ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi interacted to beneficiaries of Swasthya Yojna Pradhanmantri Jan Aushadhi Yojna

  દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય સુવિધાઓ મળે, એવી વ્યવસ્થા અમે બનાવી છે: મોદી

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 12:08 PM IST

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વાસ્થ્ય યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
  • મોદીએ સ્વાસ્થ્ય યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ સ્વાસ્થ્ય યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત.

   નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વાસ્થ્ય યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન મોદીએ કહ્યું કે, 'દરેક સફળતા અને સમૃદ્ધિનો આધાર સ્વાસ્થ્ય છે. અમે એક વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા તમામ પાસાઓ પર યુદ્ધના ધોરણે કામ કર્યું છે. દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ મળે, એવી વ્યવસ્થા અમે બનાવી છે. ઇલાજનો તમામ ખર્ચ એક ઇન્શ્યોરન્સ હેઠળ કવર થઇ શકે, તેવી વ્યવસ્થા અમે કરી છે.' મોદીએ કહ્યું, "સારી અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચી શકે તે માટે સારી હોસ્પિટલ્સનું નિર્માણ અને ડોક્ટરોની સીટો વધારવાનું કામ કર્યું છે."

   'જેટલું પુણ્ય ડોક્ટર્સને સેવા કરવાથી મળે છે, તેટલું જ પુણ્ય સસ્તી દવાઓ વેચીને મળે છે'

   - મોદીએ કહ્યું, "પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હેઠળ અમે સુનિશ્ચિત કર્યું છે કે દેશના લોકોને ઓછામાં ઓછી કિંમતે દવાઓ મળી શકે. આજે આખા દેશમાં તેમણે જાળ પાથરી દીધી છે. બ્લડપ્રેશરની દવાઓના ભાવ પહેલા એટલા વધારે હતા કે તે સાંભળીને જ લોકોનું બ્લડપ્રેશર વધી જતું હતું. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો કે જન ઔષધિ કેન્દ્રોમાં દવાઓ 50થી 90% સુધી ઓછા ભાવોમાં ઉપલબ્ધ થાય."

   - કટકમાં રહેતા મોહંતીએ પીએમ મોદી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કહ્યું કે, પહેલા મહિનામાં ત્રણ હજાર રૂપિયા ખર્ચાઇ જતા હતા, પરંતુ હવે ત્રણસો-ચારસો રૂપિયામાં પતી જાય છે. હવે દવાઓ સસ્તી મળી રહી છે.
   - હૈદરાબાદની માલાએ પીએમને કહ્યું કે હમણા પાંચ મહિના પહેલા જ બીપી અને ડાયાબિટિસ થઇ ગાય. અમને દવા ઘણી મોંઘી મળતી હતી, દર 10 દિવસે મારે 1000 રૂપિયાનો ખર્ચ થઇ જતો હતો. પરંતુ, જન ઔષધિ યોજના કેન્દ્ર પર ગઇ તો ઓછા પૈસામાં જ દવા મળવા લાગી. મનને ઘણો સંતોષ મળ્યો છે. હું હવે જેને મળું છું તે તમામને કેન્દ્ર પર જવાની સલાહ આપું છું.
   - ઝારખંડના પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ચલાવતા યુવક અંજને કહ્યું કે મારી દુકાન પર હવે ઘણા દૂરદૂરથી લોકો આવે છે. ઘણા લોકો આ દુકાનમાંથી સસ્તી દવાઓ લઇ જાય છે અને તેનાથી સાજા થઇ જાય છે. મને એક અઠવાડિયાની અંદર દુકાનનું લાયસન્સ મળી ગયું. પીએમ મોદીએ અંજનને આ માટે સંમેલન કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે, તમે તમારા ગ્રાહકો સાથે સંમેલન કરો અને તેનો પ્રચાર-પ્રસાર કરો.
   - મોદીએ કહ્યું, "જેટલું પુણ્ય ડોક્ટર્સને સેવા કરવાથી મળે છે, તેટલું જ પુણ્ય સસ્તી દવાઓ વેચીને તમને મળે છે. તેમણે કહ્યું કે જ્યારે ગરીબોને સસ્તી દવા મળે છે, તો તેમના પૈસા બચે છે, અને પોતાના જીવનધોરણને સુધારવામાં તેઓ તે પૈસાનો ઉપયોગ કરે છે."
   - "હૃદયરોગીઓને સવલતો આપવા માટે અમારી સરકારે સ્ટેન્ટના ભાવોમાં 80થી 90% સુધીનો ઘટાડો કર્યો છે."

  • મોદીએ કહ્યું, વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા તમામ પાસાઓ પર યુદ્ધના ધોરણે કામ કર્યું છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ કહ્યું, વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા તમામ પાસાઓ પર યુદ્ધના ધોરણે કામ કર્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi interacted to beneficiaries of Swasthya Yojna Pradhanmantri Jan Aushadhi Yojna
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `