સવર્ણ અનામત ખરડો / સવર્ણ અનામત વિરુદ્ધ NGOએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, કહ્યું- ગેરબંધારણીય બિલને રદ કરો

divyabhaskar.com

Jan 10, 2019, 05:09 PM IST
Reservation for swarna: youth of equality challenged the Constitution 103 amendment bill 2019 in supreme court
X
Reservation for swarna: youth of equality challenged the Constitution 103 amendment bill 2019 in supreme court

  • અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બિન-સહાય સંસ્થાઓને અનામતની શ્રેણીમાં રાખવું ખોટી વાત છે
  • અરજીમાં અપીલ કરવામાં આવી છે કે આ બિલને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે

નવી દિલ્હી: સવર્ણોમાં આર્થિક રીતે નબળાં લોકોને સરકાર દ્વારા 10 ટકા અનામત આપવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં આ બિલ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સંશોધિત બિલને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે અનામત આપવી ગેરબંધારણી છે. તેથી આ બિલને નકારી દેવું જોઈએ.

 

એનજીઓએ દાખલ કરી છે અરજી
1.

યૂથ ફોર ઈક્વાલિટી નામની એનજીઓએ આ અરજી કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતની સીમા 50 ટકા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે અનામત આપવી ખોટી વાત છે અને તે માત્ર સવર્ણ શ્રેણીને ન આપવીજોઈએ. 

 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સબસિડી વગરની ખાનગી સંસ્થાઓને આ શ્રેણીમાં રાખવી પણ ખોટી વાત છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે, આ બિલને ગેરબંધારણીય જાહેર કરવું જોઈએ. આ નિર્ણય વોટ બેન્કને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. 

બુધવારે જ રાજ્યસભામાં પાસ થયું બિલ
2.

નોંધનીય છે કે, બુધવારે જ 10 કલાકની ચર્ચા અને દલીલો પછી રાજ્યસભામાં સંશોધિત બિલપાસ થયું છે. આ બિલ લોકસભામાં પહેલાં જ પાસ થઈ ચૂક્યુ હતું. હવે આ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. ત્યારપછી તેને કાયદો બનાવવામાં આવશે.

 

નોંધનીય છે કે, ઘણાં રાજકીય પક્ષોએ આ બિલના ટાઈમિંગ મામલે સવાલ ઉભો કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. જોકે મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ લોકસભા અને રાજ્યસભામાં આ બિલના પક્ષમાં વોટિંગ કર્યું છે. 
 

સ્ટૂડન્ટ અને પ્રોફેસર સાથે મળીને ચલાવી રહ્યા છે આ સંસ્થા
3.

નોંધનીય છે કે, યૂથ ફોર ઈક્વાલિટી એક સંસ્થા છે જેને અમુક વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ સાથે મળીને ચલાવે છે. આ પહેલાં પણ આ NGO શિક્ષણમાં સુધારો, રાજકારણમાં સુધારા જેવા ઘણાં મુદ્દાઓ પર કેમ્પેન ચલાવી ચૂક્યા છે.

 

નોંધનીય છે કે, આ બિલ પાસ થતાં જ અત્યાર સુધી જે જાતીઓને અનામચ નથી મળી તેઓ આ શ્રેણીમાં આવી ગયા છે. જોકે તેમને આર્થિક આધાર પર માત્ર 10 ટકા જ અનામત આપવામાં આવશે. સરકારનો દાવો છે કે, આ આરક્ષણથી અત્યાર સુધી Sc/ST, OBCને જે 49.5 ટકા અનામત મળે છે તેમાં કોઈ અસર નહીં થાય. 

6 મોકા એવા પણ આવ્યા જ્યારે કોર્ટે સંશોધન બિલને ગેરબંધારણીય ગણાવ્યું
4.1950 પછી આ બંધારણનું 124મું સંશોધન બિલ છે. છ વખત એવો મોકો પણ આવ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું હતું કે, સંશોધન બિલ ગેરબંધારણીય છે. તેથી તે બિલ રદ કરી દેવામાં આવ્યા. તાજું ઉદાહરણ જજની નિયુક્તિ માટે આયોગનું ગઠન કરવાનું છે. સરકારે એપ્રિલ 2015માં તે માટે બંધારણમાં સંશોધન કર્યું હતું. ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટે તેને નકારી કાઢીને કોલેજિયમ પ્રણાલી રદ કરી દીધી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી