Divya Bhaskar

Home » National News » Latest News » National » વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ખેડૂતોને નમો એપની મદદથી સંબોધિત કર્યા | PM Modi talk to BJP leaders in Karnataka with NaMo APP

કર્ણાટક સરકાર ઉદાસીન, 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરશે ભાજપ- મોદી

Divyabhaskar.com | Updated - May 02, 2018, 11:47 AM

PM નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ખેડૂતોને નમો એપની મદદથી સંબોધિત કર્યા. આ દરમિયાન સિદ્ધારમૈયા સરકાર પર પણ પ્રહાર કર્યા હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ખેડૂતોને નમો એપની મદદથી સંબોધિત કર્યા | PM Modi talk to BJP leaders in Karnataka with NaMo APP
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    PM મોદીએ બુધવારે નમો એપથી કર્ણાટકના ખેડૂતો અને ભાજપ કિસાન મોર્ચાના કાર્યકર્તાઓ સાથે વાત કરી

    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના ખેડૂતોને નમો એપની મદદથી સંબોધિત કર્યા. તેઓએ કહ્યું કે કર્ણાટકમાં 1 કરોડ ખેડૂતોને મૃદા સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 24,000 હેકટેર જમીન પર પહેલાં જ લઘુ સિંચાઈ અંતર્ગત લાવવામાં આવી છે. આ દરમિયાન તેઓએ કોંગ્રેસને પણ આડે હાથ લીધું અને કહ્યું કે રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે અહીંના ખેડૂતો વડાપ્રધાન પાક વીમા યોજનાનો લાભ નથી મળથો. PMએ કહ્યું કે યેદિયુરપ્પા એક ખેડૂત નેતા છે અને જનતાએ તેમને CM તરીકે ચૂંટવા જોઈએ.

    યેદિયુરપ્પા ખેડૂત છે અને તેમના નેતૃત્વમાં કર્ણાટકના ખેડૂતોને થશે ફાયદો


    - PM મોદીએ બુધવારે નમો એપથી કર્ણાટકના ખેડૂતો અને ભાજપ કિસાન મોર્ચાના કાર્યકર્તાઓ સાથે વાત કરી.
    - આ દરમિયાન વડાપ્રધાને કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું અને ખેડૂતો પ્રત્યે ઉદાસીન હોવાના આરોપો લગાવ્યાં.
    - PMએ કહ્યું કે યેદિયુરપ્પા એક ખેડૂત છે અને તેમના નેતૃત્વમાં કર્ણાટકના ખેડૂતોને ફાયદો થશે.
    - મોદીએ વધુમાં કહ્યું કે તેમની સરકારે પાકના સમર્થન મૂલ્યમાં દોઢ ગણો વધારો કર્યો છે.

    ખેડૂત અને કૃષિલક્ષી યોજનાઓ ગણાવી


    - PM મોદીએ કહ્યું કે ખેડૂત ક્રેડિટ કાર્ડનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે જેમાં પશુપાલન, પોલ્ટ્રી ફાર્મ, મત્સ્ય ખેતી તેમજ કૃષિના અન્ય કામો માટે આ કાર્ડનો ઉપયોગ થઈ શકશે.
    - પાક વીમા યોજના અંતર્ગત 3.5 કરોડ ખેડૂતોને ફાયદો મળ્યો છે જેમાંથી 14 લાખ ખેડૂત કર્ણાટકના છે. અમે સિંચાઈ સાથે જોડાયેલાં 100 યોજનાઓમાં સુધારો કર્યો છે.
    - 4000 કરોડની કિંમતે કર્ણાટકમાં અમે તે પાંચ યોજનાઓ પર ફરી કામ શરૂ કર્યું છે જે અત્યારસુધી બંધ હતી.
    - આ ઉપરાંત મોદીએ ખેડૂત કલ્યાણ કાર્યશાળા, ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ સહિતની યોજનાઓ અંગે વાત કરી હતી.

    ખેડૂતના હિમાયતી હોવાના દાવાઓ


    - મોદી ચૂંટણીવાળા રાજ્યોમાં પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાત કરવા માટે આધુનિક સંચાર ઉપકરણનો ઉપયોગ કરે છે.
    - હાલ કર્ણાટકમાં ચૂંટણી છે ત્યારે ખેડૂતોનો મુદ્દો ચૂંટણી પ્રચાર અભિયાનના કેન્દ્રમાં છે.
    - કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ બંને જ એક બીજા પર ખેડૂત વિરોધ હોવાના આરોપો લગાવી રહ્યાં છે.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ખેડૂતોને નમો એપની મદદથી સંબોધિત કર્યા | PM Modi talk to BJP leaders in Karnataka with NaMo APP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોદી ચૂંટણીવાળા રાજ્યોમાં પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાત કરવા માટે આધુનિક સંચાર ઉપકરણનો ઉપયોગ કરે છે (ફાઈલ)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ખેડૂતોને નમો એપની મદદથી સંબોધિત કર્યા | PM Modi talk to BJP leaders in Karnataka with NaMo APP
    મોદી એપથી નેતાઓ કાર્યકર્તાઓ સાથે કરી વાતચીત
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending