Home » National News » Latest News » National » મોદીની આજે 4 રેલી, શાહ પણ કરશે 2 સભા, 2 રોડ શો | Karnataka Assembly election PM Modi address 4 Rally

જે સરકારે તમારું વેલફેર ન કર્યું, તેમનું ફેરવેલ કરી દો- ચિત્રદુર્ગમાં મોદી

Divyabhaskar.com | Updated - May 06, 2018, 12:29 PM

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ રવિવારે કુલ 6 રેલીઓ અને રોડ શો કરશે.

 • મોદીની આજે 4 રેલી, શાહ પણ કરશે 2 સભા, 2 રોડ શો | Karnataka Assembly election PM Modi address 4 Rally
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીએ શનિવારે કર્ણાટકની એક રેલીમાં કહ્યું- કોંગ્રેસના C અને કરપ્શનના Cમાં કોઈ ફરક નથી (ફાઈલ)

  બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ રવિવારે કુલ 6 રેલીઓ અને રોડ શો કરશે. મોદીની ચાર સભાઓ ચિત્રદુર્ગ, રાયચૂર, જમખંડી અને હુબલીમાં છે. જે અંતર્ગત PM મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગામાં જનસભા સંબોધિત કરી. આ રેલીમાં તેઓએ કર્ણાટકના CM સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પાર્ટી પર જોરદાર હુમલો બોલ્યો હતો. બીજી તરફ, અમિત શાહ બેલગાવીમાં બે રેલીઓ અને બે રોડ શો કરવાના છે. મોદીએ શનિવારે પણ ચાર રેલીઓને સંબોધી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે તેણે રાજ્યને લૂંટ્યા સિવાય બીજું કંઈ નથી કર્યું.

  PM મોદીના ભાષણની મુખ્ય વાતો


  - સ્વચ્છ, સુંદર, સુરક્ષિત કર્ણાટક બનાવીએ. સરકાર બદલીસી, બીજેપી ગેલીસી.
  - અહીંના ખેડૂતોને પાણી જોઈએ છે. યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બન્યાં બાદ જે યોજનાઓ હતી તેને કોંગ્રેસ સરકારે બંધ કરી દીધી હતી. જો યેદિયુરપ્પાની સરકાર બનશે તો તે યોજનાઓ ફરીથી શરૂ કરવામાં આવશે.
  - અહીંના ખેડૂતો પાણી વગર દાડમ, મોસંબી, કેળા, અંજીર, કેરી પકવવામાં સરાહનીય કામ કર્યું છે. અમે આ ખેડૂતો માટે વડાપ્રધાન સંપદા યોજના બનાવી છે. હજારો કરોડોની રકમથી તેઓને મદદ કરવાનું બીડું ઉઠાવ્યું છે.
  - ભ્રષ્ટાચારીઓને ક્લીન ચીટ આપનારા મુખ્યમંત્રીને ક્લીન સ્વીપ કરી દ્યો. જે કોંગ્રેસ પક્ષ તમારું વેલફેર નથી વિચારતી, તેમના ફેરવેલનો સમય આવી ગયો છે.
  - અહીંના મુખ્યમંત્રી પોતાની બેગમાં કેરેકટર સર્ટિફિકેટ સાથે જ રાખે છે. જો તેમના કોઈ મંત્રી પર આરોપ લાગ્યો તો પોતાની સૂટકેસમાંથી તે સર્ટિફિકેટ કાઢીને આપી દે છે.
  - કોંગ્રેસના નેતાઓની આગળ પાછળ અનેક નામો લાગી જાય છે, પરંતુ મેં ચિત્રદુર્ગમાં પહેલી વખત સાંભળ્યું કે એક મંત્રીના નામની આગળ ડીલ લાગ્યું છે. એટલે કે જ્યાં સુધી ડીલ નથી થતી તેઓ દિલથી કામ નથી કરતા. કોંગ્રેસ દિલવાળી નહીં ડીલવાળી પાર્ટી છે.
  - બાબા સાહેબને પણ કોંગ્રેસે અપમાનિત કર્યાં. કોંગ્રેસે કયારેય તેમનો સ્વીકાર કર્યો નહીં. કોંગ્રેસના સમયમાં એક જ પરિવાર માટે ભારત રત્ન આરક્ષિત હતો.

  - ચૂંટણીની રાજનીતિ માટે સમાજને તોડવાના પ્રયાસો કરવામાં આવે છે. કોંગ્રેસમાં એક પરિવાર માટે લોકોને અપમાનિત કરવાનો ઈતિહાસ રહ્યો છે.

  - ભાજપની સરકાર બન્યાં બાદ દલિતો અને આદિવાસીઓનું અપમાન કરનારા કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યા છે.

  સૌદત્તી યેલ્લમા મંદિર પણ જશે શાહ


  - અમિત શાહ સૌથી પહેલા બેલગાવીના તાલુક સ્ટેડિયમમાં સભા કરશે.
  - ત્યારબાદ તેઓ સૌદત્તી યેલમ્મા મંદિરમાં દર્શન કરવા જશે.
  - બપોરે શાહ બેલગાવી દક્ષિણી વિધાનસભા ક્ષેત્રમાં વંદગાંવથી શિવાજી ગાર્ડન સુધી રોડ શો કરશે.
  - સાંજે બેલગાવી ઉત્તરી વિધાનસભા ક્ષેત્રમાં ભોગરસેથી કાવેરી કોલ્ડ ડ્રિંક્સ સુધી બીજો રોડ શો કરશે.
  - બેલગાવીના રામદુર્ગમાં સાંજે તેમની બીજી રેલી યોજાશે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • મોદીની આજે 4 રેલી, શાહ પણ કરશે 2 સભા, 2 રોડ શો | Karnataka Assembly election PM Modi address 4 Rally
  અમિત શાહ સૌથી પહેલા બેલગાવીના તાલુક સ્ટેડિયમમાં સભા કરશે (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ