે જ સુરતમાં યોજાનારી રન ફોર ન્યૂ ઈન્ડિયાને લીલી ઝંડી દેખાડશે.

  • Modi to Visit Chennai Today to Launch Amma Two-Wheeler Scheme
    જયલલિતાનું નિધન 5 ડિસેમ્બર 2016ના રોજ કાર્ડિયક એરસ્ટના કારણે થયું હતું. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ