તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહારમાં શરમજનક ઘટના: ગેંગરેપ પીડિતાએ રાખ્યું હતું સંતાન માટે વ્રત, બોલી- ગંગામાં ડૂબકી લગાવી રહી હતી ત્યારે આવ્યો હેવાન, ઉપવાસનો હવાલો આપ્યો- ગંગામાની કસમ આપી તોપણ ન છોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળે દિવસે ગંગાકિનારે ગેંગરેપ, આરોપી પહેલા પણ ઘણી મહિલાઓ સાથે કરી ચૂક્યા છે દરિંદગી - Divya Bhaskar
ધોળે દિવસે ગંગાકિનારે ગેંગરેપ, આરોપી પહેલા પણ ઘણી મહિલાઓ સાથે કરી ચૂક્યા છે દરિંદગી

બાઢ/પટના: 'વ્રત રાખેલું છે ભાઈ, ગંગામાની કસમ ભાઈ, છોડી દો. હે ગંગામા, બચાવી લો.' એક વ્રત રાખેલી મહિલા રહેમની ભીખ માંગતી રહી પરંતુ દરિંદાઓએ તેના પર જરા પણ દયા ન દાખવી. ગેંગરેપ કરીને વીડિયો બનાવ્યો અને પછી સોશિયલ મીડિયા પર તેને વાયરલ કરી દીધો. હૃદય હલાવી નાખે તેવી આ ઘટના બિહારના બાઢમાં બની છે. મામલાની જાણકારી જ્યારે પટનાના ગ્રામીણ એસપી આનંદકુમારને થઈ, તો તેમણે તાત્કાલિક એક્શન લઈને આરોપીની ઓળખ કરાવી અને પોતાની જ દેખરેખમાં કાર્યવાહી શરૂ કરી. મંગળવારે આરોપી શિવપૂજન મહતો અને બુધવારે બીજા આરોપી વિશાલ કુમારને પોલીસે પકડી લીધો. બંને બાઢના રહેવાસી છે. 

 

ચાલશે સ્પીડી ટ્રાયલ

 

- બુધવારે ગેંગરેપના બંને આરોપીઓને મીડિયાની સામે લાવવામાં આવ્યા. પ્રેસ કોન્ફરન્સ કરીને એસએસપી મનુ મહારાજે કહ્યું, બંનેએ ગેંગરેપ પછી નદીમાં ડૂબાડીને મહિલાને મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો. બંનેને સ્પીડી ટ્રાયલ કરાવીને કડકમાં કડક સજા અપાવવામાં આવશે. 

- સોશિયલ મીડિયા પર કોઇ યુઝરે આરોપીઓના બદતર મોતની પ્રાર્થના કરી તો કોઇ કહી રહ્યું છે કે આપણા દેશને શું થઈ ગયું છે. આવા દરિંદાઓને તો ફાંસી પર જ લટકાવી દેવા જોઇએ. 

 

શું છે મામલો? 

 

- બાઢ પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે, 45 વર્ષની મહિલા જિઉતિયા પર્વ (સંતાનની લાંબી ઉંમર માટે રખાય છે)ના પ્રસંગે રવિવારે સવારે ગંગા નદીમાં નહાવા ગઈ હતી. તે સમયે ઘાટ પર કોઈ ન હતું. ત્યારે ત્યાં બે લોકો પહોંચ્યા અને મહિલાને જબરદસ્તી પકડી લીધી. 

- પોલીસે જણાવ્યું કે એકે મહિલા સાથે રેપ કર્યો અને બીજાએ મોબાઈલમાં તેનો વીડિયો બનાવ્યો. ત્યારબાદ આરોપીઓએ સોશિયલ મીડિયા પર તેને અપલોડ કરીને વાયરલ કરી દીધો. 


દરિંદાઓ પહેલા પણ ઘણી મહિલાઓ સાથે કરી ચૂક્યા છે ક્રૂરતા

 

- ગ્રામીણ એસપીના એક્શનમાં આવ્યા પછી અથમલગોલા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પ્રભાત શરણે એક આરોપી શિવપૂજન મહતોની ધરપકડ કરી લીધી. તે પહેલા પણ ઘણી મહિલાઓ સાથે ક્રૂરતા આચરી ચૂક્યો છે. 

- શિવપૂજન બસ ડ્રાઈવર છે અને બાઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જલગોવિંદ ગામનો રહેવાસી છે. જે સમયે તેની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે બસ લઈને પટનાથી ગામ પાછો જઈ રહ્યો હતો. 

 

વોટ્સએપ પર મોકલવામાં આવ્યો વીડિયો

 

- મંગળવારે આ વીડિયો અચાનક વોટ્સએપના અલગ-અલગ ગ્રુપમાં સર્ક્યુલેટ થવા લાગ્યો. બાઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્ચાર્જ અબરાર અહમદને પણ વોટ્સએપ દ્વારા જ આ વીડિયો મળ્યો. જે પછી તેમણે શોધખોળ શરૂ કરી દીધી. 

- જાણ થઈ કે મહિલા બાઢ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. આ દરમિયાન પોલીસે પીડિત મહિલા સાથે કોઇપણ સંપર્ક કર્યા વગર તપાસ શરૂ કરી દીધી. 
- તપાસમાં દુષ્કર્મ કરનાર બસ ડ્રાઈવર શિવપૂજનનો ચહેરો વીડિયોમાં દેખાતા માણસના ચહેરા સાથે મેચ કરી ગયો. પોલીસે બસ માલિક સાથે સંપર્ક કર્યો તો જાણ થઈ કે શિવપૂજન બસ લઈને બિહારશરીફ ભાગ્યો છે. 
- ત્યારબાદ પોલીસે તેને ટ્રેસ કરીને પકડી લીધો. પછી પીડિતાને સામે બેસાડીને તેની ઓળખ કરવામાં આવી.