ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Karantaka Assembly Election: PM Modi will start third phase election campaign

  સર્જિકલ સ્ટ્રાઇક પછી કોંગ્રેસ સિનિયર લીડરે આર્મી ચીફને 'ગુંડા' કહ્યા- મોદી

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 02:22 PM IST

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં આજે પોતાના ત્રીજા તબક્કાનું ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે
  • કર્ણાટકના કલબુર્ગીમાં મોદીનુંસ સંબોધન
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકના કલબુર્ગીમાં મોદીનુંસ સંબોધન

   બેંગલુરૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક પહોંચ્યા છે. અહીંયા તેમણે કલબુર્ગીમાં રેલીને સંબોધી. મોદીએ કહ્યું- "આ ચૂંટણી કર્ણાટકનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણી મહિલાઓની સુરક્ષા માટે છે, ખેડૂતોના વિકાસ માટે છે. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યોની પસંદગી કરવા માટે નથી." મોદી આજે ત્રણ રેલીઓને સંબોધિત કરશે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને બીજેપીના નેતા યોગી આદિત્યનાથ પણ કર્ણાટકના પ્રવાસે છે.

   કર્ણાટકમાં પાણી સંકટ માટે કોંગ્રેસ જવાબદાર- મોદી

   - મોદીએ કહ્યું, "કર્ણાટકમાં પાણીના સંકટ માટે મોદી જવાબદાર છે. કર્ણાટક નદીઓથી સમૃદ્ધ હોવા છતાં અહીંયા પાણીની અછત છે."

   - "કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવ્યા. સર્જિકલ સ્ટ્રાઇક થયા પછી કોંગ્રેસના એક સિનિયર લીડરે આપણા અત્યારના ઇન્ડિયન આર્મી ચીફને ગુંડા કહ્યા."

   - મોદીએ કહ્યું, "કર્ણાટક એ બહાદુરીનો પર્યાય છે, પરંતુ કોંગ્રેસ સરકારે ફિલ્ડ માર્શલ કરિઅપ્પા અને જનરલ થિમૈયા સાથે કેવું વર્તન કર્યું? ઇતિહાસ આ વાતનો પુરાવો છે. 1948માં પાકિસ્તાનને હરાવ્યા પછી જનરલ થિમૈયાનું વડાપ્રધાન નહેરૂએ અને સંરક્ષણ મંત્રી ક્રિશ્ના મેનને અપમાન કર્યું હતું. "

   યોગીએ કહ્યું- અહીંયા જેહાદીઓનું વર્ચસ્વ, બનાવો દેશભક્ત સરકાર

   કર્ણાટકના સિરસીમાં જનરેલીને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું, "અહીંયા આજે એક રાષ્ટ્રવાદી સરકારની જરૂર છે, જે રાજ્યમાંથી જેહાદી તત્વોને બહાર કાઢી શકે."

   - યોગીએ કહ્યું, "આજે યુપીમાં જેહાદીઓ નથી પરંતુ કર્ણાટકમાં છે. ઉત્તરપ્રદેશમાં આજે તમે નિર્દોષોને ન મારી શકો પરંતુ કર્ણાટકમાં બીજેપી અને હિંદુ કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર જેહાદી તત્વોને સપોર્ટ કરે છે."

   - "શું હવે યાસીન ભટકલ જેવા લોકો આપણને કહેશે કે સરકાર કેવી રીતે ચલાવવી જોઇએ? કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર નથી."

   કુલ 21 રેલીઓ સંબોધશે પીએમ

   - પીએમ મોદી અહીંયા કલબુર્ગી, બેલ્લારી અને બેંગલુરૂમાં રેલીને સંબોધિત કરશે. તેઓ અહીંયા કુલ 21 રેલીઓ સંબોધશે. તેમાંથી ત્રણ રેલી તેઓ 1 મેના રોજ સંબોધિત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં 12 મેના રોજ વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે.

   - પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં અહીંયા સાર્વજનિક સભાઓને સંબોધિત કરવા માટે ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા બીજેપી નેતાઓ આવશે. મોદીએ આ પહેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર જોરદાર હુમલો કરતા ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. વડાપ્રધાનનું આગામી ચૂંટણી પ્રચાર અભિયાન તમાકુરામાં પાંચ મેના રોજ થશે.

   બીજેપીની વિચારધારામાં ખેડૂત કલ્યાણ- મોદી

   - કર્ણાટકમાં મંગળવારે આયોજિત એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોડાની પ્રશંસા કરી હતી. તેના પર પ્રતિક્રિયા આપતા દેવગોડાએ બુધવારે કહ્યું, તેનો અર્થ એ નથી કે બંને પક્ષ એકબીજા સાથે સારા સંબંધો બનાવી રહ્યા છે.

   - દેવગોડાએ તેની સાથે જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની તે કોમેન્ટ પર જોરદાર વાંધો ઉઠાવ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે જેડીએસ બીજેપીનું સમર્થન કરશે. તેમણે દાવો કર્યો કે જ્યારે સિદ્ધારમૈયા જેડીએસમાં હતા, ત્યારે તે 2004માં બીજેપીના સમર્થનથી મુખ્યમંત્રી બનવા માંગતા હતા.
   - મોદીએ દેવગોડાનું કથિત અપમાન કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. તેનું સમર્થન કરતા દેવગોડાએ કહ્યું, એક કન્નડિગા વડાપ્રધાન બન્યો હતો. સિદ્ધારમૈયાએ કન્નડિગાના ગૌરવને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો.
   - તેમણે ત્રિશંકુ વિધાનસભાની આશંકાનો ઇન્કાર કરતા કહ્યું કે 12મે ના રોજ પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીમાં જેડીએસ સત્તામાં પાછી આવશે.

  • ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને બીજેપીના નેતા યોગી આદિત્યનાથ પણ કર્ણાટકના પ્રવાસે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને બીજેપીના નેતા યોગી આદિત્યનાથ પણ કર્ણાટકના પ્રવાસે છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Karantaka Assembly Election: PM Modi will start third phase election campaign
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top