કર્ણાટકમાં સીધા રૂપિયા સરકાર, પૈસા વગર કામ અશક્ય- મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંગલુરુઃ નરેન્દ્ર મોદીએ મંગળવારે કર્ણાટકના દાવણગેરેની એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અને સિદ્ધારમૈયા સરકારને આડા હાથે લીધા. મોદીએ કહ્યું કે પોતાની ખોટી નીતિઓના કારણે કોંગ્રેસ જનતાના દિલમાં સ્થાન નથી બનાવી શકી અને ધીમે-ધીમે તમામ રાજ્યોમાંથી ખતમ થઈ રહી છે. તેઓએ સિદ્ધારમૈયા સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યું કે રાજ્યમાં 'સીધા રુપઈય્યા' સરકાર છે. કોઈપણ કામ હોય, અહીં રૂપિયો જ ચાલે છે. મહત્વપૂર્ણ છે કે, કર્ણાટકમાં એપ્રિલ કે મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને બીજેપી કેમ્પનમાં સમગ્ર બળ લગાવી રહ્યા છે. સોમવારે જ રાહુલ ગાંધીનો ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ થયો છે. 

 

કોંગ્રેસ હટશે ત્યારે જ તેમનું કલ્ચર ખતમ થશે


- વડાપ્રધાને કહ્યું કે, કર્ણાટકની હાલની સરકાર ટૂંક સમયમાં જવાની છે. તેમની ખોટી નીતિઓના કારણે સરકાર જનતાની વચ્ચે સ્થાન નથી મેળવી શકી. એક પછી એક ચૂંટણીમાં કોંગ્રેસને હટાવી રહ્યા છીએ. જ્યારે દેશના તમામ રાજ્ય કોંગ્રેસ મુક્ત થઈ જશે તો તેમનું કલ્ચર પણ આપોઆપ ખતમ થઈ જશે.

 

સિદ્ધારમૈયા નહીં 'સીધા રુપઈય્યા' સરકાર


- કર્ણાટક સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા મોદીએ કહ્યું કે, સિદ્ધારમૈયા સરકારમાં રાજ્યના કેટલાક લોકો ઉપર જ વિશ્વાસ છે, પરંતુ વાસ્તવિક્તામાં તે સીધા રુપઈય્યા સરકાર છે. દરેક વસ્તુમાં સીધો રુપિયો ચાલે છે, ત્યારે જવ તમારું કામ થાય છે. આવી રુપિયાવાળી સરકારને હટાવવી જોઈએ. 

 

એક પરિવાર અનેક વર્ષો સુધી ખેડૂતોની ચિંતા નથી કરી


- મોદીએ કહ્યું કે, દેશમાં એક પરિવારે 48 વર્ષ સુધી શાસન (સત્તા) કરી અને એક ચા વેચનારે 48 મહિના સરકાર ચલાવી. 48 વર્ષ સુધી કેન્દ્રની સરકારોએ ખેડૂતોની ચિંતા ન કરી, પરંતુ અમે અનાજ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારીને દોઢ ગણી કરી દીધી.

 

સરદાર પટેલની પ્રતિમા બનાવવાની કસમ ખાધી છે


- મોદીએ આગળ કહ્યું કે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, તો સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાના શપથ લીધા. જો કોઈ અમેરિકા ગયા હોય તો ત્યાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોઈ હશે. સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અમેરિકાથી બે ગણી ઊંચી હશે.

અન્ય સમાચારો પણ છે...