Home » National News » Latest News » National » વડાપ્રધાન મોદી 21મીએ રશિયાના પ્રેસિડન્ટને મળશે | PM Modi will travel to Russia on Monday

PM મોદી રશિયા જવા થશે રવાના, બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

Divyabhaskar.com | Updated - May 20, 2018, 04:26 PM

વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ સાથે કોઈપણ એજન્ડા વગર વાતચીત માટે 21 મેની સવારે રશિયાના સોચી પહોંચ્શે

 • વડાપ્રધાન મોદી 21મીએ રશિયાના પ્રેસિડન્ટને મળશે | PM Modi will travel to Russia on Monday
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આ મુલાકાતમાં બંને નેતાઓ ઈરાન પરમાણુ સમજૂતીથી અમેરિકાના હટવાના પ્રભાવ સહિત વિવિધ વૈશ્વિક તેમજ ક્ષેત્રીય મુદ્દે ચર્ચા કરશે (ફાઈલ)

  નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી આજે રશિયા જવા રવાના થશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે અનૌપચારિક શિખર બેઠક કરશે. આ મુલાકાતમાં બંને નેતાઓ ઈરાન પરમાણુ સમજૂતીથી અમેરિકાના હટવાના પ્રભાવ સહિત વિવિધ વૈશ્વિક તેમજ ક્ષેત્રીય મુદ્દે ચર્ચા કરશે.

  મોદી રશિયા પ્રવાસે


  - વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ સાથે કોઈપણ એજન્ડા વગર વાતચીત માટે 21 મેની સવારે રશિયાના સોચી પહોંચ્શે.
  - બંને દેશના વડાઓ વચ્ચે વાર્ષિક શિખર બેઠકનો દૌર ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે. અને આ બેઠક તેઓ દિલ્હી કે મોસ્કોમાં આયોજિત કરે છે.

  બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો અંગે થશે ચર્ચા


  - વડાપ્રધાન મોદીની આ મુલાકાતને લઈને રશિયામાં ભારતના રાજદૂત પંકજ શરણે કહ્યું કે, "રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે આ ખાસ મુલાકાત છે."
  - પંકજ શરણે વધુમાં કહ્યું કે, "રાષ્ટ્રપતિ પુતિન બે અઠવાડીયા પહેલાં જ આ પદે આરૂઢ થયા છે અને તેઓએ અનેક મુદ્દે વાતચીત કરવા માટે પીએમ મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું."
  - શરણે કહ્યું કે, "પુતિનની ઈચ્છા છે કે બંને નેતા ભવિષ્યમાં રશિયાની પ્રાથમિકતાઓ, રશિયા વિદેશ નીતિ અને ભારત-રશિયા સંબંધે વાત થાય. આ ઉપરાંત બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને વધુ કઈ રીતે મજબૂત બનાવવા તે મુદ્દે પણ ચર્ચાની સંભાવના છે."
  - તેઓએ કહ્યું કે, "રાષ્ટ્રપતિ પુતિન તરફથી આયોજિત લંચ પછી બંને નેતા ત્યાં ના સ્થાનિક સમય 1 વાગ્યે વાર્તા કરી શકે છે. બંને નેતા કેટલાંક કલાકો એકસાથે પસાર કરશે."

  પરંપરાથી અલગ થઈ રહી છે આ મુલાકાત


  - પરંપરાગત રીતથી ઔપચારિક બેઠકોથી હટીને વડાપ્રધાન મોદીએ હાલમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે અનૌપચારિક શિખર વાર્તા કરી હતી.
  - આ પ્રકારની મુલાકાત બાદથી કોઈ સત્તાવાર રીતે ઘોષણ પત્ર જાહેર નથી કરાતો.
  - આધિકારિક સૂત્રોએ કહ્યું કે મોદી અને પુતિનની આ મુલાકાત ચારથી છ કલાક ચાલી શકે છે અને તે અંગેનો કોઈ નિર્ધારીત એજન્ડા નથી. આ બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દે ઘણી જ સીમિત ચર્ચા થઈ શકે છે.

  આ મુદ્દે થઈ શકે છે ચર્ચા


  - અધિકારીએ જણાવ્યા મુજબ મોદી અને પુતિન વચ્ચે ઈરાન પરમાણુ સમજૂતીથી અમેરિકાની પાછીપાની, અફઘાનિસ્તાન તેમજ સીરિયાની પરિસ્થિતિ, આંતકવાદનો ખતરો તેમજ આગામી SCO અને બ્રિકસ શિખર સંમેલન અંગે ચર્ચા થઈ શકે છે.
  - આ રીતે અમેરિકાના નવા કાયદા CATSA અંતર્ગત રશિયા વિરૂદ્ધ પ્રતિબંધથી ભારત-રશિયા રક્ષા સહયોગ પર સંભવિત અસરની પણ ચર્ચા થઈ શકે છે.
  - મળતી માહિતી મુજબ આ અનૌપચારિક શિખર વાર્તાનો ઉદ્દેશ્ય બંને દેશોની મિત્રતા તેમજ વિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • વડાપ્રધાન મોદી 21મીએ રશિયાના પ્રેસિડન્ટને મળશે | PM Modi will travel to Russia on Monday
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બંને દેશના વડાઓ વચ્ચે વાર્ષિક શિખર બેઠકનો દૌર ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે (ફાઈલ)
 • વડાપ્રધાન મોદી 21મીએ રશિયાના પ્રેસિડન્ટને મળશે | PM Modi will travel to Russia on Monday
  પરંપરાગત રીતથી ઔપચારિક બેઠકોથી હટીને વડાપ્રધાન મોદીએ હાલમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે અનૌપચારિક શિખર વાર્તા કરી હતી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ