ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi is worried for data leak on FB considering Servers of big social media in India

  ડેટા લીકથી ચિંતામાં મોદી, સોશિયલ મીડિયા કંપનીઓના ભારતમાં સર્વર પર વિચાર

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 11:41 AM IST

  ફેસબુક જેવા વૈશ્વિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દિગ્ગજોના યુઝર્સના ડેટા લીક થવા કે તેની સાથે ચેડાં થવાની ખબરોથી વડાપ્રધાન
  • ડેટા લીક થવા કે તેની સાથે ચેડાં થવાની ખબરોથી વડાપ્રધાન મોદી ઘણા ચિંતિત છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડેટા લીક થવા કે તેની સાથે ચેડાં થવાની ખબરોથી વડાપ્રધાન મોદી ઘણા ચિંતિત છે. (ફાઇલ)

   નવી દિલ્હી: ફેસબુક જેવા વૈશ્વિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દિગ્ગજોના યુઝર્સના ડેટા લીક થવા કે તેની સાથે ચેડાં થવાની ખબરોથી વડાપ્રધાન મોદી ઘણા ચિંતિત છે. પીએમએ નિર્દેશ કર્યા છે કે ભારતમાં ડેટા શેરિંગને રેગ્યુલેટ કરવામાં આવે અને સોશિયલ મીડિયા સર્વર દેશમાં જ સ્થાપિત કરવાની સંભાવનાઓ ચકાસવામાં આવે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટની એક બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા થઇ હતી. '

   બેઠકમાં પીએમએ પૂછ્યું કે ડેટા લીક મામલે શું કરી શકાય

   - બેઠકમાં ફેસબુક ડેટા લીક અને કેમ્બ્રિજ એનાલિટિકાના મુદ્દે અનૌપચારિક ચર્ચામાં પીએમએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

   - પીએમએ વરિષ્ઠ મંત્રીઓને કહ્યું કે જુઓ કે આ મામલે શું કરી શકાય એમ છે. આ વાત પર વિચાર થયો કે તમામ સોશિયલ મીડિયા દિગ્ગજોના સર્વર ભારતમાં નથી હોતા અને એટલે તેમને રેગ્યુલેટ કરવા મુશ્કેલ હોય છે.
   - એટલે તેમને ભારતમાં પોતાનું એક સર્વર સ્થાપિત કરવા માટે કહેવું એ એક વિકલ્પ હોઇ શકે છે.

   ડેટાનો મોટાભાગનો હિસ્સો વિદેશ સ્થિત સર્વરોમાં

   - ફેસબુક, ગૂગલ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી દિગ્ગજ કંપનીઓના પ્લેટફોર્મ પર તૈયાર થયેલા ડેટાનો મોટાભાગનો હિસ્સો વિદેશોમાં સ્થિત સર્વરોમાં છે.

   - મોટાભાગના સર્વર અમેરિકામાં છે અને તેમના ડેટાને અમેરિકન કાયદા અને કેટલાક આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ્સ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે.
   - ફેસબુક ડેટા લીક અને કેમ્બ્રિજ એનાલિટિકા મામલાની તપાસ સરકાર દ્વારા કરાવડાવવામાં આવી રહી છે અને સરકાર ડેટા સુરક્ષાના તમામ પાસાઓની સમીક્ષા કરી રહી છે.

   શું છે ડેટા લીક મામલો

   - ઉલ્લેખનીય છે કે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર લગભગ 5 કરોડ ફેસબુક યુઝર્સના ખાનગી ડેટા ચોરવાનો આરોપ લાગ્યો છે.

   - આ જાણકારીનો ઉપયોગ કથિત રીતે ચૂંટણી દરમિયાન ટ્રમ્પને જીતાડવામાં સપોર્ટ કરવા અને વિરોધીઓની ઇમેજ ખરાબ કરવા માટે કરવામાં આવ્યો છે. તેને ફેસબુકના ઇતિહાસમાં સૌથી મોટો ડેટા લીક કહેવામાં આવી રહ્યો છે.
   - કેમ્બ્રિજ એનાલિટિકા આમ તો ભારત સહિત ઘણા દેશોમાં સક્રિય છે, પરંતુ અત્યાર સુધીની તેની સૌથી મોટી ઉપલબ્ધિ 2016ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી માટે કામ કરવું અને ટ્રમ્પની જીતમાં મદદ કરવાનું છે. એવું માનવામાં આવે છે કે કંપનીએ કોઇ પણ પાર્ટી પ્રત્યે ખાસ ઝુકાવ ન હોય તેવા મતદાતાઓની ઓળખ કરી અને ટ્રમ્પના પક્ષમાં કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી.

  • અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર લગભગ 5 કરોડ ફેસબુક યુઝર્સના ખાનગી ડેટા ચોરવાનો આરોપ લાગ્યો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર લગભગ 5 કરોડ ફેસબુક યુઝર્સના ખાનગી ડેટા ચોરવાનો આરોપ લાગ્યો છે. (ફાઇલ)

   નવી દિલ્હી: ફેસબુક જેવા વૈશ્વિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દિગ્ગજોના યુઝર્સના ડેટા લીક થવા કે તેની સાથે ચેડાં થવાની ખબરોથી વડાપ્રધાન મોદી ઘણા ચિંતિત છે. પીએમએ નિર્દેશ કર્યા છે કે ભારતમાં ડેટા શેરિંગને રેગ્યુલેટ કરવામાં આવે અને સોશિયલ મીડિયા સર્વર દેશમાં જ સ્થાપિત કરવાની સંભાવનાઓ ચકાસવામાં આવે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટની એક બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા થઇ હતી. '

   બેઠકમાં પીએમએ પૂછ્યું કે ડેટા લીક મામલે શું કરી શકાય

   - બેઠકમાં ફેસબુક ડેટા લીક અને કેમ્બ્રિજ એનાલિટિકાના મુદ્દે અનૌપચારિક ચર્ચામાં પીએમએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

   - પીએમએ વરિષ્ઠ મંત્રીઓને કહ્યું કે જુઓ કે આ મામલે શું કરી શકાય એમ છે. આ વાત પર વિચાર થયો કે તમામ સોશિયલ મીડિયા દિગ્ગજોના સર્વર ભારતમાં નથી હોતા અને એટલે તેમને રેગ્યુલેટ કરવા મુશ્કેલ હોય છે.
   - એટલે તેમને ભારતમાં પોતાનું એક સર્વર સ્થાપિત કરવા માટે કહેવું એ એક વિકલ્પ હોઇ શકે છે.

   ડેટાનો મોટાભાગનો હિસ્સો વિદેશ સ્થિત સર્વરોમાં

   - ફેસબુક, ગૂગલ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી દિગ્ગજ કંપનીઓના પ્લેટફોર્મ પર તૈયાર થયેલા ડેટાનો મોટાભાગનો હિસ્સો વિદેશોમાં સ્થિત સર્વરોમાં છે.

   - મોટાભાગના સર્વર અમેરિકામાં છે અને તેમના ડેટાને અમેરિકન કાયદા અને કેટલાક આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ્સ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે.
   - ફેસબુક ડેટા લીક અને કેમ્બ્રિજ એનાલિટિકા મામલાની તપાસ સરકાર દ્વારા કરાવડાવવામાં આવી રહી છે અને સરકાર ડેટા સુરક્ષાના તમામ પાસાઓની સમીક્ષા કરી રહી છે.

   શું છે ડેટા લીક મામલો

   - ઉલ્લેખનીય છે કે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર લગભગ 5 કરોડ ફેસબુક યુઝર્સના ખાનગી ડેટા ચોરવાનો આરોપ લાગ્યો છે.

   - આ જાણકારીનો ઉપયોગ કથિત રીતે ચૂંટણી દરમિયાન ટ્રમ્પને જીતાડવામાં સપોર્ટ કરવા અને વિરોધીઓની ઇમેજ ખરાબ કરવા માટે કરવામાં આવ્યો છે. તેને ફેસબુકના ઇતિહાસમાં સૌથી મોટો ડેટા લીક કહેવામાં આવી રહ્યો છે.
   - કેમ્બ્રિજ એનાલિટિકા આમ તો ભારત સહિત ઘણા દેશોમાં સક્રિય છે, પરંતુ અત્યાર સુધીની તેની સૌથી મોટી ઉપલબ્ધિ 2016ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી માટે કામ કરવું અને ટ્રમ્પની જીતમાં મદદ કરવાનું છે. એવું માનવામાં આવે છે કે કંપનીએ કોઇ પણ પાર્ટી પ્રત્યે ખાસ ઝુકાવ ન હોય તેવા મતદાતાઓની ઓળખ કરી અને ટ્રમ્પના પક્ષમાં કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi is worried for data leak on FB considering Servers of big social media in India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top