તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UP: મોદી પહોંચ્યા લખનઉ, મગહરમાં જશે સંત કબીરની મજાર પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ઉત્તરપ્રદેશના સંત કબીરનગર પહોંચ્યા. અહીંયા તેમણે સંત કબીરદાસની મજાર પર ચાદર ચડાવી. ત્યારબાદ મોદીએ કબીરદાસની 500મી જયંતી પર મગહરમાં સંત કબીર એકેડેમીનો શિલાન્યાસ કર્યો. અહીંયા મોદીએ જનસભાને પણ સંબોધિત કરી. મોદીએ કહ્યું, "આજે મહાપુરુષોના નામ પર રાજનીતિ થઇ રહી છે. આવા લોકો જમીનથી કપાઇ ગયા છે." મોદીએ કહ્યું, "દેશમાં માહોલ ખરાબ થવાનો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે." ઉલ્લેખનીય છે કે,  24 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી આ એકેડમીમાં પાર્ક અને પુસ્તકાલય ઉપરાંત કબીર પર શોધની સંસ્થા પણ હશે. 

 

'કેટલાંક પક્ષ માત્ર ક્લેશ અને રાજનીતિ જ ઈચ્છે છે'

 

- મોદીએ કહ્યું, "સમાજવાદ અને બહુજનની વાત કરનારાઓની સત્તા માટે લાલચ તમે જોઈ શકો છે, 2 દિવસ પહેલાં દેશમાં કટોકટીના સમયને 43 વર્ષ થયાં. સત્તાનું લાલચ આવું જ છે ઈમરજન્સી લગાવનારા અને તે સમયે કટોકટીનો વિરોધ કરનારાઓ સાથે આવી ગયા છે. આ સમાજ નથી માત્ર પોતાનું અને પોતાના પરિવારનું હિત જોવે છે."
- "કેટલાંક પક્ષ માત્ર ક્લેશ અને રાજનીતિ જ ઈચ્છે છે, આ પક્ષ સમાજવાદ અને બહુજન વાદના નામે ઢોંગ કરે છે. આ તે લોકો જ છે જ જેઓએ પોતાના માટે કરોડોના બંગલા બનડાવ્યાં. આવા લોકોથી યુપીના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે."
- "કેટલાંક લોકોનું મન પોતાના આલીશાન બંગલાથી લાગેલું હોય છે."
- "આજે મહાપુરુષોના નામે રાજનીતિ થઈ રહી છે, એવાં લોકો જમીનથી અલગ થઈ ગયા છે."

 

'પૂર્વીય ઉત્તરપ્રદેશ વિકાસ માટે તરસી ગયો હતો'

 

- મોદીએ કહ્યું, "આઝાદીના આટલા વર્ષો સુધી દેશના કેટલાંક જ હિસ્સામાં વિકાસની રોશની પહોંચી શકી હતી. અમારી સરકારનો પ્રયાસ છે કે, ભારતભૂમિની એક-એક ઇંચની જમીનને વિકાસની ધારા સાથે જોડવામાં આવે."

- "14-15 વર્ષ પહેલા જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી અહીંયા આવ્યા હતા, ત્યારે તેમણે આ જગ્યા માટે એક સપનું જોયું હતું. તેમના સપનાંને સાકાર કરવા માટે મગહરના આંતરરાષ્ટ્રીય માનચિત્રમાં સદ્ભાવ-સમરસતાના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે."

- "આજે બેગણી ગતિથી કામ થઇ રહ્યું છે. સરકાર સૌનો સાથ સૌનો વિકાસની ભાવનાથી કામ કરી રહી છે. પહેલા વિકાસ માટે પૂર્વીય ઉત્તરપ્રદેશ તરસી ગયું હતું."

 

 

મોદીની આ મુલાકાત બીજેપી પ્રત્યે દલિતોની વધતી નારાજગી સામેનો ડેમેજ કંટ્રોલ

 

- 'કબીરપંથીઓ'માં મુખ્યરૂપે દલિત અને પછાત હિંદુ જાતિના લોકો છે. ગોરખપુરથી વારાણસી સુધી કબીરના અનુયાયીઓની મોટી સંખ્યા છે. 
- મોદીની આ મુલાકાતને બીજેપી પ્રત્યે દલિતોની વધતી નારાજગી સામેનો ડેમેજ કંટ્રોલ પણ માનવામાં આવી રહી છે. બીજેપીના સૂત્રોનું માનવું છે કે મોદીના કબીર નિર્વાણ સ્થળ પર જવાથી બીજેપીનું મુખ્ય વોટર કહેવાતું જૂથ નારાજ થઇ શકે છે. 
- વડાપ્રધાનના કાર્યક્રમને જોતા ગોરખપુર ઝોનના મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બલરામપુર, શ્રાવસ્તી અને બહરાઇચ જિલ્લાઓની નેપાળને અડીને આવેલી 395 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ મોદીની મગહર મુલાકાતની અન્ય તસવીરો

અન્ય સમાચારો પણ છે...