PM મોદીએ કહ્યું- જેણે પત્રકારને માર્યો તેને ક્રાંતિકારી ગણાવે છે કોંગ્રેસ, તમારા માટે ખાલી હાથે નથી આવ્યો

Congress President Rahul Gandhi will conduct five rallies between two days in Chhattisgarh

છત્તીસગઢમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષ પ્રચાર-પ્રસારમાં સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. ભારતચીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ તરફથી અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે આ રાજ્યમાં તેમના ઉમેદવારો માટે વોટ માંગશે.

divyabhaskar.com

Nov 09, 2018, 02:35 PM IST

છત્તીસગઢ: છત્તીસગઢમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષ પ્રચારમાં તેમની સમગ્ર તાકાત લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જગદલપુરમાં રેલી સંબોધીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત છત્તીસગઢી ભાષામાં કરી હતી.

પીએમ મોદીએ કહ્યું, ભાઈ-બીજના તહેવારના દિવસે હું તમારી પાસેથી કંઈક માંગવા આવ્યો છું. અત્યારસુધી દેશમાં જેટલા પણ વડાપ્રધાન બન્યા, તેમાં સૌથી વધારે વખત હું બસ્તર આવ્યો છું. હું જ્યારે પણ આવ્યો છું ત્યારે ખાલી હાથે નથી આવ્યો. પહેલાની જે સરકારના વેપાર તારું-મારું નો હતો. હું અહીં આજે મારી જવાબદારી પૂરી કરવા આવ્યો છે. મારી જવાબદારી અંતર્ગત હું અહીંના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા આવ્યો છું. અમારો હેતુ સૌનો સાથ, સૌનો વિકાસ છે. હાલ છત્તીસગઢનો વિકાસ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે.

અર્બન નક્સલીઓના સમર્થનમાં બોલે છે કોંગ્રેસ


વડાપ્રધાને કહ્યું કે, પહેલાંની સરકાર કહેતી હતી કે નક્સલીઓના કારણે અહીં વિકાસ નથી થતો. પરંતુ અમારી સરકારે દરેક મુશ્કેલીઓનો સામનો કરીને વિકાસ કર્યો છે. જે અર્બન માઓવાદીઓ છે તે તો શહેરમાં રહે છે અને તેમના બાળકો વિદેશોમાં ભણે છે. પરંતુ તેઓ શહેરોમાં બેસીને આદિવાસી બાળકોનું જીવન બરબાદ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી અર્બન માઓવાદીઓના પક્ષમાં હોય છે અને તેઓ નક્સલવાદને મુદ્દો બનાવીને કોંગ્રેસ વોટની ખેતી કરી રહી છે.

બસ્તરમાં બીજુ કોઈ ન આવી શકે

વડાપ્રધાને કહ્યું કે, બસ્તરની સીટ પર કમળ જ ખીલવું જોઈએ. જો બીજું કોઈ આવી ગયું તો બસ્તરના સપનાઓ પૂરા નહીં થઈ શકે. આપણે અટલજીના સપનાઓને પૂરા કરવાના છે.. તેથી જ અમે વારંવાર છત્તીસગઢ આવ્યા છીએ. છત્તીસગઢ હવે 18 વર્ષનું થઈ રહ્યું છે. તેથી જ અમે તેના સપનાઓને પૂરા કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, છત્તીસગઢના વિકાસ માટે કેન્દ્રની સરકાર અને રાજ્યના રમણ સિંહ સરકાર સતત કાર્ય કરી રહી છે.

છત્તીસગઢમા વિકાસને રોકે છે યુપીએ સરકાર


જ્યારે છત્તીસગઢ બન્યું ત્યારે તેમાં કોંગ્રેસની સરકાર બની હતી. તેમણે શરૂઆતથી જ છત્તીસગઢમાં ખોટું કામ શરૂ કર્યું. પરંચુ થોડા સમય પછી જ લોકોએ સમજણથી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી. બીજેપીની સરકારે છેલ્લાં 15 વર્ષમાં છત્તીસગઢના વિકાસમાં લોહી-પાણી એક કર્યું છે. પીએમએ કહ્યું કે, જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે રમણ સિંહ સરકારને મદદ નહતી કરતી. દિલ્હીની સરકાર છત્તીસગઢના દરેક સારા કામોને અટકાવવા માગતી હતી.

પત્રકારની હત્યાની કરી નિંદા


વડાપ્રધાને કહ્યું કે, નક્સલીઓએ એક પત્રકારને મારી દીધો હતો. તે તો માત્ર અહીં તેનું કામ કરવા આવ્યો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તે નક્સલીઓને ક્રાંતિકારી કહ્યાં હતાં. જેમણે એક નિર્દોષની હત્યા કરી દીધી હતી. જે લોકો લોકતંત્રને ખતમ કરવા માગે છે તેવા લોકોને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. બોમ્બ અને બંદૂકના રસ્તે સમસ્યાઓનું સમાધાન નથી આવતું.

રાહુલ ગાંધી પણ શુક્રવારે અને શનિવારે છત્તીસગઢની મુલાકાતે છે. અહીં તેઓ બે દિવસમાં પાંચ સભા સંબોધવાના છે. તે ઉપરાંત એક રોડ શો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.

પહેલાં તબક્કામાં આ સીટો પર થશે મતદાન


છત્તીસગઢમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થવાની છે. પહેલાં તબક્કામાં આ મહિને 12 તારીખે બસ્તર વિસ્તારના સાત જિલ્લા અને રાજનાંદગામ જિલ્લાની 18 સીટ અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગામ, નારાયણપુર, બસ્તર, જગદલપુર, ચિત્રકોટ, દંતેવાડા, બીજાપુર, કોંટા, રાજનાંદગામ, ડોંગરગઢ, ડોંગરગામ, ખુજ્જી, ખૈરાગઢ અને મોહલા-માનપુર પર મતદાન થશે. આ સીટોમાં 12 સીટ અનુસુચિત જનજાતિ માટે તથા એક સીટ અનુસૂચિત જાતી માટે આરક્ષિત છે.

X
Congress President Rahul Gandhi will conduct five rallies between two days in Chhattisgarh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી