ઉત્તર ભારતના 6 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે સસ્તું, વેટના સમાન દરો પર સંમતિ

તેલની કિંમતો સમાન રહેવાથી સામાન્ય ગ્રાહકને રાહત મળશે. (ફાઇલ)
તેલની કિંમતો સમાન રહેવાથી સામાન્ય ગ્રાહકને રાહત મળશે. (ફાઇલ)

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલ પર લાગતા વેટના દરોમાં સમાનતા લાવવાના ઉદ્દેશથી ચંદીગઢમાં ઉત્તર ભારતના પાંચ રાજ્યોના નાણામંત્રીઓ અને ઓફિસરોએ મીટિંગ કરી અને આ અંગે વિચારણા કરી. આ મીટિંગમાં હરિયાણાના નાણામંત્રી કેપ્ટન અભિમન્યુ, પંજાબના નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢના આબકારી અને કરવેરા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. મીટિંગમાં એ વાતે પણ સંમતિ સધાઈ કે આ રાજ્યોમાં આબકારી નીતિ, ટ્રાન્સપોર્ટ પરમિટ અને ગાડીઓના રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા કરવેરાઓ પણ સમાન કરવામાં આવે. આ સંબંધે અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે, જે આગામી બે અઠવાડિયાઓમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

divyabhaskar.com

Sep 26, 2018, 10:01 AM IST

સામાન્ય જનતાને રાહત આપવાનો પ્રયત્ન

- મીટિંગ પછી વાતચતીમાં હરિયાણાના નાણામંત્રી કેપ્ટન અભિમન્યુએ જણાવ્યું કે ઉત્તર ભારતના પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં તેલ પરના વેટના દરો સમાન કરવાના ઉદ્દેશથી આ મીટિંગ યોજવામાં આવી હતી.

- મીટિંગ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે, જે રીતે મે 2015માં આ રાજ્યોએ સર્વસંમતિથી વેટના રેટ સમાન કરીને સામાન્ય જનતાને રાહત આપી હતી તેવો જ પ્રયત્ન એકવાર ફરી કરવામાં આવશે.

રાજ્યોમાં એક્સાઇઝ વેરાઓ પણ થઇ શકે છે એકસમાન

- મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આ રાજ્યોના અધિકારીઓ આગામી બે અઠવાડિયામાં આ વિશે એક રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ પછી સરકારો તેલ પર લાગનારા વેટ વિશે નિર્ણય લેશે, જેથી સામાન્ય જનતાને રાહત આપી શકાય. મીટિંગમાં એ પણ ચર્ચા થઈ કે આ તમામ રાજ્યોમાં તેલની કિંમતો સમાન રહેવાથી વર્તમાનની જેમ ભવિષ્યમાં પણ સામાન્ય ગ્રાહકને રાહત મળશે, ઉપરાંત રાજ્યો-રાજ્યો વચ્ચે થતા ટ્રેડ ડાયવર્ઝન એક્સાઇઝ સાથે જોડાયેલા કરવેરા પણ સમાન હોવા જોઇએ અને તેને ધ્યાનમાં રાખીને આ રાજ્યોમાં એક્સાઇઝ નીતિઓમાં સમાનતા હોવી જરૂરી છે. તેમણે કહ્યું કે આવું થશે તો જનતાને તો લાભ થશે જ, સાથે કાળાબજાર પર પણ રોક લાગશે. તેનાથી સરકારની આવકમાં પણ વધારો થશે.

ટ્રાન્સપોર્ટ પરમિટ પોલિસીમાં પણ સમાનતાનું સૂચન

પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલે સૂચન કર્યું કે તેલ, એક્સાઇઝની જેમ ટ્રાન્સપોર્ટ પરમિટ અને ગાડીઓના રજિસ્ટ્રેશનમાં પણ સમાનતા લાવવી જોઇએ. તેમણે કહ્યું કે આ સમયની માંગ છે, જેથી ગાડીઓના ડ્રાઇવર્સ અલગ-અલગ રાજ્યોમાં રજિસ્ટ્રેશન ન કરાવે. આ તમામ રાજ્યોના હિતમાં હશે. દિલ્હી અને પંજાબ તરફથી મળેલા સૂચનો પર પણ અધિકારીઓની કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. તે પછી રાજ્યોની સરકારો નિર્ણય લેશે.

X
તેલની કિંમતો સમાન રહેવાથી સામાન્ય ગ્રાહકને રાહત મળશે. (ફાઇલ)તેલની કિંમતો સમાન રહેવાથી સામાન્ય ગ્રાહકને રાહત મળશે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી