Home » National News » Latest News » National » Piyush Goyal slams to Rahul Gandhi on Rafale deal allegations

રાફેલ વિવાદઃ જેન્ટલમેન ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં છે, અમારી ડીલ UPAથી બહેતર- ગોયલ

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 05:47 PM

રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, NDAએ UPAની તુલનામાં બહેતર ડીલ કરી છે.

  • Piyush Goyal slams to Rahul Gandhi on Rafale deal allegations
    રાફેલ ડીલ પર રાહુલના આરોપ પર મોદી સરકારે પલટવાર

    નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત અને ફ્રાંસ વચ્ચે ફાઈટર વિમાન રાફેલને લઈને થયેલી ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતાં પીયૂષ ગોયલે કહ્યું કે રાફેલ પર રાહુલ ગાંધીએ ફેક ન્યૂઝથી દેશભરમાં જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, NDAએ UPAની તુલનામાં બહેતર ડીલ કરી છે. દસૌ કંપનીના CEOએ સ્પષ્ટ શબ્દોમાં પુષ્ટી કરી છે કે તેઓએ ઓફસેટને લાગુ કરવા માટે પોતાની મરજીથી પાર્ટનરની પસંદગી કરી હતી. પીયૂષ ગોયલે કહ્યું કે આ જેન્ટલમેન (રાહુલ ગાંધી) ફેક ન્યૂઝ બનાવી રહ્યાં છે. એક વખતના જૂઠાણાંને 100 વખત બોલવાથી તે સત્ય નથી થઈ જતું.

    UPA કરતાં સારી ડીલ- પીયૂષ ગોયલ


    - રાફેલ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે સરકારે 2007 અને 2012માં UPAના સમયમાં થયેલી ડીલ કરતાં ઘણી સારી સમજૂતી કરી છે. અમે તેજ ડિલવરી, સમારકામનો લાંબો સમય અને સ્પેર પાર્ટ્સની યોગ્ય ઉપલબ્ધતા પ્રાપ્ત થઈ છે.
    - પીયૂષ ગોયલે કહ્યું કે ગુરૂવારે અમને દસૌ એવિએશનના CEO તરફથી વધુ સ્પષ્ટતા મળી છે. જેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ઓફસેટને લાગુ કરવાનું જરૂરી હતું. તેથી તેઓએ પોતે ઓફસેટ્સને લાગુ કરવા માટે ભાગીદારની પસંદગી કરી.
    - તેઓએ વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે સમજવું જોઈએ કે આ સરકાર પારદર્શિતા અને સંભાવનાના ઉચ્ચતમ સ્ટાન્ડર્ડની સરકાર છે જેને ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ઘણાં જ જરૂરી પગલાંઓ ઉઠાવ્યાં છે.

    'વારંવાર ખોટું બોલવાથી સત્ય નથી બદલાતું'


    - પીયૂષ ગોયલે કહ્યું કે ઓફસેટ પર અંતિમ પ્રતિક્રિયા 2019ના અંત સુધીમાં ઉપલબ્ધ થશે.
    - કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વારંવાર ખોટું બોલવાથી સત્ય બદલાય નથી જવાનું.
    - કોંગ્રેસ અને તેમના અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશને હજુ અનેક સવાલોના જવાબ આપવાના છે.
    - પીયૂષ ગોયલે આગળ કહ્યું કે અત્યાર સુધી ન તો અરૂણ જેટલી, ન રવિશંકર પ્રસાદ કે ન તો નિર્મલા સીતારમણે આરોપોના જવાબ આપ્યાં છે. કોંગ્રેસ એક મુદ્દાવિહીન પાર્ટી છે.

    સુપ્રીમ કોર્ટે જે જાણકારી માંગી છે તે કોર્ટમાં રખાશે- રેલવે મંત્રી


    - રેલમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ફ્રાંસની મીડિયાનો રિપોર્ટ તોડીમરોડીને રજૂ કર્યો છે. ત્યાં સુધી કે સુપ્રીમ કોર્ટના અવલોકનને પણ કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરાયું છે.
    - કોંગ્રેસ સંભવતઃ 2012ના પોતચાના સ્વયં ગુનાઓને છુપાવવાનો પ્રયાસ કરે છે, જ્યાં પહેલાં પરિવારના સહયોગીઓના દબાવમાં તેઓએ આ પ્રકારની એક મહત્વપૂર્ણ લેવડદેવડને રદ કરી અને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરી હતી.
    - પીયૂષ ગોયલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે કિંમતનો ખુલાસો ન કરી શકાય, જે નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટે જાણકારી માગી છે તે કોર્ટમાં રાખવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending