1

Divya Bhaskar

Home » National News » Latest News » National » Rajyasabha Budgest session: Congress commented on Naresh Agrawal

અગ્રવાલ પર કોંગ્રેસનો વ્યંગ- એવા સૂરજ છે, અહીંયા ડૂબશે, ત્યાં ઊગશે

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 01:37 PM IST

રાજ્યસભામાં આજે સાંસદોનું વિદાય ભાષણ થયું, આ દરમિયાન પીએમ મોદીએ ગૃહમાં સંબોધન કર્યું

 • Rajyasabha Budgest session: Congress commented on Naresh Agrawal
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કોંગ્રેસના ગુલામ નબી આઝાદે નરેશ અગ્રવાલ પર નિશાન સાધ્યું.

  નવી દિલ્હી: રાજ્યસભાથી 40 સાંસદોનો કાર્યકાળ માર્ચ-એપ્રિલમાં ખતમ થઇ રહ્યો છે. બુધવારે તેમને વિદાય આપવામાં આવી. તેમાં સપા સાંસદ નરેશ અગ્રવાલ અને પીજી કુરિયન સહિત અનેક સદસ્યો સામેલ થયા. આ દરમિયાન કોંગ્રેસના ગુલામ નબી આઝાદે નરેશ અગ્રવાલ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મને ભરોસો છે કે તેઓ જે પાર્ટીમાં ગયા છે, તે તેમની કાબેલિયત અને ભાષાનો ફાયદો ઉઠાવશે. આઝાદ જ્યારે આ કહી રહ્યા હતા ત્યારે નરેશ હસી રહ્યા હતા. રામગોપાલ યાદવે પણ કહ્યું કે વિદાય લઇ રહેલા સભ્યો જે રાજકીય પક્ષમાં રહે ત્યાં નિષ્ઠાથી રહે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીથી નારાજ થઇને તેમણે ગત દિવસોમાં બીજેપીનો હાથ પકડી લીધો હતો. કારણકે પાર્ટીએ તેમની જગ્યાએ જયા બચ્ચનને ટિકિટ આપી હતી.

  આઝાદે કહ્યું- નરેશ એવો સૂરજ છે, જે અહીંયા ડૂબ્યો અને ત્યાં ઊગ્યો

  - કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, "હું રિટાયર સાથીઓનો આભારી છું. નવા સાથીઓનું સ્વાગત કરું છું. ખાસ કરીને નરેશ અગ્રવાલજીનો ધન્યવાદ કરવા માંગું છું. તેઓ એવા સૂરજ છે, જે અહીંયા ડૂબ્યા અને ત્યાં ઊગ્યા. હું ઇચ્છું છું કે તેઓ આગળ ગૃહને પોતાના ભાષણોથી સૂચનાઓ આપતા રહેશે. હું બીજેપીના તમામ સાંસદોનું પણ સ્વાગત કરું છું. ગૃહ તેમને મિસ પણ કરશે, કારણકે તેઓ એક એવા સાંસદ રહ્યા જેઓ દિવસમાં લગભગ 6 વાર બોલતા હતા."

  - "આજે ઘણા સાંસદો રિટાયર થઇ રહ્યા છે. હું કહેવા માંગુ છું કે આ વિદાય નથી, જૂદાઇ નથી. સંસદના સેન્ટ્રલ હોલમાં બંને ગૃહના સભ્યો મળે છે. અહીંયા પૂર્વ સાંસદો પણ મળી જાય છે."
  - "કોંગ્રેસ ચેરમેનની વિરુદ્ધ નથી. અમે ગૃહના સાથીઓના વ્યવહારથી નારાજ છીએ. જે અમને બેંકમાં લૂંટ, ખેડૂતો અને ગરીબોનો મુદ્દો ઉઠાવવા નથી દેતા. અમે તેના માટે લડી રહ્યા છીએ."

  રામગોપાલ યાદવે પણ કર્યો વ્યંગ

  - એસપી સભ્ય રામગોપાલ યાદવે પણ નરેશ અગ્રવાલનું નામ લીધા વગર કહ્યું કે વિદાય લઇ રહેલા સભ્ય જે રાજકીય પક્ષમાં રહે ત્યાં નિષ્ઠાથી રહે. એવું કરવા પર પાર્ટી તેમને આ ગૃહ અથવા તે ગૃહમાં લઇને આવશે અને તેઓ સમાજસેવાનું કામ કરી શકશે.

  મોદીએ શું કહ્યું

  - રાજ્યસભામાં આજે સાંસદોનું વિદાય ભાષણ થયું. આ દરમિયાન પીએમ મોદીએ ગૃહમાં સંબોધન કર્યું. મોદીએ કહ્યું કે, જો ગૃહ યોગ્ય રીતે ચાલ્યું હોત સાંસદોને કંઇક સારું છોડીને જવાનો મોકો મળી ગયો હોત, પરંતુ તેનાથી તમે વંચિત રહી ગયા. આ માટે વિપક્ષ જ નહીં, બંને તરફના સભ્યો જવાબદાર છે.

  - નિવૃત્ત સાંસદો માટે મોદીએ કહ્યું કે ગૃહના દરવાજા બંધ થયા છે, મારી ઓફિસના નહીં. દેશહિત અને સમાજ-કલ્યાણ માટે તમારા સૂચનોની હંમેશાં રાહ જોઇશ.

  - મોદીએ પોતાના સંબોધનમાં ડેપ્યુટી સ્પીકર પી જે કુરિયનના વખાણ કરતા કહ્યું કે તેમનો હસતો ચહેરો કોઇ ન ભૂલી શકે. પીએમએ કહ્યું કે ગૃહમાંથી બે આંતરરાષ્ટ્રીય ખેલાડી રહી ચૂકેલા સચિન તેંડુલકર અને દિલીપ ટર્કી જેવા લોકોનો અનુભવ હવે ગૃહને નહીં મળે.

  - મોદીએ કહ્યું કે જે લોકો આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે તે તમામનું આગવું મહત્વ છે અને તે દરેક લોકોએ આ દેશના ઉજ્જવળ ભવિષ્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે.
  - પીએમએ કહ્યું કે, આ નિવૃત્ત થતા લોકો જો આગામી ઐતિહાસિક બિલ જેવાકે, ત્રિપલ તલાકનો હિસ્સો બની શક્યા હોત તો ખૂબ આનંદની વાત હોત.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Rajyasabha Budgest session: Congress commented on Naresh Agrawal
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પીએમ મોદીએ ગૃહમાં સંબોધન કર્યું.
 • Rajyasabha Budgest session: Congress commented on Naresh Agrawal
  મોદીએ કહ્યું કે જે લોકો આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે તે તમામનું આગવું મહત્વ છે.

More From National News

Trending