1

Divya Bhaskar

Home » National News » Latest News » National » Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it

ડિફેન્સ એક્સ્પોઃ મેક ઈન ઈન્ડિયા સ્ટોલનું PMએ કર્યું ઉદ્ઘાટન, DMKનો વિરોધ

Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 02:31 PM IST

14 એપ્રિલ સુધી ચાલનારા આ એક્સ્પોમાં પહેલાં ત્રણ દિવસ બિઝનેસ ડેલીગેટ્સ માટે છે.

 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  કાવેરી જળ વિવાદ મુદ્દે DMKએ મોદીનો કાળા બલૂનથી વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં ગો બેક લખ્યું હતું

  ચેન્નાઈઃ ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મેક ઈન ઈન્ડિયા સ્ટોલનો શુભારંભ કર્યો. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે એક્સ્પોમાં કોઈ વડાપ્રધાને ભાગ લીધો. આ વખતે આ એક્સ્પોની થીમ "ભારતઃ રક્ષા નિર્માણમાં વિકસિત થઈ રહેલું હબ" રાખવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, સ્વીડન અને ફિનલેન્ડ સહિત 47 દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે. 14 એપ્રિલ સુધી ચાલનારા આ એક્સ્પોમાં પહેલાં ત્રણ દિવસ બિઝનેસ ડેલીગેટ્સ માટે છે. ડિફેન્સ સેમિનાર પણ થશે. 14 એપ્રિલે સામાન્ય લોકો માટે આ એક્સ્પો ખુલ્લો રહેશે. મોદીની આ યાત્રા દરમિયાન કાવેરી વિવાદને લઈને અનેક જગ્યાએ વિરોધ થયાં હતા. DMK દ્વારા મોદીએ ગો બેકના સૂત્રોચ્ચારો કર્યાં અને કાળ ઝંડા દેખાડ્યાં હતા.


  એરપોર્ટની બહારે મોદીનો વિરોધ


  - નરેન્દ્ર મોદી ચેન્નાઈ પહોંચ્યા તે પહેલાં કાવેરી જળ વિવાદને લઈને એરપોર્ટની બહારે તેમનો વિરોધ થયો હતો. પ્રદર્શનકારીઓએ તેમને કાળા ઝંડા દેખાડવાના પ્રયાસો કર્યાં. DMKએ કાળા ફુગ્ગાં દેખાડીને મોદીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં મોદી ગો બેકના સૂત્રો લખ્યાં હતા.

  - ડિફેન્સ એક્સ્પોમાં સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "500થી વધુ ભારતીય અને 150થી વધુ વિદેશી કંપનીઓને અહીં જોવી એક શાનદાર અનુભૂતિ છે. અહીં 40થી વધુ દેશોએ પોતાના આધિકારીક પ્રતિનિધિમંડળને મોકલ્યાં છે."
  - મોદીએ કહ્યું કે, "શાંતિ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા એટલી જ મજબૂત છે, જેટલી પોતાના લોકો અને પોતાની જમીનને સુરક્ષિત કરવાની."
  - પીએમએ વધુમાં જણાવ્યું કે, ચાર વર્ષથી ઓછા સમયમાં 794 રક્ષા નિકાસને મંજૂરી આપી, આ નિકાસની વેલ્યૂ 1.3 અબજ ડોલરથી વધુની છે.
  - વડાપ્રધાને કહ્યું કે અમે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સીલેન્સ યોજના લોન્ચ કરી છે. જે અંતર્ગત દેશભરમાં ડિફેન્સ ઇનોવેશન હબ સ્થાપિત થશે.

  વિશ્વને ભારતમાં તૈયાર થઈ રહેલાં રક્ષા નિર્માણની ક્ષમતા દેખાડવાનો


  - રક્ષા મંત્રાલયના સચિવ અજય કુમારે જણાવ્યું કે, "એક્સ્પોની મદદથી અમે વિશ્વને ભારતમાં થઈ રહેલાં રક્ષા નિર્માણની ક્ષમતા દેખાડવા માંગીએ છીએ. અમે રક્ષા નિર્માણમાં તેજીથી આગળ વધી રહ્યાં છીએ. આજ કારણ છે કે અમે ગત વર્ષે 55 હજાર કરોડ રૂપિયાના રક્ષા ઉપકરણોનું નિર્માણ કર્યું છે. અમે અમારી પ્રોડ્કટને નિકાસ કરવાની સંભવનાઓ પણ શોધી રહ્યાં છીએ."

  એક્સ્પોમાં ભારતના અત્યારસુધીમાં સૌથી વધુ ફર્મ


  - આ વખતે 701 કંપનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 539 ભારતીય અને 163 વિદેશી ફર્મ છે. અત્યારસુધીના ઈતિહાસમાં સૌથી વધુ ભારતીય ફર્મ ભાગ લઈ રહી છે. જ્યારે કે વિદેશી કંપનીઓમાં 20 % સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, રશિયાના ટોપ ડિફેન્સ કંપનીઓ ભાગ લઈ રહી છે.

  ગોવાથી 25% મોટો એક્સ્પો


  - એક્ઝીબિશન 2.9 લાખ વર્ગ ફુટમાં થઈ રહ્યું છે. અત્યારસુધીનો સૌથી મોટો એક્સ્પો છે. જે ગોવાથી 25% મોટો છે.

  લેન્ડ, એર અને નેવલ સિસ્ટમનું ડેમોસ્ટ્રેશન થશે


  - એક્સ્પોમાં ભારતના લેન્ડ, એર અને નેવલ સિસ્ટમનું લાઈવ ડેમોસ્ટ્રેશન થશે. 155 એમ એમ એડવાન્સ આર્ટિલરી ગન ધનુષ, તેજસ જેટ્સ, અર્જુન માર્ક-2 ટેંકને પણ પ્રદર્શનીમાં રાખવામાં આવ્યું છે. બ્રિજ બનાવનારી ટેંક પણ સામેલ કરવામાં આવી છે.

  70% જગ્યા ભારતીય કંપનીઓએ બુક કરાવી


  - એક્સ્પોમાં 70% જગ્યા ભારતીય ફર્મ માટે છે. જેમાં 20% જગ્યા એમએસએમઈએ બુક કરાવી છે.
  - ભારતીય પેવેલિયન 35 હજાર ચોરસ ફુટમાં છે. જેમાં અંગત અને સાર્વજનિક ફર્મ પોતાની પ્રોડ્કટ દેખાડશે.

  આ છે ટોપ ભારતીય ફર્મ


  - ટાટા, એલએન્ડટી, કલ્યાણી, ભારત ફોર્જ, મહિન્દ્રા, એમકેયૂ, ડીઆરડીઓ, એચએએલ, બીઇએલ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, ગોવા શિપયાર્ડ, હિંદુસ્તાન શિપયાર્ડ ઉપરાંત ઓર્ડિનેસ કંપનીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

  આ ઈન્ટરનેશનલ કંપનીઓ


  - લોકહીડ માર્ટીન, બોઈંગ (અમેરિકા), સાબ (સ્વીડન), એરબસ, રાફેસ (ફ્રાંસ), રોસોનબોરાન એક્સપોટર્સ, યુનાઈટેડ શિપબિલ્ડિંગ (રશિયા), બીએઈ સિસ્ટમ્સ (યુકે), શિબત (ઇઝરાયેલ), વોર્ટશિલા (ફિનલેન્ડ) જેવી મોટી કંપનીઓ ભાગ લઈ રહી છે.

  ભારત 10 વર્ષમાં રક્ષા ક્ષેત્રે 10 લાખ કરોડ રૂપિયા લગાવશે


  - ભારતીય વાયુસેનાના 110 ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની જાહેરાત કરી છે. આ સૌદાની કુલ રકમ 78 હજાર કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. જો કે વિશ્વભરની ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીની આ એક્સ્પો પર નજર છે.
  - સાઉથ એશિયા સેન્ટર ઓફ એન્ટલાન્ટિકના રિપોર્ટ મુજબ, અમેરિકા વિમાન બનાવતી કંપની લોકહીડ માર્ટીન અને બોઈંગ ભારતમાં મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ F-16 અને F/A હોર્નેટ જેટ્સ માટે ભારતમાં પ્લાન્ટ લગાવવાની સંભાવના તપાસી રહ્યાં છે.
  - આ ઉપરાંત સ્વીડનની સાબ અને ડસાલ્ટ એવિએશન પણ પ્લાન્ટ લગાવવા પર વિચારી રહ્યું છે. આ તમામ ફર્મ એક્સ્પોમાં પહોંચી રહ્યાં છે. તેઓને ભારતમાં મોટું બજાર જોવા મળી રહ્યું છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  DMKએ કાળા ફુગ્ગાં દેખાડીને મોદીનો વિરોધ વ્યક્ત કર્યો હતો
 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  નરેન્દ્ર મોદી ચેન્નાઈ પહોંચ્યા તે પહેલાં કાવેરી જળ વિવાદને લઈને એરપોર્ટની બહારે તેમનો વિરોધ થયો હતો
 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેવા મોદી ચેન્નાઈ પહોંચ્યા હતા
 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  500થી વધુ ભારતીય અને 150થી વધુ વિદેશી કંપનીઓને અહીં જોવી એક શાનદાર અનુભૂતિ છે- PM મોદી
 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચ્યા છે. તેઓ ત્યાં મેક ઈન ઈન્ડિયા સ્ટોલનો શુભારંભ કર્યો
 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  14 એપ્રિલ સુધી ચાલનારા આ એક્સ્પોમાં પહેલાં ત્રણ દિવસ બિઝનેસ ડેલીગેટ્સ માટે છે
 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ એક્સ્પોમાં 50 ટકા ભાગીદારી ભારતીય મેન્યુફેકચર્સની છેઃ ડિફેન્સ એક્સ્પોમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારામન
 • Defence expo in Mahabalipuram Tamilnadu PM Modi attend it
  2002માં દિલ્હીના પ્રગતિ મેદાનમાં બીજા એક્સ્પોમાં મૂકવામાં આવેલાં હથિયારો

More From National News

Trending