Divya Bhaskar

Home » National News » Latest News » National » Bhavnagar accident PM Modi condolences from Tweet

રંઘોળા અકસ્માત અંગે વડાપ્રધાન દુઃખ વ્યક્ત કર્યું. ટ્વીટ કરી સહાનુભૂતિ દાખવી

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 11:48 AM

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મૃતકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

  • Bhavnagar accident PM Modi condolences from Tweet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રંઘોળા અકસ્માત અંગે પીએમ મોદી દુખ વ્યક્ત કર્યું (ફાઈલ)

    નવી દિલ્હીઃ બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે. આ અકસ્માતમાં 25 જાનૈયાઓના મોત નિપજ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આ ગમખ્વાર અકસ્માત અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મૃતકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવી પણ પ્રાર્થના કરી છે. આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં બિહારમાં થયેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

    વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુ:ખની લાગણી વ્યક્ત કરી


    - ભાવનગર નજીક રંઘોળા નદીના બ્રીજ પાસે જાનૈયાઓની ટ્રક ખાબકી હતી જેમાં 25થી વધુનાં મોત થયાં છે. જ્યારે 60થી વધુ ઘાયલ થયાં છે. ત્યારે આ મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે.
    - વડાપ્રધાન મોદીએ PMO ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે.
    - PM મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, "મારી સહાનુભૂતિ તે તમામ લોકો સાથે છે જેઓએ ગુજરાતના રંઘોળા નજીક થયેલાં અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. આ અકસ્માત ઘણો જ દુ:ખદાયક અને વેદના આપનારો છે. આ અકસ્માતમાં જેઓ ઈજાગ્રસ્ત થયાં છે તેઓ પણ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના."

    ભાવનગર પાસે થયો છે અકસ્માત


    બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રીજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી 25થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે મોટી સંખ્યા 60થી વધુ જાનૈયા ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે. આ આંકડા 36થી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • Bhavnagar accident PM Modi condolences from Tweet
    ટ્વીટ કરી સહાનુભૂતિ દાખવી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending