Home » National News » Latest News » National » વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે | PM Modi start theri election campaign in Karnataka from Tuesday

કર્ણાટકના રણક્ષેત્રમાં કાલથી ઉતરશે સ્ટાર પ્રચારક મોદી, 10 દિ'માં 15 રેલી

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 01:40 PM

કર્ણાટક ચૂંટણીથી જ 2019માં લોકોનો મૂડ કેવો રહેશે તે જાણવામાં મદદ મળી રહેશે.

 • વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે | PM Modi start theri election campaign in Karnataka from Tuesday
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ણાટકમાં 12મી મેનાં રોજ ચૂંટણી છે ત્યારે 10 દિવસમાં PM મોદી 15 રેલી સંબોધશે (ફાઈલ)

  બેંગાલૂરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ ચૂંટણી સર કરવા માટે ભાજપ હવે પોતાના સૌથી લોકપ્રિય ચેહરાને ઉતારવા જઈ રહી છે. કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદી મંગળવારથી ચૂંટણી પ્રચારમાં જંપલાવી રહ્યાં છે. કોંગ્રેસને સત્તાથી ઉખેડી ફેંકવા અને રાજ્યમાં એક વખત ફરી કમળને ખીલાવવા માટે PM મોદી 15થી વધુ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તો અમિત શાહ 30 અને યુપીના CM યોગી આદિત્યનાથ 20 રેલીઓ કરશે.

  10 દિવસમાં 15 રેલી સંબોધિત કરશે PM મોદી


  - વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. મોદી જૂનાં મૈસુરમાં આવતા ચમરાજનગર જિલ્લાથી ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફુંકશે.
  - પીએમ મોદી ચમરાજનગર જિલ્લાની ચૂંટણી રેલીને સંબોધિત કર્યાં બાદ તટીય કર્ણાટક ક્ષેત્રમાં ઉડ્ડપી જશે. જ્યાં તેઓ કૃષ્ણ મઠ જઈને પેજવાર સીર પાસે જઈને આર્શિવાદ લેશે.
  - ઉડ્ડપીની જનસભાને સંબોધિત કર્યાં બાદ પીએમ મોદી ઉત્તર કર્ણાટકના બેલગાવી જશે. ઉત્તર કર્ણાટક ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. મોદી બેલગાવીમાં એક મોટી રેલીને સંબોધિત કરશે.
  - ભાજપના સૌથી મોટા કેમ્પેનર મોદી કોઈપણ ચૂંટણી પ્રચાર અભિયાનમાં સૌથી અંતમાં પાર્ટીના પક્ષમાં માહોલ બનાવવા અને ચૂંટણીનું પરિણામ પોતાના તરફ કરવા માટે જાણીતા છે.
  - છેલ્લા બે અઠવાડીયામાં ભાજપને મોદી મેજીકની આશા છે. આ ચૂંટણીને આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલાં મહત્વની માનવામાં આવે છે, કેમકે અહીંથી જ 2019નો મૂડ નક્કી થવાની સંભાવના છે.

  મોદીની રેલીમાં આ મુદ્દાઓ છવાયેલાં રહેશે


  - માનવામાં આવે છે કે PM મોદી પોતાની રેલીઓમાં કેન્દ્રના વિકાસ કાર્યોને ગણાવશે. તો રાજ્યના પાંચ વર્ષમાં કથિત રીતે 3500 ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો પણ ઉઠાવી શકે છે.
  - ભાજપના નેતા કર્ણાટકમાં ખેડૂતોની આત્મહત્યાને સતત મુદ્દો બનાવી રહ્યાં છે.
  - ગત દિવસોમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકના ખેડૂતોના દરેક ઘરમાંથી એક મુઠ્ઠી અનાજ એકઠું કરવાનું અભિયાન ચલાવ્યું હતું.
  - આ ઉપરાંત મોદી પોતાની રેલીઓમાં કોંગ્રેસને ઘેરવા માટે સૌથી મહત્વના હિંદુ આતંકવાદની થીયરીનો મુદ્દો પણ ઉછાળી શકે છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે | PM Modi start theri election campaign in Karnataka from Tuesday
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે (ફાઈલ)
 • વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે | PM Modi start theri election campaign in Karnataka from Tuesday
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રેલીમાં મોદી કર્ણાટકમાં કથિત રીતે થતી ખેડૂતોની આત્મહત્યા, હિંદુ આતંકવાદ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસને ઘેરશે (ફાઈલ)
 • વડાપ્રધાન મોદી મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે | PM Modi start theri election campaign in Karnataka from Tuesday
  કર્ણાટક ચૂંટણીને લઈને અમિત શાહ 30 અને યુપીના CM યોગી 20 રેલી કરશે (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ