Divya Bhaskar

Home » National News » Latest News » National » Petrol and Diesel rates increased after Karnataka Assembly Election 2018

કર્ણાટક ચૂંટણી પછી પેટ્રોલ 19 પૈસા મોંઘું, 4 મેટ્રો સિટીમાં ભાવવધારો

Divyabhaskar.com | Updated - May 14, 2018, 01:11 PM

દિલ્હીમાં પેટ્રોલ 17 પૈસા, જ્યારે ડીઝલ 21 પૈસા મોંઘું થયું છે

  • Petrol and Diesel rates increased after Karnataka Assembly Election 2018
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પેટ્રોલ 56 મહિનાની હાઈટ પર પહોંચ્યું છે. (ફાઇલ)

    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવોમાં 19 દિવસ પછી ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 17 પૈસા, જ્યારે ડીઝલ 21 પૈસા મોંઘું થયું છે. કોલકાતા અને મુંબઈ સહિત બાકીના શહેરોમાં પણ પેટ્રોલના ભાવ વધ્યા છે. 24 એપ્રિલ પછી તેલ કંપનીઓએ પહેલીવાર ભાવમાં ફેરફાર કર્યો છે. પહેલેથી જ એવી આશંકા હતી કે કર્ણાટક ચૂંટણી થતાં જ આવું થશે. 12મે ના રોજ ચૂંટણી થઇ ગઇ છે અને તેના એક જ દિવસ પછી તેલના ભાવ વધી ગયા છે.

    ગુજરાત ચૂંટણી પછી પણ આવું થયું હતું

    - ગયા વર્ષે ગુજરાત ચૂંટણી પહેલા ઇન્ડિય ઓઇલ કોર્પોરેશન જેવી સરકારી કંપનીઓએ ત્યાં લગભગ 15 દિવસ સુધી સતત 1-3 પૈસાનો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં 14 ડિસેમ્બર, 2017ના રોજ વિધાનસભા ચૂંટણી થઇ હતી. ત્યાં પણ વોટિંગ પછી તેલ કંપનીઓએ ભાવ વધારવા શરૂ કરી દીધા.

    આગળ શું થશે?

    - ક્રૂડ મોંઘું અને રૂપિયામાં ઘટાડો થયા છતાં કંપનીઓએ 19 દિવસ સુધી ભાવ સ્થિર રાખ્યા. પરિણામે હવે આશંકા છે કે નુકસાનની ભરપાઇ કરવા માટે સતત વધારો કરવામાં આવશે.

  • Petrol and Diesel rates increased after Karnataka Assembly Election 2018
    સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ના પાડી ચૂકી છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending