Divya Bhaskar

Home » National News » Latest News » National » Pilgrims said Chinese officers denied to duck in Kailas Mansarovar Lake

ચીની અધિકારીઓએ માનસરોવરમાં ડૂબકી મારવાની મંજૂરી ન આપી: શ્રદ્ધાળુઓ

Divyabhaskar.com | Updated - May 28, 2018, 03:32 PM

કૈલાસ માનસરોવર પહોંચેલા શ્રદ્ધાળુઓએ આરોપ લગાવ્યો છે કે ચીનના અધિકારીઓએ તેમને માનસરોવરમાં ડૂબકી લગાવવાથી અટકાવી દીધા

  • Pilgrims said Chinese officers denied to duck in Kailas Mansarovar Lake
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કૈલાસ માનસરોવર પહોંચેલા શ્રદ્ધાળુઓના આરોપ પર ચીને હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી.

    નવી દિલ્હી: કૈલાસ માનસરોવર પહોંચેલા શ્રદ્ધાળુઓએ આરોપ લગાવ્યો છે કે ચીનના અધિકારીઓએ તેમને માનસરોવરમાં ડૂબકી લગાવવાથી અટકાવી દીધા. જોકે, અત્યાર સુધી આ સંબંધે ચીનની તરફથી કોઇ નિવેદન નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ મહિને કૈલાસ માનસરોવર યાત્રાને લઇને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાત કરી હતી. ત્યારબાદ ચીને શ્રદ્ધાળુઓ માટે નાથુલાપાસ ખોલવાની સંમતિ દર્શાવી હતી અને તેની જાણકારી સુષમા સ્વરાજે પોતે આપી હતી.

    ડોકલામ વિવાદ પછી બંધ કરી દીધો હતો નથુલા પાસ

    - ગયા વર્ષે જૂનથી ઓગસ્ટની વચ્ચે આશરે 72 દિવસો સુધી ચાલેલા ડોકલામ વિવાદ પછી ચીને કૈલાશ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે નાથુલાપાસ બંધ કરી દીધો હતો.

    - ત્યારબાદ આ જ વર્ષે મે માં સુષમાએ વાંગ યી સાથે વાતચીત કરી અને કહ્યું, "બંને સરકારો વચ્ચે સંબંધો ત્યાં સુધી સમૃદ્ધ નહીં થઇ શકે જ્યાં સુધી એકબીજાને દેશના લોકો વચ્ચે સંબંધો મજબૂત ન થાય. છેલ્લી યાત્રા દરમિયાન નાથુલા પાસ બંધ કરી દેવામાં આવ્યો હતો તેનાથી લોકોને બહુ આઘાત લાગ્યો હતો."
    - વાતચીત પછી સુષમાએ કહ્યું હતું- મને એ જાહેર કરતા બહુ ખુશી થાય છે કે હવે તે ખોલી દેવામાં આવ્યો છે. યાત્રીઓ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

  • Pilgrims said Chinese officers denied to duck in Kailas Mansarovar Lake
    આ વર્ષે 1580 શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ જશે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending