ગુરુ ગોવિંદ સિંહ જયંતિ / કરતારપુર કોરિડોર 1947માં થયેલી અમારી ભૂલનું પ્રાયશ્ચિત - મોદી

PM Modi releases commemorative coin to mark the birth anniversary of Guru Gobind Singh
X
PM Modi releases commemorative coin to mark the birth anniversary of Guru Gobind Singh

  • શીખોનાં 10માં ગુરુ ગોવિંદસિંહની 352મી જયંતિ

  • મોદીએ ગુરુ ગોવિંદસિંહની યાદમાં સિક્કો બહાર પાડ્યો, મનમોહનસિંહે પણ હાજરી આપી

  • 2 વર્ષ પહેલા પણ વડાપ્રધાને ગુરુ ગોવિંદસિંહજી પર પોસ્ટ ટિકીટ બહાર પાડી હતી
     

Divyabhaskar

Jan 13, 2019, 06:13 PM IST


નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શીખોનાં 10માં ગુરુ ગોવિંદ સિંહની 352મી જયંતિ પર તેમની યાદ રૂપે સિક્કો બહાર પાડ્યો છે. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ હાજરી આપી હતી. મોદીએ કરતારપુર કોરિડોરની અંગે સરકારે કરેલી પહેલની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, હવે શ્રદ્ધાળુઓ વિઝા વગર ગુરુ નાનક દેવનાં 550માં પ્રકાશોત્સવમાં પાકિસ્તાનનાં નરોવાલમાં જઈ શકશે.  

વડાપ્રધાને કહ્યું 1947માં અમારાથી જે ભૂલ થઈ હતી, તેનું પ્રાયશ્ચિત છે. અમારા ગુરુનું સૌથી મહત્વપૂર્ણ સ્થળ માત્ર થોડા કિલોમીટર જ દુર છે. આ કોરિડોર તે નુકસાનને ઓછુ કરવાનું પ્રમાણ છે. આ પહેલા મોદીએ ટ્વીટ કરીને ગુરુ ગોવિંદસિંહ ને નમન કર્યુ હતુ. 
2. મોદી પોસ્ટ ટિકીટ પણ બહાર પાડી ચુક્યા છે
2 વર્ષ પહેલા પણ નરેન્દ્ર મોદીએ પટનામાં ગુરુ ગોવિંદ સિંહની યાદમાં પોસ્ટ ટિકીટ બહાર પાડી હતી. ગત વર્ષે 30 ડિસેમ્બરે મોદીએ મનની વાત કાર્યક્રમમાં ગુરુ ગોવિંદ સિંહના બલિદાન અને દેશપ્રેમની પ્રશંસા કરી હતી. ગુરુ ગોવિંદ સિંહ જ્યારે શીખોનાં ધર્મગુરુ બન્યા ત્યારે તેમની ઉમર ફક્ત 9 વર્ષ હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી