ઈસ્લામના વારસાનું વર્ણન ન કરી શકાય, તે માત્ર અનુભવી શકાય- મોદી

કિંગ અબ્દુલા મંગળવાર રાત્રે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવ્યા છે, મોદી તેમને રિસીવ કરવા એરપોર્ટ પણ ગયા હતા

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 11:54 AM
PM Narendra Modi Speech  On Islamic Heritage In Delhi

નરેન્દ્ર મોદી અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા II બિન અલ હુસૈન ગુરુવારે ઈન્ડિયન ઈસ્લામિક સેન્ટરના કાર્યક્રમમાં સામેલ થયા. જેમાં બંને નેતાઓએ ઈસ્લામિક વિરાસત પર પોતાની વાત રજૂ કરી. પીએમ મોદીએ કહ્યું કે ઈસ્લામની વિરાસતને વ્યક્ત ન કરી શકાય પરંતુ તેને અનુભવી શકાય છે.

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા II બિન અલ હુસૈન ગુરુવારે ઈન્ડિયન ઈસ્લામિક સેન્ટરના કાર્યક્રમમાં સામેલ થયા. જેમાં બંને નેતાઓએ ઈસ્લામિક વિરાસત પર પોતાની વાત રજૂ કરી. પીએમ મોદીએ કહ્યું કે ઈસ્લામની વિરાસતને વ્યક્ત ન કરી શકાય પરંતુ તેને અનુભવી શકાય છે. માનવતાની વિરુદ્ધ જુલમ કરનારાઓ એ નથી જાણતા કે નુકસાન તેમના ધર્મનું પણ થાય છે, જેના માટે તેઓ લડવાનો દાવો કરે છે. બીજી તરફ, અબ્દુલ્લાએ કહ્યું કે ઈસ્લામમાં નફરતનું કોઈ સ્થાન નથી. આતંકવાદને તેની સાથે ન જોડવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે, કિંગ અબ્દુલ્લા મંગળવાર રાત્રે 3 દિવસના પ્રવારે ભારત આવ્યા. ત્યારે મોદી તેમને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા.

મોદીએ ઈસ્લામ હેરિટેજ પર શું કહ્યું?


- નરેન્દ્ર મોદીએ કહ્યું, ઈસ્લામની સાચી ઓળખ બનાવવા માટે તમારી મહત્વપૂર્ણ ભૂમિકાને વર્ણવી ન શકાય. તેને માત્ર અનુભવી શકાય છે. યોર હાઇનેસ પ્રિન્સના જે પુસ્તકનો હાલ ઉલ્લેખ થયો તે પણ જોર્ડનમાં તમારા પ્રયાસોનું એક શાનદાર પરિણામ છે. મને આશા છે કે તેનાથી લોકોને ઈસ્લામને સમજવામાં મદદ મળશે અને દુનિયાભરના યુવા ચોક્કસ વાંચશે. આપે જે રીતે ભારત આવવનું મારું આમંત્રણ સ્વીકાર્યું તે ભારત પ્રત્યે આપનો સ્નેહ દર્શાવે છે.
- યોર મેજેસ્ટી તમે (કિંગ અબ્દુલ્લા) સ્વયં વિદ્વાન છો અને ભારતને ઘણી સારી રીતે ઓળખો છો. તમે સારી રીતે જાણો છો કે દુનિયાના તમામ મોટા ધર્મ ભારતના પ્રસર્યા છે. દુનિયાભરના ધર્મ અને મત ભારતની માટીમાં ઉછર્યા છે. અહીંની હવામાં તેઓએ શ્વાસ લીધો છે. શાંતિ અને પ્રેમની ખુશબુ ભારતમાંથી સમગ્ર દુનિયામાં ફેલાઈ છે. તેણે આપણને સાચો માર્ગ દર્શાવ્યો છે.

દિલ્હી ગંગા-જમના પરંપરાનો મેળ છે


- મોદીએ કહ્યું કે, ભારતના જનમાનસમાં એવો અહેસાસ છે કે, દરેક ધર્મની રોશનીમાં એક જ નૂર છે. ભારતનું પાટનગર દિલ્હી જૂની માન્યતાઓ પ્રમાણે ઈંન્દ્રપ્રસ્થ છે. અહીંથી સુફી સંતો પણ થયા છે, સૈફુદ્દીન ઔલિયા પણ અહીંથી જ છે. આ ભારતમાં ગંગા-જમના જેવી પરંપરાનો મેળ છે.
- ભારત અને ભારતીયોએ આખી દુનિયાને એક દુનિયા માનીને પોતાની ઓળખ બનાવી છે. સાસ્કૃતિક વિવિધતા જ ભારતની ઓળખ અને વિશેષતા છે. દરેક ભારતીયને તેમની આ વિશેષતા ઉપર ગર્વ છે. પછી ભલે તે ગમે તે ધર્મ કે જાતીનો હોય. હોળીના થોડા જ સમય પછી રમજાનનો મહિનો આવશે. આ અમુક ભારતીયો માટે ઉદાહરણ છે. ભારત દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને રાજકીય વિવિધતાનો આધાર છે.

ભારત અને જોર્ડન મળીને કામ કરશે


- મોદીએ કહ્યું- તમે લીધેલા પગલાં આતંકવાદ પર કાબુ મેળવવા માટે ખૂબ મદદગાર થશે. એક એવી જવાબદારીવાળી જાગ્રતતા પેદા થાય જે સમગ્ર માનવતાને રસ્તો બતાવે. તેમાં તમારી હાજરીથી વધારે તાકાત મળશે. આવા પ્રયત્નોમાં ભારત તમારી સાથે ચાલવા માગે છે.
- તેનો વિશ્વાસ અપાવવા માટે આટલી મોટી સંખ્યામાં ભારતીય ઉલેમા અને નિષ્ણાતો અહીં હાજર છે. તમારી હાજરીમાં અમને હિંમત અને દિશા બંને મળશે. હજરાત આ જલસામાં સામેલ થવા માટે હું તમારો આભારી છું.

PM Narendra Modi Speech  On Islamic Heritage In Delhi
X
PM Narendra Modi Speech  On Islamic Heritage In Delhi
PM Narendra Modi Speech  On Islamic Heritage In Delhi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App