Home » National News » Latest News » National » ડોકલામ વિવાદ બાદ મોદી બીજી વખત ચીન જઈ રહ્યાં છે | PM Modi meet Xi Jinping in wuhan China Visit

મોદી ચીન પ્રવાસેઃ 30 વર્ષ પૂર્વે થયેલી રાજીવ ગાંધીની યાત્રા સાથે તુલના

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 05:32 PM

મોદીની આ ચીન મુલાકાતની તુલના 1988માં રાજીવ ગાંધીએ કરેલી ચીન યાત્રા સાથે કરવામાં આવી રહી છે.

 • ડોકલામ વિવાદ બાદ મોદી બીજી વખત ચીન જઈ રહ્યાં છે | PM Modi meet Xi Jinping in wuhan China Visit
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  PM મોદી બે દિવસની ચીન યાત્રાએ જવા રવાના

  નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે ચીન જવા રવાના થયા છે. ડોકલામ વિવાદ પછી તેઓ બીજી વખત ચીન જવા રવાના થયા છે. તેઓ શુક્રવાર અને શનિવારનાં રોજ ચીનમાં રહેશે. મોદી અને જિનપિંગ વચ્ચે મધ્ય ચીનના વુહાન શહેરમાં મુલાકાત થશે. તેમની આ મુલાકાતની તુલના 1988માં રાજીવ ગાંધીએ કરેલી ચીન યાત્રા સાથે કરવામાં આવી રહી છે. ત્યારે 1962ના ભારત-ચીન યુદ્ધના 26 વર્ષ પછી રાજીવે બંને દેશના સંબંધ વચ્ચે આવેલી ખટાસને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. ડેંગ શિયાઓપિંગ સાથેની તેમની મુલાકાત ઘણા તબક્કે સફળ રહી હતી. ત્યારે મોદીની મુલાકાતને લઈને પણ આજ આશા છે. મોદી અને રાજીવની મુલાકાત એક જ ફર્ક છે કે મોદીની યાત્રા, રાજીવની મુલાકાતથી ઘણી જ અનસ્ટ્રકચર્ડ છે.

  ત્યારે 1962ની જંગ બાદ બગડ્યાં હતા સંબંધ, હવે ડોકલામ પર ટકરાવના 10 મહિના


  1) 1962માં ભારત-ચીન યુદ્ધ થયું હતું. 26 વર્ષ પછી 1988માં બંને દેશના સંબંધોમાં આવેલી ખટાસને દૂર કરવા માટે રાજીવ ગાંધી બેઇજિંગ પહોંચ્યા હતા. ગત વર્ષે જૂનમાં ડોકલામ વિવાદ થયો. 72 દિવસ સુધી બંને દેશની સેના આમનેસામને રહી. સપ્ટેમ્બર આ વિવાદ ખત્મ થયો હોવાનો દાવો કરાયો. જો કે આ મુદ્દે હજુ પણ ઉતાર ચડાવ જોવા મળી રહ્યાં છે. માનવામાં આવે છે કે મોદી આને દૂર કરવાના પ્રયાસ કરશે.

  2) રાજીવની યાત્રા પણ અનૌપચારિક હતી. મોદીની મુલાકાત તેનાથી પણ વધુ અનૌપચારિક રહેશે.

  3) રાજીવની ચીન મુલાકાત દરમિયાન અને વ્યાપારિક સમજૂતીઓ થઈ હતી. જેને આર્થિક દ્રષ્ટીએ આજે પણ મહત્વના માનવામાં આવે છે. આ સમયે પણ ચીન, મોદી અને ટ્રમ્પની વધતી નીકટતાને કારણે ભારત સાથેના પોતાના વ્યાપારિક સંબંધો માટે ખતરારૂપ માને છે. એવામાં તેઓ આ મુદ્દે કોઈને કોઈ મહત્વનો ફેંસલો કરી શકે છે.

  4) ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા મુજબ, રાજીવ ગાંધી અને ચીની નેતા ડેંગ જિયાઓપિંગ વચ્ચે મુલાકાતથી જે મોટાં નિષકર્ષ નીકળીને બહાર આવ્યાં હતા, એવાં જ વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી આશા છે.

  ચીન એટલે નરમ પડ્યું


  - ભારતમાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણી છે. ચીનને લાગે છે કે નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે.
  - અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના મોદી સાથેના સારા સંબંધોને કારણે પણ ચીનને પોતાનો વ્યવહાર બદલવા માટે મજબૂર કર્યો છે.
  - ચીનના ઉપ વિદેશ મંત્રી કોંગ શુઆન્યૂએ કહ્યું કે, "જિનપિંગ અને મોદી બંનેની પાસે સામરિક દ્રષ્ટી અને ઐતિહાસિક જવાબદારી છે. બંનેને પોતાની જનતાનું જોરદાર સમર્થન છે. તેઓ આને ઘણી જ મહત્વતા આપે છે."
  - ચીન ઈચ્છે છે કે ભારત OROB પર પોતાની દ્રષ્ટી બદલે અને તેમના આ પ્રોજેક્ટમાં તેઓ સામેલ થાય. તેમની એવી આશા પણ છે.
  - ચીન તિબેટ અને દલાઇ લામા પર ભારતની નીતિમાં પણ બદલાવ ઈચ્છે છે.
  - તેઓ દક્ષિણ ચીન સાગરમાં તેના એકાધિકારને પડકારવામાં આવતા ભારતનો સાથ ઈચ્છે છે.

  ભારતની પાસે વિકલ્પ નથી


  - છેલ્લાં બે વર્ષથી ભારત અને ચીનના સંબંધ ઘણાં જ બગડ્યાં છે.
  - ચીન ભારતને NSGની સદસ્યતા લેવાથી રોકી રહ્યું છે.
  - તેઓ ભારતની સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતા માટે પણ અડચણ ઊભી કરે છે.
  - ચીને અઝહર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના યુનાઈટેડ નેશન્સમાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.
  - ભારત કહે છે કે OROB કાશ્મીરથી નીકળતાં તે તેની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે, પરંતુ ચીન એવું નથી માનતું.
  - તેઓ પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ પરોક્ષ યુદ્ધ બંધ કરવાનું પણ નથી કહેતું.
  - શી જિનપિંગને જીવનભર માટે ચીનના રાષ્ટ્રપતિ બનાવી દેવાયાં છે, એવામાં ભારત માને છે કે તેની પાસે જિનપિંગ સાથે વાત કરવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી.
  - આ કારણે ભારત રીસેટ ચાયના, એટલે કે તેમની સાથે સંબંધોને ફરી સ્થાપિત કરવા માગે છે.

  અનૌપચારિક મુલાકાત, જેથી બ્રીફિંગની બાધ્યતા ન રહે


  - મોદીની આ મુલાકાત અનૌપચારિક છે. જેમાં મીડિયાની સામે બ્રીફિંગની બાધ્યતા નથી રહેતી.
  - તેના માટે રાજનાયિક સ્તરે પ્રયાસ થાય છે. જે બાદ તેને એવું રૂપ આપવામાં આવે છે, જેથી એવું ન લાગે કે તમે બોલાવ્યાં વગર જઈ રહ્યાં છે. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું રાષ્ટ્રપતિ શી જિનપિંગે મોદીને આમંત્રિત કર્યાં છે.
  - કહેવામાં આવે છે કે હાલમાં જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ચીન પહોંચીને મોદીની આ યાત્રાની જમીન તૈયાર કરી છે.

  આ મુદ્દે વાતચીત શક્ય


  - મોદી-જિનપિંગની બેઠક માટે કોઈ જ એજન્ડાની જાહેરાત નથી કરાઈ. પરંતુ ડોકલામ, એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ પર શાંતિ, વન બેલ્ડ વન રોડ પોલિસી, ભારતને NSGનું સભ્યપદ, ઉદ્યોગ-વેપાર અને ભારતમાં ચીની રોકાણ અંગે વાતચીત થઈ શકે છે.

  આ વાતની આશા ઓછી


  - મોદીની આ મુલાકાતમાં સરહદ વિવાદ પર સમજૂતી અંગે કોઈ જાહેરાત સંભવ નથી. પરંતુ ચીન 2013માં બોર્ડર ડિફેન્સ કો.ઓપરેશન એગ્રીમેન્ટ પર અલગથી પ્રસ્તાવ રાખી શકે છે.

  વડાપ્રધાન બન્યાં બાદ મોદીની ચોથી વખત ચીન મુલાકાત
  - વડાપ્રધાન બન્યાં બાદ મોદી ચોથી વખત ચીન જઈ રહ્યાં છે. તેઓ ચીનના કિંગદાઓ શહેરમાં 9-10 જૂનનાં રોજ થનારી શંઘાઈ સહયોગ સંગઠની શિખર બેઠકમાં પણ ભાગ લેવાના છે. તે દરમિયાન પણ તેમની ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • ડોકલામ વિવાદ બાદ મોદી બીજી વખત ચીન જઈ રહ્યાં છે | PM Modi meet Xi Jinping in wuhan China Visit
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી અને જિનપિંગ વચ્ચે મધ્ય ચીનના વુહાન શહેરમાં મુલાકાત થશે (ફાઈલ)
 • ડોકલામ વિવાદ બાદ મોદી બીજી વખત ચીન જઈ રહ્યાં છે | PM Modi meet Xi Jinping in wuhan China Visit
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હાલમાં જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ચીન પહોંચીને મોદીની આ યાત્રાની જમીન તૈયાર કરી છે (ફાઈલ)
 • ડોકલામ વિવાદ બાદ મોદી બીજી વખત ચીન જઈ રહ્યાં છે | PM Modi meet Xi Jinping in wuhan China Visit
  1988માં બંને દેશના સંબંધોમાં આવેલી ખટાસને દૂર કરવા માટે રાજીવ ગાંધી બેઇજિંગ પહોંચ્યા હતા, જ્યાં તેમની ચીની નેતા ડેંગ જિયાઓપિંગ સાથેની મુલાકાત સકારાત્મક રહી હતી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ