વિદ્યાર્થી દેવો ભવઃ મારો પણ મંત્ર: યુથ કન્વેશનમાં PM મોદી

નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકના ટુમકુરુમાં 'યુથ પાવર' કન્વેન્શનમાં યુવાનો સાથે પોતાના વિચારો શેર કર્યા

divyabhaskar.com | Updated - Mar 04, 2018, 04:15 PM
પીએમએ કહ્યું કે તેમને યુવાનો પાસેથી હંમેશાં કંઇકને કંઇક શીખવા મળે છે અને એટલે તેઓ હંમેશાં યુવાનો સાથે વાત કરવા માટે આતુર રહે છે.
પીએમએ કહ્યું કે તેમને યુવાનો પાસેથી હંમેશાં કંઇકને કંઇક શીખવા મળે છે અને એટલે તેઓ હંમેશાં યુવાનો સાથે વાત કરવા માટે આતુર રહે છે.

નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકના ટુમકુરુમાં 'યુથ પાવર' કન્વેન્શનમાં યુવાનો સાથે પોતાના વિચારો શેર કર્યા. પ્રોગ્રામમાં યુવાનોની તાકાતને દર્શાવતા પીએમએ કહ્યું કે તેમને યુવાનો પાસેથી હંમેશાં કંઇકને કંઇક શીખવા મળે છે અને એટલે તેઓ હંમેશાં યુવાનો સાથે વાત કરવા માટે આતુર રહે છે. આ ઉપરાંત મોદીએ નોર્થઇસ્ટની ચૂંટણીમાં પાર્ટીના ઐતિહાસિક પ્રદર્શન અંગે કહ્યું કે કટ્ટરતાનો અંત ફક્ત એકતાથી જ થઇ શકે છે અને નોર્થઇસ્ટના લોકોએ બીજેપીને વોટ આપીને ભાગલા કરોના રાજકારણનો અંત કરી દીધો છે.

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકના ટુમકુરુમાં 'યુથ પાવર' કન્વેન્શનમાં યુવાનો સાથે પોતાના વિચારો શેર કર્યા. પ્રોગ્રામમાં યુવાનોની તાકાતને દર્શાવતા પીએમએ કહ્યું કે તેમને યુવાનો પાસેથી હંમેશાં કંઇકને કંઇક શીખવા મળે છે અને એટલે તેઓ હંમેશાં યુવાનો સાથે વાત કરવા માટે આતુર રહે છે. આ ઉપરાંત મોદીએ નોર્થઇસ્ટની ચૂંટણીમાં પાર્ટીના ઐતિહાસિક પ્રદર્શન અંગે કહ્યું કે કટ્ટરતાનો અંત ફક્ત એકતાથી જ થઇ શકે છે અને નોર્થઇસ્ટના લોકોએ બીજેપીને વોટ આપીને ભાગલા કરોના રાજકારણનો અંત કરી દીધો છે.

વિદ્યાર્થી દેવો ભવઃ ની સાથે યુવા શક્તિ દેવો ભવઃ મારો મંત્ર

- મોદીએ કહ્યું, " 'વિદ્યાર્થી દેવો ભવઃ ફક્ત તમારો જ નહીં, મારો પણ મંત્ર છે. હું તો તેમાં આ પણ જોડવા માંગું છું કે- 'યુવા દેવો ભવઃ - યુવાશક્તિ દેવો ભવઃ' .'"

- "2014માં સરકાર બનાવ્યા પછી અમારી સરકારે યુવાનોની તાકાતને ધ્યાનમાં રાખી અને તેમની ઊર્જાનો રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. સરકારના આ કામો હજુ પણ ચાલુ છે."

- "નવા ઇનોવેશન ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. વિદ્યાર્થીઓના નવા વિચારોને ઇનોવેશનમાં બદલવા માટે સરકારે અટલ ઇનોવેશન મિશન શરૂ કર્યું છે. આખા દેશમાં અત્યાર સુધી 2400 અટલ ટિકરિંગ લેબ્સને માન્યતા મળી ચૂકી છે."

બીજેપીએ કર્યું નોર્થ-ઇસ્ટને જોડવાનું કામ

- નોર્થ ઇસ્ટના વિકાસ પર મોદીએ લેફ્ટ પાર્ટીઓ પર નિશાન સાધીને કહ્યું, "પહેલા આપણે ત્યાં એવી નીતિઓ અને નિર્ણયો થયા કે પૂર્વોત્તરના લોકોમાં અલગતાવાદની ભાવના ઘર કરી ગઇ હતી. લોકો વિકાસની જ નહીં, વિશ્વાસ અને પોતાપણાની મુખ્યધારાથી પણ પોતાને કપાઇ ગયેલા અનુભવતા હતા."

- "છેલ્લા 4 વર્ષોમાં અમારી સરકારની નીતિઓ-નિર્ણયોએ આ ભાવનાને ખતમ કરવાનું કામ કર્યું છે. અમે પૂ્વોત્તરની ભાવનાત્મક એકતાનો સંકલ્પ લીધો અને તેને સિદ્ધ કરીને બતાવ્યો."

- "હોળી પછી નોર્થઇસ્ટના ચૂંટણી પરિણામોએ ફરી તહેવારનો માહોલ બનાવી દીધો. તમે વિચારી રહ્યા હશો કે હું અહીંયા ચૂંટણીની વાત કેમ કરી રહ્યો છું. હું આને રાજકીય પક્ષોની હાર કે જીત તરીકે નથી જોતો. મહત્વનું એ છે કે નોર્થઇસ્ટના આ તહેવારમાં આખો દેશ સામેલ હતો."

- "એવું પહેલીવાર થયું કે બીજા રાજ્યના લોકોએ સવાર-સવારમાં પોતાના ટીવી ફક્ત નોર્થઇસ્ટની ચૂંટણીના પરિણામો જાણવા માટે જ ખોલ્યા. આ એક મોટો બદલાવ છે."

મોદીએ કહ્યું, વિદ્યાર્થી દેવો ભવઃ ફક્ત તમારો જ નહીં, મારો પણ મંત્ર છે. (ફાઇલ)
મોદીએ કહ્યું, વિદ્યાર્થી દેવો ભવઃ ફક્ત તમારો જ નહીં, મારો પણ મંત્ર છે. (ફાઇલ)
X
પીએમએ કહ્યું કે તેમને યુવાનો પાસેથી હંમેશાં કંઇકને કંઇક શીખવા મળે છે અને એટલે તેઓ હંમેશાં યુવાનો સાથે વાત કરવા માટે આતુર રહે છે.પીએમએ કહ્યું કે તેમને યુવાનો પાસેથી હંમેશાં કંઇકને કંઇક શીખવા મળે છે અને એટલે તેઓ હંમેશાં યુવાનો સાથે વાત કરવા માટે આતુર રહે છે.
મોદીએ કહ્યું, વિદ્યાર્થી દેવો ભવઃ ફક્ત તમારો જ નહીં, મારો પણ મંત્ર છે. (ફાઇલ)મોદીએ કહ્યું, વિદ્યાર્થી દેવો ભવઃ ફક્ત તમારો જ નહીં, મારો પણ મંત્ર છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App