Home » National News » Desh » Persons Injured In Saving Girls From Riotous in gwalior, MP

બહેનને બચાવી ભાગવા માગતો હતો પરંતુ ભીડ અંધ છોકરીના કપડાં ફાડતી હતી...

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 10:28 AM

અનુભવ ત્યાંથી ભાગી નીકળે તે પહેલાં જ કોઈએ માથામાં લોખંડનો રૉડ મારી દીધો

 • Persons Injured In Saving Girls From Riotous in gwalior, MP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અનુભવે બહેન અને બે અંધ કન્યાને બચાવી

  ગ્લાવિયર: બીજી એપ્રિલે મુરારના રસ્તા ઉપર તાંડવ ચાલી રહ્યું હતું. મારી બહેન આકાંક્ષા બારાદરી ચાર રસ્તા ઉપર ફસાઈ હતી. એનો ફોન આવ્યો તો હું એ બાજુ બાઈક લઈને ગયો હતો. બહેનને લઈને આઝાદ નગરની ગલી પહોંચ્યા હતો ત્યારે અસામાજિક તત્વોની વચ્ચે અમે ફસાઈ ગયા હતા. લાકડી-ડંડા લઈને ભીડ અમારી તરફ વધી રહી હતી. મે મારી બેનને કવર કરી તેને પાછળની ગલીમાંથી ભગાડી દીધી હતી. હું પણ તેની પાછળ જ ભાગવા માગતો હતો પરંતુ પાછળ ફરીને જોયું તો એક વાન ઉપર ભીડ હુમલો કરી રહી હતી. લોકો તેના ડ્રાઈવરને મારી રહ્યા હતા. તેમાં બે અંધ છોકરીઓ પણ હતી.

  હું કઈ સમજી શકુ તે પહેલાં તો લોકો તે અંધ કન્યાઓના કપડાં ફાડવા લાગ્યા હતા. હું તે સમયે ખૂબ ડરેલો હતો પરંતુ નેત્રહિન છોકરીઓ સાથે થતી આ હરકતને જોઈને હું ત્યાંથી ભાગી ન શક્યો. તેમને બચાવવા માટે આગળ વધ્યો તો ભીડે મારી ઉપર પણ હુમલો કરી દીધો હતો.

  2 એપ્રિલે હિંસક આંદોલનમાં ઘાયલ થયા હતો અનુભવ


  જેએએચેના ન્યૂરો સર્જરી વિભાગના રૂમ નંબર 6માં દાખલ 17 વર્ષનો અનુભવ દીક્ષિત 2 એપ્રિલે થયા હિંસક આંદોલનમાં ઘાયલ થયા પછી પાંચ દિવસે કઈક બોલી શક્યો છે. ડોક્ટર્સે તેના માથા પાસે ફ્રેક્ચર થયું હોવાની વાત કરી છે પરંતુ હવે તે વાતો કરવા માટે સક્ષમ છે. ભાસ્કર.કોમ સાથે વાત કરતા અનુભવે આ વાત પણ જણાવી હતી. અનુભવે જણાવ્યું હતું કે, તે હિંસક ભીડ તરફ દોડ્યો હતો અને તેણે નેત્રહિન છોકરીઓનો હાથ પકડીને પછી તે સામે આવેલી ગર્લ્સ કોલેજમાં જતો રહ્યો હતો. તે ત્યાં અંધ છોકરીઓને સુરક્ષીત કરવા માગતો હતો પરંતુ ત્યાં સુધીમાં કોઈએ તેના માથા ઉપર એક લોખંડનો રૉડ મારી દીધો હતો. થોડા સમય પચી આઝાદ નગરના અમારા પડોશી દોડતા મને બચાવવા આવ્યા હતા. અનુભવની માતા અનીતા દીક્ષિતના જણાવ્યા પ્રમાણે અનુભવને ઘરે લાવ્યા પછી તેને ચાર વખત લોહીની વોમિટો થઈ હતી. અમે તુરંત તેને હોસ્પિટલ લઈ જવા માગતા હતા પરંતુ રોડ ઉપર હિંસક ભીડ હતી.

  પોલીસની કાર્ય પ્રણાલી પર ઊભા થયા સવાલ


  સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 2.30 વાગ્યા સુધી ભીડના કંટ્રોલમાં આવવાની રાહ જોતા હતા. ત્યારે અમે બાઈક પર અનુભવને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. અનુભવે પોલીસની કાર્યપ્રણાલી પર સલા ઊભા કરતા કહ્યું છે કે, રોજ પોલીસ સફારી ગાડીમાં પેટ્રોલિંગ કરવા માટે નીકળતા હોય છે પરંતુ એ દિવસે ભીડને રોકવા માટે રોડ ઉપર માત્ર 20થી 22 પોલીસ જ હતી. જે પણ માત્ર ઊભી રહીને તમાશો જ જોતી હતી. મુરાર પોલીસ સ્ટેશનના ટીઆઈ અને સિપાહીઓ પર બ્લેડથી હુમલો થતો મે જોયો હતો. નોંધનીય છે કે, બહેન અને નેત્રહિન છોકરીઓને બચાવવા માટે અનુભવ દીક્ષિત દ્વારા બતાવવામાં આવેલી બહાદુરી માટે મોતીમહલના માન સભાગારમાં ચીફ સેક્રેટરી અને ડીજીપી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તેને સન્માનિત કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • Persons Injured In Saving Girls From Riotous in gwalior, MP
  અનુભવના માથા પર કોઈએ રૉડથી હુમલો કરી દીધો હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ