ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi address nation in Mann Ki Baat

  વૈજ્ઞાનિક વિચાર હોવા જરૂરી છે, જેનાથી જ પાણીનો રંગ શોધાયો- મોદી

  Divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 12:48 PM IST

  વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ દ્વારા 41મી વખત દેશવાસીઓને સંબોધિત કરશે.
  • પીએમ મોદી આજે ફરી એકવખત મન કી બાતમાં દેશવાસીઓને સંબોધશે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદી આજે ફરી એકવખત મન કી બાતમાં દેશવાસીઓને સંબોધશે (ફાઈલ)

   નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી રવિવારે 41મી વખત મન કી બાત રજૂ કરી. મોદીએ 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડેથી પહેલાં વિજ્ઞાનની વાત કરી. તેઓએ આ દરમિયાન ભારતીય વૈજ્ઞાનિક સીવી રમન અને જગદીશચંદ્ર બોઝની ઉપલબ્ધિઓ ગણાવી. તેઓએ કહ્યું કે, "મને વિજ્ઞાનને લઈને અને સાથીઓએ પ્રશ્ન પૂછ્યાં છે. ક્યારેય આપણે વિચાર્યું છે કે પાણી રંગીન કેમ થઈ જાય છે? આ પ્રશ્નએ ભારતના એક મહાન વૈજ્ઞાનિકને જન્મ આપ્યો. ડો.સીવી રમન પ્રકાશકે પ્રકીર્ણન માટે નોબલ પ્રાઈઝ આપ્યું છે. 28 ફેબ્રુઆરીએ જ તેઓએ આ શોધ કરી હતી. આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે." મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ખાસિયતો પણ જણાવી. આ ઉપરાંત તેઓએ લાઈટ બલ્બની શોધ અને તેમાં વારંવાર અસફળ રહેનારા એડિસનની વાત પણ જણાવી.

   મોદીની સ્પીચના છ પોઈન્ટ્સ

   1) જગદીશચંદ્ર બોઝથી લઈને એડિસન સુધીનું ઉદાહરણ

   - મોદીએ કહ્યું કે, "આપણે ત્યાં અનેક વૈજ્ઞાનિકો થયાં. પ્રાચીન કાળમાં ચિકિત્સા ક્ષેત્રમાં ચરક, સુશ્રુત થયાં તો જગદીશચંદ્ર બોઝ અને સત્યેન્દ્ર બોઝ પણ થયાં. સત્યેન્દ્રના નામે બોસોન નામનો કણ પણ છે."
   - મોદીએ એડિસનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "એડિસન અનેક વખત અસફળ રહ્યાં. તેઓએ કહ્યું હતું કે બલ્બ બનાવવા 10 હજાર રીત શોધી, તેઓએ પોતાની અસફળતાને સફળતામાં બદલી હતી."

   2) જીવન સહેલું બનાવે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

   - "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જીવનને વધુ સહેલું બનાવે છે. હવે ન બોલાનરો શખ્સ પણ બોલી શકે છે. કોઈપણ મશીન તેવું જ કામ કરશે જેવું આપણે ઈચ્છીશું. પરંતુ તે આપણે નક્કી કરવાનું છે કે આપણે તેમની પાસેથી કેવું કામ લઈશું."

   3) જીવનમાં સતર્કતા જરૂરી

   - પીએમએ 4 માર્ચે વર્લ્ડ સેફ્ટી ડે પહેલાં દૂર્ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેઓએ કહ્યું કે આપણી સતર્કતા દૂર્ઘટનાઓને રોકી શકે છે.
   - આ ઉપરાંત વડાપ્રધાને સંકટ સમયના પ્રબંધન BIMSTECના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે, બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂટાન અને નેપાળ આ દેશોએ એક સંયુક્ત આપદા પ્રબંધનનો અભિયાસ કર્યો, જે પ્રથમ અને એક મોટો માનવીય પ્રયોગ હતો.

   4) વેસ્ટ મેનેજમેન્ટમાં આગળ વધી રહ્યું છે ભારત

   - વડાપ્રધાને વધુમાં કહ્યું કે, "આ વખથે બજેટમાં બાયો ગેસની ચર્ચા થઈ. ગોવર્ધન યોજાનાની વાત કહેવામાં આવી છે. ભારતમાં ગોબરનું ઉત્પાદન રોજ 30 લાખ ટન છે. અનેક દેશ અપશિષ્ટનો ઉપયોગ કરે છે, પરંતુ ભારતમાં આવું નથી. પરંતુ હવે આપણે આ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. કચરાનો બાયો ગેસ બનાવવા માટે ઉપયોગ કરી રહ્યાં છીએ."

   5) મહિલાઓથી જ પુરૂષોની ઓળખ

   - મોદીએ કહ્યું કે, "8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય છે. ઉદાહરણ પુરૂ પાડનારી મહિલાને સન્માનિત કરવામાં આવે છે."
   - "આજે મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાની આપણી સૌની જવાબદારી છે. કૌશલ્યાનંદન, કુંતીપુત્રથી જ દીકરાઓની ઓળખ થાય છે. નારીઓએ જ દેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે. તેમની આર્થિક-સમાજિક ક્ષેત્રમાં ભાગીદારી રહી છે, આ આપણી જવાબદારી છે."

   6) દેશને હોળીની શુભેચ્છા

   - મોદીએ કહ્યું કે, "લીલાછમ ખેતરો અને કેરીનું આગમન તે માર્ચ મહિનાની શોભા છે. આ મહિનો હોળીના પર્વથી પણ ઓળખાય છે. હોળી પ્રગટાવીને બુરાઈઓને સળગાવવાની છે. આ તહેવાર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે. તમામને રંગબેરંગી શુભેચ્છાઓ."

  • પીએમ મન કી બાતમાં આમ જનતા પણ પોતાના વિચારો અને સલાહને જાહેર કરતાં હોય છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મન કી બાતમાં આમ જનતા પણ પોતાના વિચારો અને સલાહને જાહેર કરતાં હોય છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi address nation in Mann Ki Baat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `