ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Photo of Sushma Swaraj Nirmala Sitharaman in summit in beijing is viral

    સુષ્મા-નિર્મલાની તસવીરની વિશ્વભરમાં ચર્ચા, ચીનમાં થઈ હતી મુલાકાત

    divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 04:39 PM IST

    ગત દિવસોમાં ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની મીટિંગ થઇ, તેમાં 8 દેશોના વિદેશ અને રક્ષા મંત્રીઓ સામેલ થયા હતા
    • શાંઘાઈ સહયોગ સંગઠનમાં ભારત જ એકમાત્ર દેશ હતો જ્યાંથી મહિલા વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી સામેલ થયા.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      શાંઘાઈ સહયોગ સંગઠનમાં ભારત જ એકમાત્ર દેશ હતો જ્યાંથી મહિલા વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી સામેલ થયા.


      નવી દિલ્હી: ગત દિવસોમાં ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની મીટિંગ થઇ. તેમાં 8 દેશોના વિદેશ અને રક્ષા મંત્રીઓ સામેલ થયા હતા. ખાસ વાત એ રહી કે તેમાં સાલ તમામ લીડર્સમાં ફક્ત સુષ્મા સ્વરાજ અને નિર્મલા સીથારામન જ મહિલાઓ તરીકે હતા. હવે આ સમિટની તસવીરો વાયરલ થઇ રહી છે. તેમને ભારતના મહિલા સશક્તિકરણના રૂપમાં દર્શાવવામાં આવી રહ્યા છે.

      એસસીઓ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓમાં સુષ્મા એકમાત્ર મહિલા વિદેશમંત્રી

      - શાંઘાઈ સહયોગ સંગઠનની આ સમિટ બેઇજિંગમાં થઇ. તેમાં ચીન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન સામેલ થયા.

      - આ સમિટમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી, પાકિસ્તાનના ખ્વાજા મોહમ્મદ આસિફ, કિર્ગિસ્તાનના ઇલાન અબ દિલ ડેવ, કઝાખસ્તાનના કૈરત અબદ્રખમાનોવ, રશિયાના સર્જેઇ લાવરોવ, તજાકિસ્તાનના સિરોજિદીન અસલોવ, ઉઝબેકિસ્તાનના અબ્દુલ લઝીઝ કેમિલોવ સામેલ થયા.
      - આ ઉપરાંત, તેમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ સામેલ થયા.
      - સુષ્મા એસસીઓના સભ્ય દેશોમાં એકમાત્ર મહિલા વિદેશ મંત્રી છે.
      - આ તસવીરમાં એસસીઓના સભ્ય જનરલ રાશિદ અને એન્ટિ ટેરરિસ્ટ સ્ટ્રક્ચર ડાયરેક્ટર યેવગેની સાર્ગેચિવ પણ હાજર હતા.

      રક્ષામંત્રીઓમાં પણ સીથારામન એકમાત્ર મહિલા

      - શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં સભ્ય દેશોના રક્ષામંત્રીઓએ પણ હિસ્સો લીધો હતો. તેમાં ચીનના રક્ષામંત્રી વેઈ ફેંગ, પાકના ખુર્રમ દસ્તગીર, રશિયાના સર્ગેઈ શોયગુ સહિત તમામ દેશોના મંત્રીઓએ હિસ્સો લીધો.

      પિયુષ ગોયલે ટ્વિટ કરીને આપ્યા અભિનંદન

      - આ તસવીરોના વાયરલ થયા પછી રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને પ્રશંસા કરી. તેમણે લખ્યું, "યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા।"

      - તેનો અર્થ છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે, ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે.

    • મોદી 27-28 એપ્રિલના રોજ ચીનમાં જિનપિંગ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન બન્યા પછી આ તેમનો ચોથો ચીન પ્રવાસ છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોદી 27-28 એપ્રિલના રોજ ચીનમાં જિનપિંગ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન બન્યા પછી આ તેમનો ચોથો ચીન પ્રવાસ છે. (ફાઇલ)


      નવી દિલ્હી: ગત દિવસોમાં ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની મીટિંગ થઇ. તેમાં 8 દેશોના વિદેશ અને રક્ષા મંત્રીઓ સામેલ થયા હતા. ખાસ વાત એ રહી કે તેમાં સાલ તમામ લીડર્સમાં ફક્ત સુષ્મા સ્વરાજ અને નિર્મલા સીથારામન જ મહિલાઓ તરીકે હતા. હવે આ સમિટની તસવીરો વાયરલ થઇ રહી છે. તેમને ભારતના મહિલા સશક્તિકરણના રૂપમાં દર્શાવવામાં આવી રહ્યા છે.

      એસસીઓ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓમાં સુષ્મા એકમાત્ર મહિલા વિદેશમંત્રી

      - શાંઘાઈ સહયોગ સંગઠનની આ સમિટ બેઇજિંગમાં થઇ. તેમાં ચીન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન સામેલ થયા.

      - આ સમિટમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી, પાકિસ્તાનના ખ્વાજા મોહમ્મદ આસિફ, કિર્ગિસ્તાનના ઇલાન અબ દિલ ડેવ, કઝાખસ્તાનના કૈરત અબદ્રખમાનોવ, રશિયાના સર્જેઇ લાવરોવ, તજાકિસ્તાનના સિરોજિદીન અસલોવ, ઉઝબેકિસ્તાનના અબ્દુલ લઝીઝ કેમિલોવ સામેલ થયા.
      - આ ઉપરાંત, તેમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ સામેલ થયા.
      - સુષ્મા એસસીઓના સભ્ય દેશોમાં એકમાત્ર મહિલા વિદેશ મંત્રી છે.
      - આ તસવીરમાં એસસીઓના સભ્ય જનરલ રાશિદ અને એન્ટિ ટેરરિસ્ટ સ્ટ્રક્ચર ડાયરેક્ટર યેવગેની સાર્ગેચિવ પણ હાજર હતા.

      રક્ષામંત્રીઓમાં પણ સીથારામન એકમાત્ર મહિલા

      - શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં સભ્ય દેશોના રક્ષામંત્રીઓએ પણ હિસ્સો લીધો હતો. તેમાં ચીનના રક્ષામંત્રી વેઈ ફેંગ, પાકના ખુર્રમ દસ્તગીર, રશિયાના સર્ગેઈ શોયગુ સહિત તમામ દેશોના મંત્રીઓએ હિસ્સો લીધો.

      પિયુષ ગોયલે ટ્વિટ કરીને આપ્યા અભિનંદન

      - આ તસવીરોના વાયરલ થયા પછી રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને પ્રશંસા કરી. તેમણે લખ્યું, "યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા।"

      - તેનો અર્થ છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે, ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Photo of Sushma Swaraj Nirmala Sitharaman in summit in beijing is viral
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top