Divya Bhaskar

Home » National News » Latest News » National » વડાપ્રધાન મોદી રવિવારે 43મી વાર રેડિયો કાર્યક્રમ મન કી બાત કરશે | Modi 43rd time address to Nation from Mann Ki Baat

મનની વાત: પયંગબર સાહેબે કહ્યું હતું કે અભિમાન જ જ્ઞાનને પરાજિત કરે છે

Divyabhaskar.com | Updated - Apr 29, 2018, 12:31 PM

PM મોદી રવિવારે 43મી વાર રેડિયો કાર્યક્રમ મન કી બાત કરશે. જેમાં તેઓ મહિલાઓ-બાળકો પર થતા અત્યાચારો પર ચર્ચા કરી શકે છે.

 • વડાપ્રધાન મોદી રવિવારે 43મી વાર રેડિયો કાર્યક્રમ મન કી બાત કરશે | Modi 43rd time address to Nation from Mann Ki Baat
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન મોદીએ રવિવારે 43મી વખત રેડિયો કાર્યક્રમ મનની વાત કરી

  નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રવિવારે 43મી વખત રેડિયો કાર્યક્રમ મનની વાત કરી. ઓસ્ટ્રેલિયામાં થયેલા કોમનવેલ્થ ગેમ્સ અંગે જણાવતાં તેઓએ કહ્યું કે, "આપણાં ખેલાડીઓએ દેશવાસીઓની આશા પર યોગ્ય ઉતરતાં ઉત્કૃષ્ણ પ્રદર્શન કર્યું છે. તેમની સફળતા દરેક ભારતીયને ગર્વ અપાવે છે." આ દરમિયાન વડાપ્રધાને મનિકા બત્રા સહિત અનેક ખેલાડીઓના સંદેશ સંભળાવ્યાં. પીએમએ તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી, તેઓએ લોકોને ફિટ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લેવાનું પણ આહ્વાન કર્યું.

  વડાપ્રધાને લોકો સુધી પહોંચાડ્યો ખેલાડીઓનો સંદેશ


  - મોદીએ કહ્યું કે, "હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સ થઈ. ભારત સહિત અનેક દેશોએ તેમાં ભાગ લીધો. જેમાં ખેલાડીઓનો જોશ, જૂનુન જોવા મળ્યું. દરેક લોકો વિચારતા હતા કે ભારત કેટલાં મેડલ જીતશે."
  - "ભારતે લોકોની આશા મુજબનું પ્રદર્શન કરતાં 26 ગોલ્ડ સહિત 66 મેડલ જીત્યાં. આ ખેલાડીઓ જ નહીં પૂરાં દેશ માટે ગૌરવની વાત છે. જ્યારે ખેલાડીઓ મેડલ જીતી ત્રિરંગો લપેટી રાષ્ટ્રધૂન વાગે છે ત્યારે ગર્વ થાય છે."
  - મોદીએ આ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓનો સંદેશ પણ સંભળાવ્યો.

  મેં ફિટ ઈન્ડિયાનું આહ્વાન કર્યું અને લોકો તેનાથી જોડાતાં ગયા


  - વડાપ્રધાને કહ્યું કે, "ગત મહિને મનની વાતમાં મેં દેશવાસીઓને ફિટ ઈન્ડિયાનું આહ્વાન કર્યું અને તમામને નિમંત્રણ આપ્યું. મને ઘણી જ ખુશી છે કે લોકો મોટાં ઉત્સાહની સાથે જોડાય રહ્યાં છે."

  સ્વચ્છ ભારત ઈન્ટરશિપમાં ભાગ લે યુવાનો
  - એક વિશેષ ઈન્ટરશિપ માટે આજે તમને આગ્રહ કરૂ છું કે સરકારના ત્રણ ચાર મંત્રાલય મળીને એક સ્વચ્છ ભારત સમર ઈન્ટરશિપ 2018 લોન્ચ કર્યું છે. સ્વચ્છ ભારત સમર ઈન્ટરશિપથી સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે. કોલેજના વિદ્યાર્થીઓ, NSSના નૌજવાન, નેહરૂ યુવા કેન્દ્રના યુવાનો માટે આ એક તક છે. જે ઈન્ટર્ન સારૂ કામ કરશે, તેઓને પુરસ્કૃત કરવામાં આવશે.

  - બે દિવસ ચીન પ્રવાસથી પરત ફરેલા મોદીએ શનિવાર સાંજે પોતાના ટ્વિટર હેન્ડલથી આ રવિવારે પ્રસારિત થનારા કાર્યક્રમની જાણકારી આપી.


  અગાઉની મનની વાતમાં કર્યો હતો ન્યૂ ઈન્ડિયાનો ઉલ્લેખ


  - મોદીએ કહ્યું હતું કે 13 વર્ષ પહેલા, સમય પ ઈલાજ ન મળવાના કારણે કોલાકાતાના કેબ ચાલક સૈદુલ લસ્કરની બહેનનું મૃત્યુ થઈ ગયું, ત્યારે તેઓએ હોસ્પિટલ બનાવવાનું નક્કી કરી દીધું, જેથી ઈલાજના અભાવમાં કોઈ ગરીબનું મોત ન થાય.
  - તેના માટે સૈદુલે પોતાના ઘરના ઘરેણા સુધી વેચી દીધા અને દાન દ્વારા પૈસા એકત્ર કર્યા તેમની કેબમાં મુસાફરી કરનારા અનેક લોકોએ દિલ ખોલીને દાન આપ્યું.
  - આ રીતે રુપિયા એકત્ર કરીને 12 વર્ષ બાદ, અંતે સૈદુલ લસ્કરે કોલકાતાની પાસે પુનરી ગામમાં લગભગ 30 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલ તૈયારી કરાવી, આ છે ન્યૂ ઈન્ડિયાની તાકાત.

  રમજાન દાનનો તહેવાર


  - "થોડાંક દિવસોમાં રમજાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. જ્યારે ઈન્સાર પોતે જ ભૂખ્યો, તરસ્યો રહે છે તો તેને બીજાની ભૂખ-તરસનો અહેસાસ થાય છે. એક વખત એક વ્યક્તિએ પયંગમ્બર સાહેબને પૂછ્યું સૌથી સારૂ શું હોય છે. તેઓએ કહ્યું કોઈને કંઈ ખવડાવવું અને તમામ પાસેથી સદ્ભાવ મળવો. પયંગમ્બર સાહેબ કહેતાં કહતા કે જો તમારી પાસે કંઈક જરૂરિયાત વધુ છે તો તે બીજાને આપો. રમજાનમાં દાનનું પણ મહત્વ છે."

  આગળની સ્લાઈડ માટે અહીં ક્લિક કરો

 • વડાપ્રધાન મોદી રવિવારે 43મી વાર રેડિયો કાર્યક્રમ મન કી બાત કરશે | Modi 43rd time address to Nation from Mann Ki Baat
  મોદીની મનની વાત સાંભળતા લોકો (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending