મોદી પહોંચ્યા લખનઉ, કરશે પ્રથમ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત

નરેન્દ્ર મોદી આજે લખનઉના ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં 'યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018' (UPIS)ની શરૂઆત કરશે

divyabhaskar.com | Updated - Feb 21, 2018, 09:57 AM
ઇન્વેસ્ટર્સ સમિટમાં મોદીની સ્પીચ.
ઇન્વેસ્ટર્સ સમિટમાં મોદીની સ્પીચ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનઉ પહોંચ્યા છે. તેઓ અહીંયા ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં 'યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018' (UPIS)ની શરૂઆત કરશે. સમિટ 2 દિવસો સુધી ચાલશે અને તેમાં દુનિયાભરના 5 હજાર ઉદ્યોગપતિઓ સામેલ થશે. યોગી સરકારનો દાવો છે કે આ સમિટ દ્વારા રાજ્યના 20 લાખ યુવાનોને રોજગાર મળશે. આશા છે કે આ દરમિયાન 900 એમઓયુ પર સહી થશે.

લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનઉ પહોંચ્યા છે. અહીંયા તેમણે ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં 'યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018' (UPIS)નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશ આખા દેશનું ગ્રોથ એન્જિન બની શકે છે. અહીંયા સંસાધનોની અછત નથી. પહેલાની અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો ફરક છે. યોગી આદિત્યનાથ અહીંયા પરિવર્તન લાવી રહ્યા છે. મોદીએ જણાવ્યું કે બજેટમાં દેશના બે ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાનો ઉલ્લેખ હતો, તેમાંથી એક આ રાજ્યમાં બનશે. તેનાથી 2.5 લાખ લોકોને રોજગારી મળશે. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત ઘણા ઉદ્યોગપતિઓ સામેલ થયા. પહેલા દિવસે અહીંયા 1045 એમઓયુ સાઇન થયા. 4 લાખ 28 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

મોદીની સ્પીચની મહત્વની વાતો

- નરેન્દ્ર મોદીએ કહ્યું, "ઇન્વેસ્ટર્સ સમિટમાં આટલા લોકોનું આવવું બહુ મોટી વાત છે. હું સીએમ યોગી, બ્યુરોક્રેટ્સ અને યુપીની જનતાને અભિનંદન પાઠવું છું, કે તેઓ આટલા ઓછા સમયમાં યુપીને આગળ લઇ જવામાં સફળ થયા."

- "હતાશા-નિરાશાના માહોલમાં હકારાત્મકતા લાવવાનું કામ યુપી સરકારે કર્યું છે. આ કામમાં ઝડપથી ખભેખભો મેળવીને આગળ વધવા માટે હું અભિનંદન આપું છું."
- "'કહેવત છે કે કોસ-કોસ પર બદલે પાની, 5 કોસ પર વાણી'. યુપીની પોતાની ઓળખ રહી છે. મલીહાબાદની કેરી, બનારસની સાડી, મુરાદાબાદના પીત્તળના વાસણ, ફિરોઝાબાદની કાચની બંગડીઓ, આગ્રાના પેઠા, કન્નોજનું અત્તર પ્રસિદ્ધ છે. અહીંયા સાંજ અયોધ્યા છે તો સવાર બનારસ છે. અહીંયા ગંગા-યમુના છે તો સરયુજીના આશીર્વાદ છે. આઇઆઇટી છે તો બીએચયુ પણ છે. યુપીના ગૌરવશાળી ઇતિહાસ જ નહીં, વર્તમાન પણ છે."

મોદીએ કહ્યું- પરિવર્તન થાય તો તે દેખાવા લાગે છે

- મોદીએ કહ્યું, "જ્યારે પરિવર્તન થાય છે, તો તે દેખાવા લાગે છે. ઉત્તરપ્રદેશમાં મોટું પરિવર્તન થઇ રહ્યું છે. અનેક ક્ષેત્રોમાં પરિવર્તન આવી રહ્યું છે."
- "મલીહાબાદની કેરીની વિશ્વભરમાં નિકાસ થાય છે. અનાજના ઉત્પાદનમાં યુપી અગ્રેસર છે. અમે ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. યુપી સરકારના કામના પરિણામો દેખાઇ રહ્યા છે.

- "યોગીજીએ યુપીને નિરાશામાંથી બહાર કાઢ્યું. યુપીમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. યુપી સમૃદ્ધિ અને વિકાસના માર્ગે છે."
- "યુપીમાં સાધનો અને સંસાધોની અછત નથી. યુપી ઉદ્યોગકારો માટે રેડ કાર્પેટ સાબિત થશે."
- "યુપીમાં પાયો તૈયાર થઇ ગયો છે જેના પર નવા ઉત્તરપ્રદેશની ભવ્ય અને દિવ્ય ઇમારતનું નિર્માણ થશે."
- "પોટેન્શિયલ, પોલિસી, પ્લાનિંગ અને પર્ફોર્મન્સ પ્રોગ્રેસની દિશામાં લઇ જાય છે."

દેશમાં બે ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરમાંથી એક યુપીમાં બનશે

- મોદીએ કહ્યું, "આ વર્ષે બજેટમાં પ્રસ્તાવ હતો કે દેશમાં બે ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવામાં આવશે. તેમાંથી એક યુપીમાં બનશે. આગ્રા, અલીગઢ, ચિત્રકૂટ, ઝાંસી સુધીનું ક્ષેત્ર હશે. 20 હજાર કરોડનું રોકાણ થશે. 2.5 લાખ લોકોને રોજગાર મળશે. ઉડાન યોજના દ્વારા 11 શહેરોમાં હવાઇ અડ્ડાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. હું કહું છું કે હવાઇ ચંપલ પહેરવવાળાએ પણ વિમાનમાં મુસાફરી કરવી જોઇએ."

- "જ્યારે નવા એરપોર્ટ કામ કરવા લાગશે તો કેટલો બદલાવ આવશે, તેની કલ્પના કરી શકાય છે. યુપીનું રેલ નેટવર્ક સૌથી મોટું છે. મેટ્રોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. અહીંના ગ્રામીણ વિસ્તારોમાં ઓપ્ટિકલ ફાયબર કનેક્ટિવિટી તેમને આખી દુનિયા સાથે જોડી દેશે."

2 દિવસ સુધી ચાલશે સમિટ

ઉલ્લેખનીય છે કે, આ સમિટ 2 દિવસો સુધી ચાલશે અને તેમાં દુનિયાભરના 5 હજાર ઉદ્યોગપતિઓ સામેલ થશે. યોગી સરકારનો દાવો છે કે આ સમિટ દ્વારા રાજ્યના 20 લાખ યુવાનોને રોજગાર મળશે. આશા છે કે આ દરમિયાન 900 એમઓયુ પર સહી થશે. આ દરમિયાન પીએમ ઉપરાંત કેન્દ્રના 19 મંત્રીઓ સ્પીચ આપશે. તે સિવાય બિઝનેસ લીડર્સ, રોકાણકારો અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓ પણ સ્પીચ આપશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી સતીશ મહાનાએ કહ્યું, આ સમિટ દ્વારા અમે 5 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 20 લાખથી વધુ લોકોને રોજગાર આપવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

આગળની સ્લાઇડ્માં જુઓ સંબંધિત તસવીરો

ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ ઇન્વેસ્ટર્સ સમિટમાં સામેલ થયા.
ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ ઇન્વેસ્ટર્સ સમિટમાં સામેલ થયા.
ઇન્વેસ્ટર્સ સમિટમાં ભેગી થયેલી જનમેદની.
ઇન્વેસ્ટર્સ સમિટમાં ભેગી થયેલી જનમેદની.
યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં મુકેશ અંબાણી.
યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં મુકેશ અંબાણી.
યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં મોદી.
યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં મોદી.
મોદી કરશે યુપી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન
મોદી કરશે યુપી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી લખનઉ પહોંચ્યા છે.
વડાપ્રધાન મોદી લખનઉ પહોંચ્યા છે.
મોદી  'યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018' (UPIS)ની શરૂઆત કરશે. (ફાઇલ)
મોદી 'યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018' (UPIS)ની શરૂઆત કરશે. (ફાઇલ)
X
ઇન્વેસ્ટર્સ સમિટમાં મોદીની સ્પીચ.ઇન્વેસ્ટર્સ સમિટમાં મોદીની સ્પીચ.
ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ ઇન્વેસ્ટર્સ સમિટમાં સામેલ થયા.ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ ઇન્વેસ્ટર્સ સમિટમાં સામેલ થયા.
ઇન્વેસ્ટર્સ સમિટમાં ભેગી થયેલી જનમેદની.ઇન્વેસ્ટર્સ સમિટમાં ભેગી થયેલી જનમેદની.
યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં મુકેશ અંબાણી.યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં મુકેશ અંબાણી.
યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં મોદી.યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં મોદી.
મોદી કરશે યુપી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટનમોદી કરશે યુપી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી લખનઉ પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી લખનઉ પહોંચ્યા છે.
મોદી  'યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018' (UPIS)ની શરૂઆત કરશે. (ફાઇલ)મોદી 'યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018' (UPIS)ની શરૂઆત કરશે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App