Home » National News » Desh » PM Modi talked about tea seller D Prakash Rao in his Mann ki Baat know about him

જ્યારે PM મોદીએ કહ્યું, 'રાવસાહેબ હું તમને મળવા અહીં આવ્યો છું, તમારા વિશે બધું જાણું છું'

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 07:30 AM

ઓડિશાના કટક જિલ્લાના ચાના વિક્રેતા ડી પ્રકાશ રાવની જિંદગી હવે ઘણી બદલાઇ ગઇ છે

 • PM Modi talked about tea seller D Prakash Rao in his Mann ki Baat know about him
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  6 વર્ષની ઉંમરથી પ્રકાશ રાવ ચા વેચવાનું કામ કરી રહ્યા છે અને આજે તેમને આ કામ કરતા 54 વર્ષ થઇ ગયા.

  કટક: ઓડિશાના કટક જિલ્લાના ચાના વિક્રેતા ડી પ્રકાશ રાવની જિંદગી હવે ઘણી બદલાઇ ગઇ છે. લોકો તેમનું પહેલા કરતા પણ વધુ સન્માન કરે છે. તેમની પાસે આવીને તેમને પગે લાગે છે. આ વાતો પ્રકાશ રાવે પોતે જણાવી છે. હકીકતમાં પીએમ મોદીએ 27મેના રોજ તેમની 'મનકી બાત'ના 44મા એપિસોડમાં પ્રકાશ રાવનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની પ્રશંસા કરી હતી.

  જાણો કોણ છે ડી પ્રકાશ રાવ

  - 6 વર્ષની ઉંમરથી પ્રકાશ રાવ ચા વેચવાનું કામ કરી રહ્યા છે અને આજે તેમને આ કામ કરતા 54 વર્ષ થઇ ગયા. ભણવામાં હોંશિયાર હોવા છતાં નાણાકીય મુશ્કેલીઓને કારણે પાંચમા ધોરણ પછી તેમને ભણવાનું છોડી દેવું પડ્યું.

  - જોકે રાવે તેને એક પડકારની જેમ સ્વીકારી લીધું અને આદે તેઓ ઝૂંપડીઓના 70-75 બાળકોને ભણાવીને પોતાનું આ સપનું પૂરું રહ્યા છે. તેઓ જણાવે છે કે, હું નથી ઇચ્છતો કે ફક્ત પૈસાની અછતના કારણે આ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય. એટલા માટે હું ચાની દુકાન અને સ્કૂલમાંથી સમય કાઢીને હોસ્પિટલમાં પણ દર્દીઓની મદદ કરવા માટે જઉં છું.
  - મેં મારા જીવવની શરૂઆત ચાની દુકાનથી કરી હતી. ત્યારબાદ હું શિક્ષક બની ગયો અને હવે હોસ્પિટલમાં લોકોને લાગે છે કે હું ડોક્ટર પણ છું.

  બાળકોનું ભવિષ્ય ઉજાળવું છે જીવનનો ઉદ્દેશ

  - રાવે આગળ જણાવ્યું કે, તેમના સ્કૂલમાં 70થી વધુ બાળકો ભણે છે અને ખાસ વાત એ છે કે તે બાળકો ગલીઓમાં રખડવા કે પોતાના ઘરોમાં બેસી રહેવા કરતા સ્કૂલમાં બેસવાનું વધુ પસંદ કરે છે.

  - શરૂઆતમાં આ બાળકો અમારી સ્કૂલમાં આવવા પણ નહોતા માંગતા. પછી અમે તેમને જમવાનું પણ આપવાનો નિર્ણય કર્યો, એટલે હવે આ બાળકો અહીંયા આવે છે.
  - ભણવા ઉપરાંત આ બાળકો અહીંયા, ગાયન, ડાન્સ અને જૂડો પણ શીખે છે. આજે તેઓ સ્કૂલમાં આવવાનું પસંદ કરવા લાગ્યા છે.
  - જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ એકલા સ્કૂલ કેવી રીતે ચલાવી લે છે, તો રાવે કહ્યું 'હું ઓફસીઝનમાં દરરોજ 600 રૂપિયા કમાઇ લઉ છું, પરંતુ સીઝનમાં હું 700-800 રૂપિયા દરરોજના કમાઇ લઉ છું. એટલે પૈસો મુદ્દો નથી. હું ઇચ્છું છું કે આ બાળકો ભવિષ્યમાં કંઇક બને.'

  'સપનામાં પણ નહોતું વિચાર્યું'

  - વડાપ્રધાન મોદી સાથે પોતાની મુલાકાત વિશે વાત કરતા રાવે જણાવ્યું, મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું દુનિયાના સૌથી મનપસંદ નેતાને ક્યારેક મળી શકીશ. જ્યારે તેઓ ઓડિશા આવ્યા તો મને તેમની ઓફિસમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે હું ત્યાં જઉ અને પીએમ મોદીને મળું.

  - 15-20 બાળકો સાથે હું પીએમ મોદીને મળવા માટે ગયો. જ્યારે તેમણે મને જોયો તો હાથ હલાવીને મને કહ્યું કે, 'રાવસાહેબ, હું અહીંયા તમને મળવા માટે આવ્યો છું. હું તમારા વિશે બધું જાણું છું. કોઇને કશુંપણ જણાવવાની કોઇ જરૂર નથી.'

  'મોદીજીએ કરાવ્યો પોતાનાપણાનો અહેસાસ'

  - રાવસાહેબે કહ્યું કે જોકે હું પહેલા થોડોક ખચકાયો પરંતુ વડાપ્રધાનની યજમાની જોઇને હું સહજ થઇ ગયો. રાવે કહ્યું, મોદીજીએ મને તેમની બાજુમાં બેસવા માટે કહ્યું. તેમણે અમારી સાથે 18 મિનિટ વીતાવી.

  - આ એક સંયોગ જ હતો કે 26મેના રોજ મોદીજી મને મળ્યા અને બીજા જ દિવસે તેમણે 'મનકી બાત' કાર્યક્રમમાં મારો ઉલ્લેખ કર્યો. આ ઘટના પછી લોકોએ મારી પાસે આવીને મારા પગે લાગવાનું શરૂ કરી દીધું.
  - પીએમએ એમપણ કહ્યું કે જ્યારે પણ હવે તેઓ ઓડિશા આવશે તો સ્કૂલમાં બનેલું ભોજન જરૂરથી ખાશે.

  217 વાર કર્યું છે બ્લડ ડોનેટ

  - આ ઉપરાંત, રાવે પોતાની જિંદગીમાં અત્યાર સુધી 217 વાર બ્લડ પણ ડોનેટ કર્યું છે. તેમણે કહ્યું કે, આજે મને ઘણા એવોર્ડ્સ મળી ચૂક્યા છે. મારી પત્ની મને કહે છે કે ઘર પર રાખવાની જગ્યા નથી તો આટલા એવોર્ડ્સ ઘરે કેમ લાવો છો.

  - વડાપ્રધાન મોદીએ 27મેના રોજ તેમના રેડિયો કાર્યક્રમ 'મનકી બાત'માં કહ્યું હતું, રાવ કટકમાં પાંચ દાયકાઓથી એક ચા વિક્રેતા છે. તમે એ જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે તેમના પ્રયત્નોથી 70 બાળકોની જિંદગીમાં શિક્ષાનો દીપક પ્રજ્વળી રહ્યો છે.
  - તેમણે એક સ્કૂલ ખોલી છે, જેનું નામ છે 'આશા આશ્વાસન' જેમાં તેઓ પોતાની અડધી કમાણી બાળકો માટે ખર્ચી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ સ્કૂલે આવતા તમામ બાળકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભોજન સુનિશ્ચિત કરે છે.

 • PM Modi talked about tea seller D Prakash Rao in his Mann ki Baat know about him
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  તેમના પ્રયત્નોથી 70 બાળકોની જિંદગીમાં શિક્ષાનો દીપક પ્રજ્વળી રહ્યો છે.
 • PM Modi talked about tea seller D Prakash Rao in his Mann ki Baat know about him
  મોદીએ મનકી બાતમાં રાવસાહેબનો ઉલ્લેખ કર્યો હતો. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ