LPG કનેક્શનનું જેટલું કામ 70 વર્ષોમાં ન થયું તે અમે 4 વર્ષમાં કર્યું- મોદી

મોદીએ વડાપ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયૂવાય)નો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી

divyabhaskar.com | Updated - May 28, 2018, 10:11 AM
મોદીએ કહ્યું- આ 10 કરોડમાંથી 4 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવ્યા.
મોદીએ કહ્યું- આ 10 કરોડમાંથી 4 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વડાપ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયૂવાય)નો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી. તેમણે કહ્યું- અમે 4 વર્ષમાં 10 કરોડ કનેક્શન આપ્યા. એટલે જેટલું કામ 70 વર્ષોમાં ન થયું તેટલું અમે ચાર વર્ષમાં કરી દીધું. અમે માતાઓ-બહેનોને ધુમાડાથી છૂટકારો અપાવવા માંગતા હતા. આ 10 કરોડમાંથી 4 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવ્યા. તેની સફળતાને જોતા અમે પીપીએલ પરિવારો સુધી એલપીડી કનેક્શન આપવાનું લક્ષ્ય વધારીને આઠ કરોડ કરી દીધું છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વડાપ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયૂવાય)નો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી. તેમણે કહ્યું- અમે 4 વર્ષમાં 10 કરોડ કનેક્શન આપ્યા. એટલે જેટલું કામ 70 વર્ષોમાં ન થયું તેટલું અમે ચાર વર્ષમાં કરી દીધું. અમે માતાઓ-બહેનોને ધુમાડાથી છૂટકારો અપાવવા માંગતા હતા. આ 10 કરોડમાંથી 4 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવ્યા. તેની સફળતાને જોતા અમે પીપીએલ પરિવારો સુધી એલપીડી કનેક્શન આપવાનું લક્ષ્ય વધારીને આઠ કરોડ કરી દીધું છે.

4 કરોડ પરિવારોને એલપીજી કનેક્શન

- મોદીએ કહ્યું, "2014માં આશરે 6-7 દાયકા પછી પણ ફક્ત 13 કરોડ પરિવારો સુધી એલપીજી કનેક્શન પહોંચ્યું હતું. તમે સમજી શકો છો કે શરૂઆતમાં મોટા-મોટા લોકોને જ પહોંચાડવામાં આવ્યું. સામાન્ય વ્યક્તિના ઘરમાં ગેસ ચૂલાની કલ્પના પણ ન થઇ શકે. હું નાનો હતો ત્યારે વડીલો એવી વાતો પણ કરતા હતા કે ગેસ ચૂલો ન રાખવો જોઇએ કારણકે આગ લાગી જશે. હું પૂછતો હતો કે તમારા લોકોના ઘરમાં આગ કેમ નહીં લાગે, તો જવાબ નહોતો મળતો."

- "અમે 4 વર્ષમાં 10 કરોડ કનેક્શન આપ્યા. એટલે જેટલું કામ 70 વર્ષમાં ન થયું તેટલું અમે 4 વર્ષમાં કરી દીધું. અમે માતાઓ-બહેનોને ધુમાડાથી મુક્તિ અપાવવા માંગીએ છીએ. આ 10 કરોડમાંથી 4 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવ્યા. તેની સફળતાને જોતા અમે પીપીએલ પરિવારો સુધી એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય વધારીને આઠ કરોડ કરી નાખ્યું છે. "

હું પ્રેમચંદની વાર્તાઓના હામિદથી શીખ્યો

- નરેન્દ્ર મોદીએ કહ્યું, "બાળપણની કથા યાદ આવે છે. જે સ્કૂલ ગયા હશે તેમણે વાંચી હશે. મુનશી પ્રેમચંદે ખૂબ પ્રખ્યાત થયેલી વાર્તા ઈદગાહ લખી. તેનું પાત્ર હામિદ મેળામાં મિઠાઈ ન ખાઇને પોતાની દાદી માટે ચિપિયો લઇ આવે છે, જેથી દાદીનો હાથ બળી ન જાય. તેમને ઇજા ન થયા. એક હામિદને દાદીની ચિંતા છે તો હું કેમ ન કરી શકું?"

- "આઝાદી પછી 70 વર્ષમાં ફક્ત 13 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા. તે પણ સાંસદો અને નેતાઓની ભલામણથી મળતા હતા. હું તમને વિશ્વાસ અપાવું છું કે ટુંક સમયમાં જ તમામ પરિવારો સુધી એલપીજી ગેસ કનેક્શન પહોંચાડવાનું લક્ષ્ય લઇને ચાલી રહ્યા છીએ. જે-જે ઘરોમાં એલપીજી ચૂલા સળગી રહ્યા છે, ત્યાં લાકડી, કંડા અને કેરોસિનથી છૂટકારો મળી ગયો છે. નારીશક્તિને ધુમાડાથી મુક્તિ મળી છે. તેમને બીમારીઓમાંથી મુક્તિ મળી છે. મારું તો બાળપણ જ ગરીબીમાં વીત્યું છે. મા જમવાનું બનાવતી તો આખું ઘર ધુમાડાથી ભરાઈ જતું, ત્યારે મા માટીની છત પર બનેલાં બાકોરાંઓ ખોલી નાખતી હતી જેથી બાળકોને ધુમાડાથી મુક્તિ મળે."

આ વખતે 11 લાખ એલપીડી કનેક્શન આપ્યા

- "ત્યારે દલિતોને ફક્ત 445 પેટ્રોલ પંપ આપવામાં આવ્યા હતા. અમે અત્યાર સુધી 1200થી વધુ પેટ્રોલ પમ્પ દલિત પરિવારને આપ્યા છે. જૂની સરકારમાં એલપીડી સિલિન્ડર ડિસ્ટ્રિબ્યુશન 900 પરિવારોને મળ્યું હતું. અમે ચાર વર્ષમાં 1300 પરિવારોને ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે."

- "ગરીબોનો હક ન માર્યો જાય એટલા માટે પીપીએલ પરિવારોની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રાખવામાં આવી છે. અમે એલપીજી પંચાયત પણ શરૂ કરી છે. ગામમાં એલપીજી ગ્રાહકો માટે આ ચર્ચાનું મોટું કેન્દ્ર પણ બની ગયું છે. તેમાં તેમને એલપીજીના ઉપયોગને લઇને ડર દૂર કરવામાં આવે છે."
- "આ પંચાયતથી એલપીજીના ઉપયોગને વધારવામાં મદદ મળશે. તેનાથી ડિસ્ટ્રિબ્યુટરને પણ પોતાના નવા ગ્રાહકો વિશે જાણવામાં મદદ મળે છે. આ વખતે 20 એપ્રિલના રોજ ઊજવવામાં આવેલા ઉજ્જવલા દિવસના દિવસે 11 લાખ એલપીજી કનેક્શન વહેંચવામાં આવ્યા."

શું છે ઉજ્જવલા યોજના (પીએમયુવાય)

- આ યોજના 1 મે, 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાથી શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ગામોમાં જમવા માટે ઉપયોગમાં આવનારી લાકડી, કંડા કે કેરોસિનની જગ્યાએ એલપીજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર આ યોજનાથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માંગે છે તેમજ તેમની તંદુરસ્તીની સુરક્ષા પણ કરવા માંગે છે.

મોદીએ  વડાપ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયૂવાય)નો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી.
મોદીએ વડાપ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયૂવાય)નો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી.
ફાઇલ ફોટો
ફાઇલ ફોટો
X
મોદીએ કહ્યું- આ 10 કરોડમાંથી 4 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવ્યા.મોદીએ કહ્યું- આ 10 કરોડમાંથી 4 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવ્યા.
મોદીએ  વડાપ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયૂવાય)નો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી.મોદીએ વડાપ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયૂવાય)નો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી.
ફાઇલ ફોટોફાઇલ ફોટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App